________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४७५ પણ ગ્રન્થકારે પ્રસ્તુત બત્રીશીની ૧૬મી ગાથામાં ભિન્નગ્રન્થિને ભાવથી યોગ જે કહ્યો છે, એ નિશ્ચયનયને અનુસરીને જાણવો. કારણ કે એ તો અલ્પ હાજરીની પણ નોંધ લેનારો છે. યોગબિન્દુની ૨૦૯મી ગાથાના પૂર્વાર્ધમાં જે જણાવ્યું છે કે અને આ યોગનો હેતુ હોવાથી યોગ છે એની વ્યાખ્યામાં એના વ્યાખ્યાકારે આ નિશ્ચયનયના અભિપ્રાયને જ નજરમાં રાખ્યો છે, અને તàતત્યુનઃ શુદ્ધ મનુષ્ઠાનં યોહેતુત્વાકાંક્ષાંયો વિરત્વિાક્યો વર્તતે... (વળી આ શુદ્ધ અનુષ્ઠાન યોગનો હેતુ હોવાથી મોક્ષના યોગનું મોક્ષના સંયોગનું કારણ હોવાથી યોગરૂપ છે) એ રીતે વ્યાખ્યા કરીને સમ્યક્તીના શુશ્રુષાદિ શુદ્ધ અનુષ્ઠાનને ભાવથી યોગરૂપે જણાવ્યા છે.
તેમ છતાં, યોગબિન્દુની એ ગાથાના ઉત્તરાર્ધમાં આ અનુષ્ઠાનનો સમવતાર મુખ્ય પૂર્વસેવામાં જણાવ્યો હોવાથી ગ્રન્થકારે અહીં બત્રીશીમાં એ ગાથાને ઉદ્ધરણ તરીકે જે આપી છે તેમાં એને યોગની પૂર્વસેવા તરીકે જ જણાવ્યો છે. આ અર્થ લેવા માટે પૂર્વાર્ધમાં જે થોડા હેતુત્વાઘોડા જણાવેલ છે એની વ્યાખ્યા આવી જાણવી કે એ શુશ્રુષાદિ અનુષ્ઠાન યોગના કારણભૂત હોવાથી (કારણમાં કાર્યનો ઉપચાર કરીને) યોગરૂપ જાણવાં. પૂર્વસેવા પણ યોગનું કારણ જ છે. એટલે આ વ્યાખ્યાનુસારે આ શુશ્રુષણાદિ પણ મુખ્ય પૂર્વસેવારૂપ જ છે.
શંકાઃ અપુનર્બન્ધકના અનુષ્ઠાન પણ યોગની પૂર્વસેવારૂપ છે ને અવિરત સમ્પર્વના પણ યોગની પૂર્વસેવારૂપ જ છે.. તો બંને સરખા થઈ જશે.
સમાધાનઃ શ્રીઅનુયોગદ્વાર વગેરે ગ્રન્થોમાં નૈગમનયના નિરૂપણમાં પ્રસ્થનું દૃષ્ટાન્ત આવે છે. એમાં, પ્રસ્થક બનાવવાનું કાષ્ઠ લેવા વનમાં જઈ રહ્યો હોય ને ત્યારે કોઈ એને પૂછે કે “શું લેવા જાય છે ?” તો એ જવાબ આપે છે કે “હું પ્રસ્થક લેવા જઈ રહ્યો છું.” પછી લાકડું છેદતી વખતે, છોલતી વખતે, કોરતી વખતે.... વગેરે દરેક ક્રિયામાં પ્રશ્ન પુછાય ત્યારે “પ્રસ્થક છેદું ', “પ્રસ્થક છોલું ”. “પ્રસ્થક કોરું છું. આમ બધી અવસ્થામાં એ પ્રસ્થક તરીકે નૈગમનયને માન્ય છે. એમ છેલ્લે પ્રસ્થક તૈયાર થઈ ગયા પછી એના પર પ્રસ્થક એવા અક્ષરો કોતરવામાં આવી જાય એટલે એ પણ નૈગમને પ્રસ્થક તરીકે માન્ય છે. શ્રી અનુયોગદ્વારમાં આ જણાવ્યા પછી એમ જણાવ્યું છે કે આમાં છેલ્લે જે પ્રસ્થક જણાવ્યો, એમાં નૈગમનયની શુદ્ધિનો પ્રકર્ષ છે. કારણ કે એ પ્રસ્થક માપવાની પ્રક્રિયાને સૌથી નજીક છે. તે પછી જેમ જમ પૂર્વ-પૂર્વની અવસ્થાનો પ્રસ્થક લઈએ તેમ તેમ નૈગમની શુદ્ધિ ઘટતી જાય છે, અશુદ્ધિ વધતી જાય છે, કારણ કે દૂર-દૂરતરની અવસ્થાઓ છે.
“આ રીતે નૈગમનયને અપુનર્બન્ધકના અનુષ્ઠાન પણ યોગની મુખ્ય પૂર્વસેવારૂપે માન્ય છે અને સમ્યત્વના પણ મુખ્ય પૂર્વસેવારૂપે માન્ય છે. છતાં સમ્યક્તીના એ ભાવયોગની સૌથી નજીકના હોવાથી એમાં નૈગમનની શુદ્ધિનો પ્રકર્ષ પરાકાષ્ઠાએ પહોંચેલો હોય છે. આ પરાકાષ્ઠાની અપેક્ષાએ સમ્યક્તી જીવને અપુનર્બન્ધક જીવ કરતાં ચઢિયાતો કહેલો સ્પષ્ટ પ્રતીત થાય છે.
4. એટલે શબ્દશઃ વિવેચનકારે ભાવાર્થમાં પૃ. કર પર અને અપુનર્બન્ધકજીવને મુખ્ય પૂર્વસેવા નથી અને અવિરતસમ્યગ્દષ્ટિની મુખ્ય પૂર્વસેવા છે તેમ બતાવ્યું. આવું જ કહ્યું છે તે ગલત જાણવું, કારણ કે નૈગમને નજીકની જેમ દૂરતરની અવસ્થા પણ પ્રસ્થક તરીકે જ માન્ય છે, અપ્રસ્થક તરીકે નહીં, એમ પ્રસ્તુતમાં અપુનર્બન્ધકની પણ મુખ્ય પૂર્વસેવા જ એને માન્ય છે. વળી સમ્યક્તીમાં ચઢિયાતાપણું જે કહ્યું છે, તે પણ આ જ સૂચવે છે કે બંનેની મુખ્ય પૂર્વસેવા છે, પણ સમ્યક્તીની ચઢિયાતી છે.. જો અપુનર્બન્ધકની અમુખ્ય માન્ય હોત તો, સમ્યવીમાં વૈલક્ષણ્ય કહેત, અતિશાયિત્વ નહીં.