________________
૪૭૮
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २०
शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ । સેવ્ય દ્વિચિત્સિાયાઃ સમાયેઃ પ્રતિજ્ઞતા || ૨૦।।
शास्त्रमिति । आसन्नभव्यस्य = अदूरवर्तिमोक्षलाभस्य प्राणिन आमुष्मिके विधौ = पारलौकिके कर्मणि शास्त्रं मानम् धर्माधर्मयोरतीन्द्रियत्वेन तदुपायत्वबोधने प्रमाणान्तरासामर्थ्यात् । अतः सेव्यं = सर्वत्र प्रवृत्तौ पुरस्करणीयं, न तु क्वचिदप्यंशेऽनादरणीयम् । यद् = यस्मात् विचिकित्सायाः = युक्त्या समुपपन्नेऽपि मतिव्यामोहोत्पन्नचित्तविप्लुतिरूपायाः समाधेः = चित्तस्वास्थ्यरूपस्य ज्ञान-दर्शन- चारित्रात्मकस्य वा प्रतिकूलता विरोधिताऽस्ति ।
=
अर्थो हि त्रिविधः सुखाधिगमो दुरधिगमोऽनधिगमश्चेति श्रोतारं प्रति भिद्यते । चक्षुष्मतश्चित्रकर्मनिपुणस्य रूपसिद्धिः । द्वितीयः सैवानिपुणस्य । तृतीयस्त्वन्धस्येति । तत्र प्रथम-चरमयोर्नास्त्येव
૫રમાર્થથી યોગરૂપ બને છે, માત્ર કલ્પના=આભાસથી નહીં. ।।૧૯।। (સમ્યગ્દષ્ટિજીવ શાસ્ત્રસંશી કેમ હોય છે? એ સમજાવે છે-)
ગાથાર્થ : આસન્નભવ્યજીવને પરલોકસંબંધી વિધિમાં શાસ્ત્ર પ્રમાણભૂત હોય છે, માટે એ સેવ્ય છે, કારણ કે વિચિકિત્સા સમાધિને પ્રતિકૂળ છે.
ટીકાર્થ : જેને મોક્ષપ્રાપ્તિ દૂર નથી એવા આસન્નભવ્યજીવને પરલોકસંબંધી (તથા મોક્ષસંબંધી) વિધિમાંઅનુષ્ઠાનમાં શાસ્ત્ર પ્રમાણ હોય છે, કારણ કે ધર્મ-અધર્મ અતીન્દ્રિય હોવાથી તેના ઉપાયને જણાવવામાં બીજું કોઈ પ્રમાણ સમર્થ નથી. તેથી (પરલોક સંબંધી) બધી પ્રવૃત્તિમાં શાસ્ત્ર સેવ્ય=પુરસ્કરણીય=આગળ કરવા યોગ્ય છે, એ પ્રવૃત્તિના કોઈપણ અંશમાં એનો અનાદર કરવો યોગ્ય નથી. કારણ કે યુક્તિથી સંગત બાબતમાં પણ મતિવ્યામોહના કારણે થતી ચિત્તવિપ્લુતિરૂપ વિચિકિત્સા ચિત્તસ્વાસ્થ્યરૂપ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સમાધિને પ્રતિકૂળ=વિરોધી છે.
વિવેચન : ધર્મ અને અધર્મ (એટલે પુણ્ય અને પાપ કે આત્માનું હિત અને અહિત) અતીન્દ્રિય હોવા સ્પષ્ટ છે. એટલે એ શાનાથી થાય - ન થાય વગેરે જાણવા માટે આપ્તવચનરૂપ આગમ જ પ્રમાણભૂત રહે છે. અને એટલે જ પારલૌકિક પ્રયોજનથી કરાતી કોઈપણ પ્રવૃત્તિમાં.. એના કોઈપણ અંશમાં આગમને અવગણવું ન જોઈએ. કારણ કે યુક્તિસંગત અર્થમાં પણ મતિવ્યામોહના કારણે ચિત્ત ડામાડોળ થાય છે. એની આ ડામાડોલતારૂપ વિચિકિત્સા ચિત્તસ્વાસ્થ્યની વિરોધી હોવી સ્પષ્ટ જ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની બધી સાધના છેવટે શાસ્ત્રને આધીન છે, અતીન્દ્રિય છે, એટલે ચિત્ત જ જો એ અંગે શંકાશીલ બની જાય, તો એ સાધનામાં પ્રશ્નો ઊભા થાય જ. તેથી વિચિકિત્સા ચિત્તસ્વાસ્થ્યસ્વરૂપ કે જ્ઞાનાદિત્રણસ્વરૂપ સમાધિની વિરોધી છે.
ટીકાર્થ : શ્રોતાભેદે અર્થ સુખાધિગમ, દુરધિગમ અને અનધિગમ એમ ત્રણ ભેદવાળો થાય છે. જેમ કે ચક્ષુવાળા, ચિત્રકર્મમાં નિપુણ પુરુષને રૂપસિદ્ધિ આદ્યસુખાધિગમ છે. તે જ અર્થ ચક્ષુવાળા અનિપુણપુરુષને બીજો—દુરધિગમ છે. તથા તે જ અર્થ અંધપુરુષને અનધિગમ છે. આમાં પ્રથમને નિશ્ચય હોવાથી વિચિકિત્સા નથી, ચરમને અસિદ્ધિ હોવાથી વિચિકિત્સા નથી. બીજા પુરુષને દેશ-કાળ-સ્વભાવથી વિપ્રકૃષ્ટ ધર્મ-અધર્મ