________________
४७९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ विचिकित्सा, निश्चयादसिद्धेश्च । द्वितीये तु देश-काल-स्वभावविप्रकृष्टे धर्माधर्मादौ भवन्ती सा महाऽनर्थकारिणी। यदागमः- “वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लहति समाहिं” (आचारांग ५/५/१६१) । अतश्चित्तशुद्ध्यर्थं शास्त्रमेवादरणीयमिति भावः । यत उक्तं- “मलिनस्य यथाऽत्यन्तं जलं वस्त्रस्य शोधनम् ।
અન્તઃસ્રરત્નસ્થ તથા શાસ્ત્ર વિદુર્વઃ II” (ચોવિન્ ૨૨૨) || ૨૦ || विषयात्माऽनुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरम् । प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ।।२१।।
विषयेति । विषयेण = गोचरेण, आत्मना = स्वरूपेण, अनुबन्धेन तूत्तरत्रानुवृत्तिलक्षणेन (=विषयात्मानुबन्धैः) शुद्धं त्रिधा = त्रिविधं कर्म = अनुष्ठानम् । यथोत्तरं प्रधानं, यद्यत उत्तरं तत्तदपेक्षया
આદિમાં થતી તે વિચિકિત્સા મહાનું અનર્થ કરનારી હોય છે. આચારાંગ આગમ (૫-૫-૧૯૧)માં કહ્યું છે કેવિચિકિત્સા પામેલો આત્મા સમાધિને પામતો નથી. તેથી ચિત્તશુદ્ધિ માટે શાસ્ત્રનો જ આદર કરવો જોઈએ, એ ભાવ છે. કારણ કે કહ્યું છે કે- જેમ પાણી મલિનવસ્ત્રને અત્યંત શુદ્ધ કરે છે, એમ શાસ્ત્ર મલિન અંતઃકરણને શુદ્ધ કરે છે એવું પંડિતો જાણે છે. (યોગબિન્દુ-૨૨૯)
વિવેચન : ચિત્રમાં રૂપ-સુંદરતા છે કે નથી ? એ, ચિત્રકલામાં નિપુણ ચક્ષુષ્માન પુરુષ સહજતાથી જાણી શકે છે. અંધપુરુષનો તો એ વિષય જ હોતો નથી. જે દેખી શકે છે ને છતાં નિપુણ નથી, એને આ યથાર્થ નિર્ણય કરવો ઘણો મુશ્કેલ છે દુરધિગમ છે. આ વાત સ્પષ્ટ છે. એમ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનમોહનીય કર્મનો તેજ ક્ષયોપશમ ધરાવતા શ્રોતાને ગમે તેવી સૂક્ષ્મબુદ્ધિગમ્ય વાતો પણ સહજતાથી ગ્રાહ્ય બની જતી હોવાથી વિચિકિત્સા સંભવતી નથી. જે શ્રોતાનો આ ક્ષયોપશમ ઘણો મંદ છે, એને કશું સમજાતું જ ન હોવાથી એ સંભવતી નથી. પણ મધ્યમ ક્ષયોપશમવાળાને સ્થૂળ વાતો સમજાય છે. સૂક્ષ્મ વાતો અધકચરી સમજાય છે ને તેથી એમાં ચલચિત્તતા-સંદિગ્ધતા વગેરે સંભવે છે. અથવા જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પર્યાપ્ત હોવા છતાં દર્શનમોહનો ક્ષયોપશમ પર્યાપ્ત ન હોય તો બુદ્ધિથી સમજાવા છતાં દિલથી સ્વીકાર મુશ્કેલ બનતો હોય છે. “જીવો મોક્ષમાં જવાના ચાલુ ને ચાલુ રહેવા છતાં આ સંસાર ક્યારેય ખાલી નહીં થાય” આવી બધી વાતો માટે દિલમાં રહી રહીને શંકાનો કીડો સળવળ્યા કરવો અશક્ય નથી. એવે વખતે શાસ્ત્રવચનોનું ફરી ફરી પરિશીલન જ આ શંકાચલચિત્તતા વગેરે ડહોળામણને દૂર કરીને ચિત્તને શુદ્ધ કરી શકે છે. //રoll (હવે ૧૯મી ગાથામાં કહેલા ત્રિધા શુદ્ધ અનુષ્ઠાનની ગ્રન્થકાર વાત કરે છે.)
ગાથાર્થ : વિષય, આત્મા (=સ્વરૂપ) અને અનુબંધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ કર્મ અનુષ્ઠાન યથોત્તર પ્રધાન છે. એમાં મોક્ષ માટે પતનાદિ ક્રિયા પણ પ્રથમ (=વિષયશુદ્ધ) અનુષ્ઠાન છે.
ટીકાર્થ વિષય=ગોચર, આત્માસ્વરૂપ અને અનુબંધ=ઉત્તરોત્તર પરંપરા ચાલવી એ. આ ત્રણ પ્રકારે શુદ્ધ કર્મ અનુષ્ઠાન યથોત્તરપ્રધાન છે. એટલે કે જે જેની ઉત્તરમાં છે, તે તેની અપેક્ષાએ પ્રધાન છે. એમાં મુક્તિ માટેનું કર્મ એ પહેલું વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. એટલે કે “આનાથી મારો મોક્ષ થાઓ' આવી ઇચ્છાથી કરેલ