________________
૪૮૨
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २४ माशयः। तदाह
'तद्योग्यजन्मसन्धानमत एके प्रचक्षते ।। (योगबिन्दु २१५) मुक्ताविच्छाऽपि यच्छ्लाघ्या तमःक्षयकरी मता । तस्याः समन्तभद्रत्वादनिदर्शनमित्यदः ।।” (योगबिन्दु २१६) इति ।। २३ ।। उक्ताशयमेवाहमुक्तीच्छापि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः । द्वितीयात्सानुवृत्तिश्च सा स्याइर्दुरचूर्णवत् ।। २४ ।।
मुक्तीच्छापीति । द्वितीयात् = स्वरूपशुद्धानुष्ठानात् सानुवृत्तिश्च = उत्तरत्राप्यनुवृत्तिमती च सा = दोषहानिः स्यात् द१रचूर्णवद् = मण्डूकक्षोदवत् । निरनुवृत्तिदोषविगमे हि गुरुलाघवचिन्ता-दृढप्रवृत्त्यादिकं हेतुस्तदभावाच्चात्र सानुवृत्तिरेव दोषविगम इति भावः । तदुक्तं
પ્રથમ અનુષ્ઠાનથી ઉચિત જન્મ મળે છે. એટલે કે દોષવિગમને અનુકૂળ જાત્યાદિ-કુલાદિ ગુણયુક્ત જન્મ મળે છે. કારણ કે મોક્ષ એકાન્ત નિરવદ્ય છે. જ્યારે ભૃગુપાતાદિકર્મ સ્વરૂપે અત્યંત સાવદ્ય હોવાથી મોક્ષથી સાવ વિપરીત છે. એટલે એ કર્મ મોક્ષનો કે મોક્ષ પ્રતિબંધક દોષના વિગમનો હેતુ બની શકતું નથી. તેમ છતાં મોક્ષની ઇચ્છા તો કંઈક અંશે મોક્ષને અનુરૂપ છે. માટે એ ઇચ્છા મોક્ષનો કે દોષવિગમનો હેતુ બનતી હોવાથી તે ઇચ્છાના દ્વારરૂપે તે પ્રથમ અનુષ્ઠાન પ્રકૃતિ મોક્ષ માટે ઉપયોગી બની રહે છે. એવો આ બીજા આચાર્યોનો આશય છે. યોગબિંદુ (૨૧૫-૨૧૯માં આ વાત આ રીતે કરી છે-આ વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દોષવિગમને યોગ્ય જન્મનું અનુસંધાન થાય છે એમ કેટલાક આચાર્યો કહે છે. કારણ કે મોક્ષની ઇચ્છા પણ ગ્લાધ્ય હોવાથી મોહરૂપી અંધકારનો ક્ષય કરનારી કહેવાય છે. પણ મુક્તિ તો સમજ્જુભદ્ર દરેક રીતે નિરવઘ હોવાથી આ વિષયશુદ્ધ અનુષ્ઠાન એનું અનિદર્શન છે=એને અનનુરૂપ છે.
વિવેચન : (૧) ઉપશમભાવ અને તત્ત્વસંવેદનના પ્રભાવે યમ-નિયમાદિથી મોક્ષબાધક દોષોનો વિગમ થાય છે. તથા વધારે પ્રબળ યમનિયમાદિના જનક પુણ્ય-અનુકૂળ સંયોગો વગેરેની પ્રાપ્તિ થાય છે. એટલે ઠેઠ મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અનુષ્ઠાનોની હારમાળા ચાલે છે. માટે આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે.
વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં, અનુષ્ઠાનને નજરમાં રાખીને પ્રથમ મત જણાવ્યો છે, જ્યારે એની પાછળ રહેલી ઇચ્છાને નજરમાં રાખીને બીજો મત જણાવ્યો છે. અથવા આંશિક પણ દોષ નિગમ ન હોવાથી એ દૃષ્ટિએ પ્રથમ મત છે, ને દોષવિગમને અનુકૂળ સંયોગોને નજરમાં રાખીને બીજો મત છે. ll૨all કહેલા આશયને જ સ્પષ્ટ કરે છે
ગાથાર્થ મુક્તિની ઇચ્છા પણ સજ્જનોને પ્રશંસનીય છે. પણ આ અનુષ્ઠાન મુક્તિને સદશ નથી. બીજા અનુષ્ઠાનથી દેડકાના ચૂર્ણની જેમ અનુવૃત્તિ સહિતની તેત્રદોષહાનિ થાય છે.
ટીકાર્થ: બીજા સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી તેત્રદોષહાનિ થાય છે ખરી, પણ એ દેડકાના ચૂર્ણની જેમ સાનુવૃત્તિ આગળ પણ જે દોષ ફરીથી અનુવૃત્તિ પામનારા છે એવી થાય છે. પુનરાવર્તન ન થાય એ રીતે નિરનુવૃત્તિદોષવિગમ પ્રત્યે તો ગુરુ-લાઘવાદિ ચિન્તા, દઢપ્રવૃત્તિ વગેરે હેતુ છે. આ બીજા અનુષ્ઠાનમાં એનો