________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४७३ શંકા : ક્રિયાને પણ મોક્ષના કારણ તરીકે કહી છે. ક્રિયા વિનાનો ભાવ પાંગળો હોવાથી અકિંચિત્કર બની જશે.
સમાધાનઃ તમારી વાત બરાબર છે. પણ આ ભિન્નગ્રન્થિ જીવને ક્રિયા હોતી નથી એવું તમને કોણે કહ્યું? એને પણ શુદ્ધ શ્રદ્ધાનુસારિણી શુશ્રુષાદિ ક્રિયા હોય જ છે. આમાં “જિનવચનો પ્રમાણભૂત છે” એવી પ્રતીતિ એ શુદ્ધ શ્રદ્ધા છે. અને એ પ્રમાણભૂત ભાસે એટલે એ સાંભળવાનું મનઃશુશ્રુષાદિ પ્રવર્તે જ. આ શુદ્ધ શ્રદ્ધાનુસારિણી શુશ્રુષાદિ છે.
શંકા : અહીં શુદ્ધ પદ છે કે શુદ્ધા ? જો શુદ્ધ પદ હોય તો એ સમાસમાં પ્રવિષ્ટ થઈ જવાથી શ્રદ્ધાનું વિશેષણ બનવાના કારણે શુદ્ધ શ્રદ્ધા એવો અર્થ મળશે અને શુદ્ધા પદ હોય તો એ સમાસગત ન રહેવાથી ક્રિયાનું વિશેષણ બનવાના કારણે શુદ્ધ ક્રિયા એવો અર્થ મળશે.
સમાધાનઃ બત્રીશીની મૂળગાથામાં શુદ્ધા પદ છે. એટલે, “આ સમ્યક્તી જીવને શ્રદ્ધાનુસારિણી શુશ્રુષાદિ શુદ્ધક્રિયા પણ હોય છે આવો અર્થ મળે છે. યોગબિન્દુના અધિકારમાં પણ શુદ્ધ અનુષ્ઠાન હોય છે એવો અભિપ્રાય ધ્વનિત થાય છે જ. પણ બત્રીશીની ટીકામાં શુદ્ધશ્રદ્ધાનુસારિણી એમ પાઠ હોવાથી “શુદ્ધ” પદ છે, “શુદ્ધા' નહીં. વળી એના વિવરણ તરીકે પણ શુદ્ધ અને શ્રદ્ધાનુસારિણી એમ બે પદનું અલગ-અલગ વિવરણ નથી કર્યું પણ એક જ અખંડ નિનવનઝામપ્રતિજ્યનુIfમની કર્યું છે. એટલે ત્યાં શુદ્ધ ને અશુદ્ધ સમજી શુદ્ધા ને શુદ્ધ પાઠ તરીકે સમજી શકાતો નથી. એટલે એને અનુસારે આવો અર્થ મળશે કે એને શુદ્ધશ્રદ્ધાનુસારિણી શુશ્રુષાદિ ક્રિયા પણ હોય છે. બન્ને પાઠમાં બહુ અર્થભેદ નથી.
(૧) પુરુષને તીવ્ર વિષય-કષાયમાં તાણી જવો એ પ્રકૃતિની પુરુષનો અભિભવ કરવારૂપ પ્રવૃત્તિ છે. એ અટકી જવું એ પ્રકૃતિની અપ્રવૃત્તિ છે. તથા પુરુષ વિષય-કષાયથી પરાંમુખ થવા માંડે એ પ્રકૃતિની વિરોધી પ્રવૃત્તિ છે. ભવ અને ભવવિયોગ સંબંધી પરિશુદ્ધ ઊહાપોહ આ અપ્રવૃત્તિ અને વિરોધી પ્રવૃત્તિ દ્વારા સમ્યગુઅનુષ્ઠાનનું અવંધ્ય કારણ છે. એટલે એ ઊહાપોહ જ સમ્યક્રક્રિયાને ખેંચી લાવે છે.
યોગબિન્દુની બીજી (૨૦૭મી) ત્રીજી (૨૦૮મી) ગાથાનો ભાવ આ છે પ્રકૃતિના અપ્રવૃત્તિ અને આદિ શબ્દથી વિરોધી પ્રવૃત્તિરૂપ ધર્મ જ્યાં સુધી પ્રવર્તતા નથી, ત્યાં સુધી નિર્મળ મન સ્વરૂપ ઊહાપોહ સંભવતો નથી. વળી આ ઊહાપોહ ઝળહળતા રત્ન સમાન છે. એની હાજરીમાં વિર્ય પ્રબળ બને છે. આ વિર્ય એટલે સદ્વર્ય. કારણ કે અસદુદ્દીર્ય તો પ્રકૃતિનો અધિકાર હતો ત્યારે પણ પ્રબળ હતું જ. સદ્વર્યની પ્રબળતા હોવાથી ક્ષુદ્રતાદિ દોષો માથું ઊંચકી શકતા ન હોવાના કારણે શુભભાવની સ્થિરતા થાય છે. શુભભાવ સ્થિર છે એટલે શુદ્ધ અનુષ્ઠાન પણ હંમેશાં પ્રવર્તે છે.
3. એટલે શબ્દશઃ વિવેચનકારે શ્લોકાર્યમાં આની=સમ્યગ્દષ્ટિની શ્રદ્ધાનુસારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ છે આવું જે જણાવ્યું છે તે ને પછી શુશ્રુષાવિઢિયાગરિ અહીં પ થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિનો નિજ આશય તો શુદ્ધ છે, પરંતુ શુશ્રષાદિ ક્રિયા પણ શુદ્ધ છે. આવું જે જણાવ્યું છે એ બંને ગલત જાણવું. કારણ કે એની ક્રિયા શદ્ધ છે કે અશુદ્ધ છે ? એ વિચારવાનો પ્રસ્તાવ જ નથી. અહીં તો ક્રિયા વગરનો ભાવ શું કામનો ? એવી શંકાને નિર્મળ કરવા માટે “એને (ભાવ તો ખરો જ) શુદ્ધક્રિયા પણ હોય છે એવું જણાવવાનો પ્રસ્તાવ છે.
૧૬