________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४७७ આસ્વાદ મળશે” એટલો લાભ જોઈને કીડી-મંકોડા ચાસણીને ચાટવા પ્રવૃત્ત થાય છે, પછી ચોંટીને મરી જવાનું નુકસાન પણ તે જોતા નથી. મૃત્યુ પર્યન્તના દીર્ઘકાળના લાભ-નુકસાનની અપેક્ષાએ વિવેક કરાવનાર બોધ દીર્ઘકાલિકીસંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞી જીવોને હોય છે. એટલે તત્કાળ મધુરસ્વાદ-સુધાશાન્તિનો લાભ હોવા છતાં અપથ્થભોજન- ઝેરી ભોજનને માનવી છોડી દે છે. પણ મૃત્યુ બાદની અવસ્થા.. પરલોકને પણ નજરમાં રાખીને લાભ-નુકસાનનો વિવેક કરવાનો હોય ત્યારે યથાર્થ શાસ્ત્ર સિવાય કોઈ આરો નથી. આ યથાર્થ શાસ્ત્ર એટલે જૈન આગમો.. એમાં સૌથી મહત્ત્વનું-વિસ્તૃત આગમ એટલે બારમું અંગ દૃષ્ટિવાદ છે. અલબતું, એના ઉપલક્ષણથી બધા જ શાસ્ત્રો લેવાનાં છે. તેથી, જેને શાસ્ત્રો ઉપાદેય તરીકે જણાવે એમાં જ પ્રવૃત્ત થવું અને જેને શાસ્ત્રો હેય તરીકે જણાવે એમાંથી નિવૃત્ત થવું. આવી સંજ્ઞા એ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવોને આ સંજ્ઞા હોય છે. આનો જ ટૂંકમાં અહીં શાસ્ત્રસજ્ઞા તરીકે ઉલ્લેખ થયો છે.
સમ્યવી જીવ શાસ્ત્રસંશી હોવાથી, ગુરુપૂજાદિ જે અનુષ્ઠાન કરે છે, તે શાસ્ત્રમુજબ જ કરે છે. પછી એ ભાવયોગરૂપ શા માટે ન બને ? અહીં આ ખ્યાલ રાખવો કે આ શાસ્ત્ર સંજ્ઞાની વાત પારલૌકિક કૃત્ય અંગે છે. આગળ ૨૦મી ગાથામાં કહેશે કે “એને આમુષ્મિકવિધિમાં શાસ્ત્ર પ્રમાણ હોય છે એટલે આલોક સંબંધી અર્થ-કામની પ્રવૃત્તિમાં તો એ મૈથુન-પરિગ્રહસંજ્ઞાથી પ્રવૃત્ત થવો અસંભવિત નથી. અલબતુ શાસ્ત્રસંજ્ઞા વિષયસેવનાદિમાં હેયત્વાદિ જણાવતી જ હોય છે. પણ અપ્રત્યાખ્યાનાવરણાદિ કક્ષાનો રાગ એ બોધને દબાવીને જીવને અર્થકામમાં પ્રવર્તાવે છે. એટલે કે એ પ્રવૃત્તિ મૈથુનાદિ સંજ્ઞાથી થયેલી હોય છે.
સમ્યફ પ્રત્યયવૃત્તિ : આત્મ, ગુરુ અને લિંગ (ચિહ્ન)ની શુદ્ધિ એ સમ્યફપ્રત્યય છે. આની વિશેષ વાત આગળ ૨૭મી ગાથામાં કરશે. આ સમ્યકંપ્રત્યયના પ્રભાવે છલકતા વિશ્વાસ સાથે વૃત્તિકપ્રવૃત્તિ થાય છે. અર્થાત્
આ અનુષ્ઠાન હું કરી શકીશ કે નહીં ?” એવો સંદેહ દૂર થાય છે ને અભ્રાન્ત વિશ્વાસ ખડો થાય છે કે “હું ચોક્કસ કરી શકીશ.” (આ સ્વકૃતિસાધ્યત્વજ્ઞાન છે.) એમ, “આ અનુષ્ઠાનથી મારું ઇષ્ટ થશે” આવો (ઇષ્ટસાધનત્વનો) તથા “આનાથી કોઈ મોટું નુકસાન નહીં થાય આવો (બળવદૂઅનિષ્ટઅનનુબંધિત્વનો) અભ્રાન્તવિશ્વાસ ઊભો થાય છે અને તેથી જીવ ઉલ્લાસપૂર્વક નિઃશંકપણે પ્રવૃત્તિ કરે છે.
ત્રિધાશુદ્ધ અનુષ્ઠાન- વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનની વાત આગળ કરશે.
આમ સમ્યગ્દષ્ટિજીવને પારલૌકિક અનુષ્ઠાન શાસ્ત્રાનુસારી હોય છે, ત્રિધાશુદ્ધ હોય છે અને સમ્યપ્રત્યયપૂર્વક હોવાથી છલકતા વિશ્વાસવાળું હોય છે. એટલે એ અનુષ્ઠાન ઠેઠ મોક્ષ સુધી પહોંચાડનારું બનતું હોવાના કારણે
5. એટલે શબ્દશઃ વિવેચનકારે ભાવાર્થમાં પૃ. ૭૭ પર પરંતુ સંસારની અર્થ-કામની પણ જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે પણ શાસ્ત્રવચનના સ્મરણથી કરે છે. સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રસંજ્ઞાને છોડીને અન્ય સંજ્ઞાવાળા નહીં હોવાના કારણે અન્ય સંજ્ઞાથી કોઈપણ પદાર્થમાં પ્રવૃત્તિ કરતા નથી. વગેરે જે લખ્યું છે તે ગલત જાણવું.. શ્રેણિક રાજાએ દુર્ગધા નારી અંગેની પ્રવૃત્તિ શું શાસ્ત્રવચનને અનુસરીને કરી છે ? સત્યકી વિદ્યાધરની પરસ્ત્રીઓ સાથેની ભોગપ્રવૃત્તિ પણ શાસ્ત્રવચનને અનુસરીને હશે, નહીં ? અહો પાંડિત્યમ્ !