________________
૪૮૧
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् । दोषहानिस्तमोभूम्ना नाद्याज्जन्मोचितं परे ।। २३ ।।
तृतीयमिति । शान्तवृत्त्या = कषायादिविकारनिरोधरूपया तत्त्वसंवेदनानुगं = जीवादितत्त्वसम्यक्परिज्ञानानुगतमदो = यमायेव तृतीयं = अनुबन्धशुद्धं कर्म । आद्याद् = विषयशुद्धानुष्ठानात् तमोभूम्नाऽऽत्मघातादिनिबन्धनाज्ञानबाहुल्येन दोषहानिः = मोक्षलाभबाधकपरिहाणिर्न भवति। यत आह"आद्यान्न दोषविगमस्तमोबाहुल्ययोगतः” (योगबिन्दु २१५) इति । परे पुनराचार्याः प्रचक्षत उचितं = दोषविगमानुकूलजात्यादि-कुलादिगुणयुक्तं जन्म ततो भवति । एकान्तनिरवद्ये मोक्षे स्वरूपतोऽतीवसावद्यस्य कर्मणस्तस्याहेतुत्वेऽपि मुक्तीच्छायाः कथञ्चित् सारूप्येण तद्धेतुत्वात् । तद्द्वारतया प्रकृतोपयोगादिति ह्यमीषा
જો એ વાસ્તવિક પ્રબળ હોય, તો કર્મોનો ક્ષયોપશમ થઈને યોગ્ય વિવેક પણ પ્રગટે જ, આવો અવિવેક ન સંભવે. માટે અહીં લેશ કહ્યું છે, છતાં આ લેશનો પણ પ્રભાવ જુઓ : અનુચિતતાના અને સાવદ્યતાના કારણે અનુષ્ઠાનમાં આવતી અશુદ્ધિને ઉલ્લંઘીને એ સરવાળે શુદ્ધિને લાવી મૂકે છે. ને તેથી અનુષ્ઠાન શુદ્ધ બને છે. અહીં એ ધ્યાન રાખવું કે ગુપાતાદિ કર્યા પછી જો સમાધિને જાળવી રાખે, તો જ એ વિષયશુદ્ધ અનુષ્ઠાન બને છે. જો મોતની વેદનાથી વિહ્વળ થઈ જાય, સંક્લેશમાં પડીને દુર્ગતિના રવાડે ચડી જાય તો પછી એ વિષયશુદ્ધ રહેતું નથી. જ્યારે વિષયશુદ્ધ અનુષ્ઠાન તો મુક્તિની સાધનાને અનુકૂળ જન્મ અપાવનાર હોવું આગળ કહેવાના છે. વળી વિહ્વળ થનારને તો એ ભૃગુપાતાદિનો પસ્તાવો પણ થવાનો, જે પસ્તાવો ગર્ભિત રીતે મોક્ષની ઇચ્છાના પસ્તાવામાં પરિણમવાથી શુભાશયલેશ પણ ટકવાનો નથી જ.
(૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન મોક્ષની ઇચ્છાથી જે યમ-નિયમાદિ સ્વરૂપ નિરવદ્ય અનુષ્ઠાન કરવામાં આવે છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. એટલે ભૌતિક ઇચ્છાથી થતા યમનિયમાદિનો આમાં સમાવેશ નથી. આ અનુષ્ઠાન નિરવઘ હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે. તેમ છતાં આમાં બોધની= વિવેકની વિકલતાના કારણે હિંસાદિ સાવદ્યનો સંપૂર્ણ ત્યાગ સંભવતો નથી. માટે આ અનુબંધ શુદ્ધ થઈ શકતું નથી. પ્રથમ ગુણઠાણે રહેલા પૂરણાદિ તાપસીના અહિંસાદિ યમ અને તપ-સ્વાધ્યાયાદિ નિયમ આમાં આવે છે. //રા (ત્રીજા શુદ્ધ અનુષ્ઠાનને જણાવે છે.)
ગાથાર્થ શાંતવૃત્તિથી તત્ત્વસંવેદન ગર્ભિત રીતે થતા આ યમનિયમાદિ ત્રીજું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. પહેલા વિષયશુદ્ધ અનુષ્ઠાનથી અંધકારબહુલતાના કારણે દોષહાનિ થતી નથી. બીજાઓ કહે છે કે એનાથી ઉચિત જન્મ મળે છે.
ટીકાર્થ : કષાયાદિવિકારોનો વિરોધ કરવો એ શાન્તવૃત્તિ છે. જીવાદિ તત્ત્વોનું સમ્યફ પરિજ્ઞાન એ તત્ત્વસંવેદન છે. શાન્તવૃત્તિથી તત્ત્વસંવેદન ગર્ભિત રીતે થતા આ યમનિયમાદિ જ ત્રીજું અનુબન્ધ શુદ્ધ કર્મ-અનુષ્ઠાન છે. પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનથી આત્મઘાતાદિના કારણભૂત ગાઢ અજ્ઞાનના કારણે દોષહાનિ=મોક્ષપ્રાપ્તિમાં બાધકદોષની પરિહાનિ થતી નથી. યોગબિન્દુ (૨૧૫)માં કહ્યું છે કે-અજ્ઞાનરૂપમોહરૂપ અંધકાર બહુલતાના કારણે પ્રથમ અનુષ્ઠાનથી દોષનિગમ થતો નથી. વળી બીજા આચાર્યો કહે છે-તે