________________
४७६
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - १९ एतन्निश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः ।। त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ।।१९।।
एतदिति । एतद् = यदुक्तं भिन्नग्रन्थेरेव भावतो योग इति निश्चयवृत्त्यैव = परमार्थवृत्त्यैव, न तु कल्पनया, यद् = यस्माच्छास्त्रेणैव संज्ञी तद्विना त्वसंज्ञिवत् क्वाप्यर्थेऽप्रवर्तमानो यस्तस्य (=शास्त्रसंज्ञिनः) त्रिधा = वक्ष्यमाणैस्त्रिभिः प्रकारैः शुद्धाद् = निरवद्यादनुष्ठानाद् = आचारात् सम्यक्प्रत्ययेन = आत्म-गुरुलिङ्गशुद्ध्या स्वकृतिसाध्यताद्यभ्रान्तविश्वासेन वृत्तिः = प्रवृत्तिस्ततः (=सम्यक्प्रत्ययवृत्तितः) भवतीति ।।१९।।
એટલે ટૂંકમાં, નિશ્ચયનયે અપુનર્બન્ધકને મુખ્ય પૂર્વસેવા, અવિરતસમ્યક્તીથી ભાવયોગ. વ્યવહારનયે અપુનર્બન્ધકને મુખ્ય પૂર્વસેવા, અવિરત સમ્યક્તીને ચઢિયાતી મુખ્ય પૂર્વસેવા અને દેશવિરતથી ભાવયોગ. યોગશતક વગેરેમાં વ્યવહારનયની અપેક્ષાએ નિરૂપણ છે અને પ્રસ્તુત બત્રીશીની ૧૬મી ગાથામાં નિશ્ચયનયની અપેક્ષાએ નિરૂપણ છે. માટે કોઈ વિરોધ છે નહીં એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. આમાં સર્વત્ર મુખ્ય પૂર્વસેવા જ દ્રવ્યયોગરૂપે પણ કહી શકાય છે. ll૧૮
ગાથાર્થ: આ વાત નિશ્ચયવૃત્તિથી જ જાણવી, કારણ કે શાસ્ત્રસંજ્ઞાવાળા જીવને સમ્યફપ્રત્યયપૂર્વક પ્રવૃત્તિ કરવાથી થયેલા ત્રિધા શુદ્ધ અનુષ્ઠાનથી યોગ થાય છે.
ટીકાર્ય : આ જે કહ્યું કે “ભિન્નગ્રન્થિ જીવને જ ભાવથી યોગ હોય છે તે નિશ્ચયવૃત્તિથી= પરમાર્થવૃત્તિથી=વાસ્તવિકતારૂપે કહ્યું છે, નહીં કે માત્ર કલ્પનાથી, કારણ કે શાસ્ત્રસંજ્ઞી જીવના સમ્યફપ્રત્યય પ્રવૃત્તિથી થતાં ત્રિધા શુદ્ધ અનુષ્ઠાનથી યોગ થતો હોય છે. જે શાસ્ત્રથી જ સંજ્ઞી છે, એ વિના તો અસંજ્ઞીની જેમ કોઈપણ પ્રવૃત્તિ કરતો નથી, તે જીવ શાસ્ત્રસજ્ઞી છે. આવો જીવ સમ્યકપ્રત્યયપૂર્વક=આત્મા, ગુરુ અને લિંગની શુદ્ધિપૂર્વક વૃત્તિ “આ અનુષ્ઠાન મારે કૃતિસાધ્ય છે” વગેરે રૂપ અભ્રાન્ત વિશ્વાસસહિતની પ્રવૃત્તિ કરનારો હોય છે. એટલે એ આવી પ્રવૃત્તિરૂપ જે આગળ કહેવાનાર ત્રણ પ્રકારોએ શુદ્ધ=નિરવદ્ય અનુષ્ઠાન કરે છે, તેનાથી એને યોગ થાય છે.
વિવેચનઃ અન્યત્ર ગ્રન્થોમાં વાસ્તવિક યોગ વિરતિની હાજરીમાં કહ્યો છે, અને અવિરતસમ્યક્વીને કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપચારથી યોગ કહ્યો છે. એટલે પ્રસ્તુતમાં પણ એ જીવને જે યોગ કહ્યો છે તે ઉપચારથી યોગ હોય. ભાવથી યોગ હોવાનું કથન તો માત્ર એક કલ્પના હોય. આવી શંકાને નિર્મૂળ કરવા માટે ગ્રન્થકારે પ્રસ્તુત ગાથા રચી છે. એમાં આશય એ છે કે ભાવયોગને સંપન્ન થવા માટે જે ત્રણ શરતો આવશ્યક છે, એ ત્રણે અવિરતસમ્યક્તીમાં સંભવિત છે. એટલે એનું અનુષ્ઠાન ભાવયોગ બનવું અશક્ય નથી જ કે જેથી એનું ભાવયોગ તરીકેનું કથન માત્ર સ્વકલ્પનાની પેદાશરૂપ બની રહે. અર્થાત્ એનું અનુષ્ઠાન વાસ્તવિક રીતે જ ભાવથી યોગરૂપ છે. એને પરમાર્થથી ભાવયોગરૂપ બનાવનાર પાયાની ત્રણ શરતો નીચે મુજબ છે
શાસ્ત્રસંશા: “આ ઉપાદેય લાભકર્તા છે. આવો નિશ્ચય થાય તો જીવ પ્રવૃત્તિ કરે છે. “આ હેય=નુકસાનકર્તા છે આવો નિશ્ચય થાય તો જીવ નિવૃત્તિ કરે છે–અટકી જાય છે. વળી આ હેય-ઉપાદેયનો વિવેક પણ અનેક જુદી જુદી રીતે થાય છે. માત્ર તત્કાળ વર્તમાનના લાભ-નુકસાનની અપેક્ષાએ વિવેક કરાવનાર બોધ હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. આ વિકલેન્દ્રિય-અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોને હોય છે. એટલે તત્કાળ “મધુર