________________
४८४
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २६ भावः । तृतीयाद् = अनुबन्धशुद्धानुष्ठानात् सा = दोषहानिः सानुबन्धा = उत्तरोत्तरदोषापगमावहा । अत एव दोषाननुवृत्तिमती । तदुक्तं- "तृतीयाद्दोषविगमः सानुबन्धो नियोगतः” (यो.बि.२९९) । 'गुरुलाघवचिन्तया' इत्युपलक्षणमेषा दृढप्रवृत्त्यादेः ।। २५।।
गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ।। २६।।
गृहेति । अतः = सानुबन्धदोषहानिकरत्वात् तत् = तृतीयमनुष्ठानं कैश्चित् = तीर्थान्तरीयैर्गृहस्याद्यभूमिका दृढपीठबन्धरूपा तत्कल्पं = तत्तुल्यं (=गृहाद्यभूमिकाकल्प) उच्यते, उदग्रफलदत्वेन = उदारफलदायित्वेन तस्य । अदः = एतदुक्तमस्माकमपि मतम् । यथा हि गृहाद्यभूमिकाप्रारम्भदाय नोपरितनगृहभङ्गफलं
હોય છે. યોગબિંદુ (૨૧૯)માં કહ્યું છે ત્રીજા અનુષ્ઠાનથી દોષનિગમ અવશ્ય સાનુબંધ થાય છે. ગુરુલાઘવ ચિન્તાના કારણે દોષહાનિ સાનુબન્ધા થાય છે. અહીં ગુરુલાઘવ ચિન્તાના ઉપલક્ષણથી દઢ પ્રવૃત્તિ વગેરે પણ લઈ લેવા.
વિવેચન : (૧) ગુરુલાઘવાદિ ચિન્તા વિવેકની પ્રયોજક છે, એ નથી, માટે બીજું અનુષ્ઠાન વિવેકશૂન્ય છે. અને વિવેક નથી એટલે એ અનુષ્ઠાનવાળો અનુષ્ઠાનની નિરવઘતારૂપ બાહ્યશુદ્ધિ સાચવે છે, પણ તેને અંદર રહેલ અજ્ઞાનરૂપ અશુદ્ધિની ચિંતા નથી, તેથી દોષની યોગ્યતા અકબંધ જ રહે છે. એટલે કે જેમ દેડકાનું ચૂર્ણ થવારૂપે બાહ્ય નાશ થઈ ગયો, પણ યોગ્યતા અકબંધ રહી હોવાથી કાળાન્તરે નવો દેડકો ઉત્પન્ન થઈ જાય છે. એમ નિમિત્ત મળતાં કાળાન્તરે દોષો જાગ્રત થઈ જાય છે. એટલે જ અહીં કિલ્લાની ઉપમા છે. કિલ્લો હોવાથી બાહ્ય દૃષ્ટિએ નગર ઉપદ્રવરહિત છે. પણ અંદર રાજા જ દુષ્ટ છે. એટલે વાત વાતમાં નવા નવા કર વગેરે નાખીને પ્રજાને લૂંટ્યા જ કરે છે. અને તેથી એ નગર સમૃદ્ધિ પામી શકતું નથી. એમ બીજું અનુષ્ઠાન કરનારો ઊંચી ગુણસમૃદ્ધિ પામી શકતો નથી, કારણ કે અંદરથી અજ્ઞાનદોષથી હણાયેલો છે.
અહીં એ ધ્યાનમાં રાખવું કે કાળાન્તરે નિમિત્ત મળે તો દોષનો પ્રાદુર્ભાવ અવશ્ય થાય છે. પણ કોઈકને નિમિત્ત જ ન મળે તો એ ન પણ થાય, ને જીવ અનુબંધશુદ્ધ અનુષ્ઠાનમાં પહોંચી જાય.
(૨) અનુબંધશુદ્ધ અનુષ્ઠાન એટલે ઉત્તરોત્તર ચઢિયાતું અનુષ્ઠાન થયા કરવું એ. એટલે પ્રથમવાર કરેલા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી જે દોષહાનિ થઈ, એના કરતાં બીજી વાર કરેલા એનાથી ચઢિયાતી દોષહાનિ થાય છે. ત્રીજી વાર એ કરવાથી ઓર વધારે ચઢિયાતી દોષહાનિ થાય છે. આમ ઉત્તરોત્તર દોષહાનિ વધતી જાય છે. આ જ સાનુબંધા દોષહાનિ છે. તે ૨૫ II
(ત્રીજા અનુષ્ઠાન અંગે અન્યદર્શીઓનો અભિપ્રાય જણાવે છે.)
ગાથાર્થ આથી “તે = ત્રીજું અનુષ્ઠાન ઘરની આદ્ય ભૂમિકા જેવું છે' એમ કેટલાક કહે છે. ઉદગ્રફળ આપતું હોવાથી અમને પણ એ વાત માન્ય છે.
ટીકાર્થ આમ સાનુબંધ દોષહાનિ કરનારું હોવાથી તે ત્રીજું અનુષ્ઠાન ઘરની આઘભૂમિકા = દઢપીઠબંધ = પાયા તુલ્ય છે. એમ કેટલાક અન્યતીર્થિકો કહે છે. આ વાત એ અનુષ્ઠાન ઉદારફળ આપનારું હોવાથી અમને