________________
४७४
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - १८ 'चारु चैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठानभाक् स यत् ।। प्रकृतेरा यतश्चैव नाप्रवृत्त्यादिधर्मताम् । तथा विहाय घटत ऊहोऽस्य विमलं मनः ।। सति चास्मिन् स्फुरद्रत्नकल्पे सत्त्वोल्बणत्वतः । भावस्तैमित्यतः शुद्धमनुष्ठानं सदैव हि ।।' (योगबिन्दु २०६-७-८) । ननु सम्यग्दृष्टिपर्यन्तमन्यत्र द्रव्ययोग एवोच्यत इति कथमत्र भावतोऽयमुक्त इति चेत्? चारित्रप्रतिपन्थिनामनन्तानुबन्धिनामपगमे तद्गुणप्रादुर्भावनियम इति निश्चयाश्रयणात् । अल्पतदविवक्षापरेण व्यवहारेण त्वत्रायं नेष्यत एव ।
___ "एतच्च योगहेतुत्वाद्योग इत्युचितं वचः । मुख्यायां पूर्वसेवायामवतारोऽस्य केवलम् ।।” (योगबिन्दु २०९) इत्यनेनापुनर्बन्धकातिशयाभिधानं तु सम्यग्दृशो नैगमनयशुद्धिप्रकर्षकाष्ठापेक्षमिति न कश्चिद्विरोध इति विभावनीयं सुधीभिः ।। १८।।
ટીકાર્થ: શંકાઃ અન્ય ગ્રન્થમાં સમ્યગ્દષ્ટિ સુધી દ્રવ્યયોગ જ કહ્યો છે, તો અહીં ભાવથી યોગ શા માટે કહો છો ? સમાધાનઃ “ચારિત્રના વિરોધી અનન્તાનુબંધી કષાયો દૂર થવા પર ગુણ પ્રગટ થવાનો નિયમ છે” એવા નિશ્ચયનો આશ્રય કરીને ભાવથી યોગ કહ્યો છે. અલ્પ ગુણની અવિવક્ષા કરવામાં તત્પર વ્યવહારથી તો એ અહીં=સમ્યક્તીમાં મનાતો નથી જ. આ અનુષ્ઠાન યોગનો હેતું હોવાથી યોગ છે એવું વચન ઉચિત=સંગત છે. માત્ર, મુખ્ય પૂર્વસેવામાં આનો અવતાર જાણવો. યોગબિન્દુ (૨૦૯)ના આ કથન દ્વારા સમ્યગ્દષ્ટિને અપુનર્બન્ધક કરતાં અતિશયિત જે કહ્યો છે, તે નૈગમનયશુદ્ધિના પ્રકર્ષની ઉત્કૃષ્ટતાને નજરમાં રાખીને કહ્યો છે, તેથી કોઈ વિરોધ નથી એ બુદ્ધિમાનોએ ઊંડાણથી વિચારવું.
વિવેચન : (૧) શંકા : યોગશતક, યોગવિંશિકા, યોગબિન્દુ, જ્ઞાનસાર વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મ વગેરે યોગોનો પ્રારંભ દેશવિરતિગુણઠાણેથી કહ્યો છે. એટલે સ્પષ્ટ છે કે ચોથે અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણઠાણે ભાવયોગ ન હોય, દ્રવ્યયોગ જ હોય. જ્યારે તમે તો એને પણ ભાવયોગ કહો છો. તો વિરોધ નહીં થાય ?
સમાધાન : મોહનીય કર્મની ૨૮ ઉત્તરપ્રકૃતિઓમાંથી સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય. આ ત્રણ દર્શનમોહનીય છે. બાકીની ૨૫ પ્રકૃતિઓ ચારિત્રમોહનીય છે. એટલે કે ચારિત્રનો ઘાત કરનારી છે. એટલે અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓ પણ ચારિત્રમોહનીય હોવાથી ચારિત્રની વિરોધી છે. ચોથે ગુણઠાણે આ ચારનો ઉદય હોતો નથી. તો એના ઉદયથી ઘાત પામનાર ચારિત્રગુણ પ્રગટ થવો જ જોઈએ. એમ નિશ્ચયનય કહે છે. આ પ્રગટેલા ચારિત્રગુણને નજરમાં લઈને અહીં એ સમ્યગ્દષ્ટિને ભાવયોગ કહ્યો છે એ જાણવું.
પણ વ્યવહારનય અલ્પની વિવફા કરતો નથી. (એટલે કે અલ્પનો અભાવ તરીકે વ્યવહાર કરે છે.) જેમ કે જેની પાસે માત્ર પાંચ-પચ્ચીસ રૂપિયા જ છે એવા માણસને એ ધનવાનું ન કહેતાં નિર્ધન જ કહે છે. જ્યારે નિશ્ચયનય તો “જેની પાસે ધન હોય એ ધનવાનું’ આ વ્યુત્પત્તિને નજરમાં રાખીને એનો ધનવાન તરીકે ઉલ્લેખ કરે જ છે, કારણકે છેવટે પાંચ-પચ્ચીસ રૂપિયા પણ ધન તો છે જ. વ્યવહારનય, ચારિત્ર અને યોગ અંગે પણ આ જ રીતે વ્યવહાર કરે છે. ઉદયમાંથી માત્ર અનંતાનુબંધી કષાયો ખસ્યા છે. પણ અપ્રત્યાખ્યાનાવરણીય વગેરે ખસ્યા નથી, તો જે ચારિત્રગુણ પ્રગટ થયો છે અને ભાવથી યોગ પ્રગટ્યો છે, એ અતિઅલ્પ હોવાથી વ્યવહારનય એની વિવક્ષા કરતો નથી. અને તેથી ભાવયોગનો નિષેધ કરી માત્ર દ્રવ્યયોગ ત્યાં સ્વીકારે છે.