________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
'द्वितीयाद् दोषविगमो न त्वेकान्तानुबन्धवान् । ગુરુત્તાધવચિન્તાવિ ન યત્તત્ર નિયોગતઃ ।।”(યોવિન્દુ ૨૧૭) ।।૨૪।। कुराजवप्रप्रायं तन्निर्विवेकमदः स्मृतम् ।
४८३
तृतीयात्सानुबन्धा सा गुरुलाघवचिन्तया ।। २५ ।।
कुराजेति । तत् = तस्मात्सानुवृत्तिदोषविगमाददः = द्वितीयमनुष्ठानं निर्विवेकं = विवेकरहितं कुराजवप्रप्रायं = कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं (स्मृतम्) । तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति અભાવ હોવાથી દોષવિગમ સાનુવૃત્તિ જ હોય છે, એવો ભાવ છે. યોગબિન્દુ (૨૧૭)માં કહ્યું છે-બીજા સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દોષનો વિગમ એકાન્તે અનુબંધવાળો જ હોય એવો હોતો નથી. કારણકે એમાં ગુરુલાઘવ ચિંતા વગેરે હેતુ અવશ્ય હોતા નથી.
વિવેચન : સદશ હોય એ સદશકાર્યનું કારણ બને. મોક્ષ સર્વથા નિવદ્ય છે, જીવસ્વભાવસ્થ હોવાથી સર્વથા અનૌચિત્યના પરિહારમય છે તથા વીતરાગતા-કેવલજ્ઞાનમય છે, જ્યારે ભૃગુપાતાદિ અત્યંત સાવદ્ય છે, અત્યંત અનુચિત છે અને મોહ તથા અજ્ઞાનના ગાઢ અંધકારથી છવાયેલું છે. આમ પ્રથમ અનુષ્ઠાન મુક્તિથી અત્યંત વિસદેશ હોવાથી એનું લેશતઃ પણ કારણ બનતું નથી. આ બધી વાત પૂર્વે વિચારી લીધી હોવાથી એ અંશની ટીકા ક૨વામાં આવી નથી. (૧) મોક્ષ નિરવદ્ય છે. સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન પણ સ્થૂળ વ્યવહારે નિરવદ્ય છે. વળી એમાં મોક્ષની ઇચ્છા પણ ભળેલી તો છે જ. માટે એ અનુષ્ઠાન મોક્ષનું સાદશ્ય ધરાવનાર હોવાથી મોક્ષબાધક દોષોનો વિગમ કરવાનું કારણ બની શકે છે. તેમ છતાં એ દોષવિગમ દેડકાના ચૂર્ણ જેવો હોય છે. આશય એ છે કે દેડકાના શ૨ી૨નું ચૂર્ણ થઈ જવું એ એનો નાશ હોવા છતાં કાળાન્તરે માટી-પાણી વગેરેનો યોગ મળતાં જેમ એમાંથી નવો દેડકો ઉત્પન્ન થાય છે, એમ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી થયેલા દોષવિગમમાં દોષ નિમિત્ત મળતાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. આ ફરીથી થવું એ અનુવૃત્તિ કહેવાય છે. એટલે આ દોષવિગમ અનુવૃત્તિસહિતનો હોવાથી સાનુવૃત્તિ છે.
નાશ થયા પછી દોષ ફરીથી ઊભો ન થાય એ રીતે થતો દોષવિગમ નિરનુવૃત્તિદોષવિગમ છે. એ માટે ‘આમાં લાભ વધારે છે, નુક્શાન ઓછું છે' વગેરે ગુરુલાઘવાદિચિન્તા, દઢતાપૂર્વકની પ્રવૃત્તિ વગેરે જરૂરી હોય છે. તત્ત્વસંવેદન જ્ઞાનવાળાને ગુરુલાઘવાદિચિન્તા વગેરે સંભવતી હોવાથી નિરનુવૃત્તિદોષ વિગમ થાય છે. એટલે કે હવે તે તે બાધક દોષ અસ્તિત્વમાં આવી શકતા નથી. અને તેથી ઉત્તરકાળમાં પણ અનુષ્ઠાન થયા કરે છે. માટે આને અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કહે છે. ૨૪॥ (સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અંગે વિશેષતા જણાવે છે-)
ગાથાર્થ : તેથી આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વિવેક વિનાનું હોવાથી દુષ્ટ રાજાવાળા નગરના કિલ્લા જેવું કહેવાયેલું છે. ત્રીજા અનુષ્ઠાનથી ગુરુલાઘવ ચિન્તાના કારણે દોષહાનિ સાનુબંધા થાય છે.
ટીકાર્થ : તેથી—દોષવિગમ સાનુવૃત્તિ હોવાથી આ બીજું અનુષ્ઠાન વિવેકરહિતનું છે અને એટલે કુત્સિતરાજાથી અધિષ્ઠિત નગરના કિલ્લાતુલ્ય છે, કારણ કે એ નગરમાં જેમ લૂંટારાઓનો ઉપદ્રવ દુર્નિવાર હોય છે એમ અહીં બીજા અનુષ્ઠાનમાં અજ્ઞાનદોષનો ઉપઘાત દુર્નિવાર હોય છે. ત્રીજા અનુબંધશુદ્ધ અનુષ્ઠાનથી તે દોષહાનિ સાનુબંધ=ઉત્તરોત્તર દોષવિગમને લાવી આપનારી હોય છે. અને તેથી જ એ દોષઅનનુવૃત્તિવાળી