________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४७१ अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा । तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ।। १७।।
अन्येति । अन्यस्मिन् = स्वभर्तृव्यतिरिक्त पुंसि सक्ताया अनुपरतरिरंसायाः स्त्रियः = योषितः (=अन्यसक्तस्त्रियः) भर्तृयोगोऽपि = पतिशुश्रूषणादिव्यापारोऽपि यथाऽश्रेयसे = पापकर्मबन्धाय, तथाऽमुष्य = भिन्नग्रन्थेः कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् । पुण्ययोगेऽपि पापपरिणामेन पापस्यैव बन्धवदशुभकुटुम्बचिन्तनादियोगेऽपि शुद्धपरिणामेन सदनुबन्धस्यैवोपपत्तेः । तदुक्तं- “नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।। न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । इतरेणाकुलस्यापि तत्र चित्तं न जायते ।।” (योगबिन्दु २०४-२०५) ।। १७।।
ગાથાર્થ જેમ, અન્યમાં આસક્ત સ્ત્રીનો ભર્તાસંબંધી વ્યાપાર પણ અશ્રેય માટે હોય છે. એમ આનો કુટુંબાદિ વ્યાપાર પણ બન્ધ કરનારો બનતો નથી.
ટીકાર્થ: અન્યમાં સ્વપતિથી ભિન્ન પુરુષમાં આસક્ત સ્ત્રીનો હજુ પરપુરુષ સાથે ક્રીડા કરવાની ઇચ્છા રાખતી સ્ત્રીનો ભયોગ=પતિની શુશ્રુષા વગેરે પ્રવૃત્તિ પણ જેમ અશ્રેય માટે-પાપકર્મ બંધ માટે થાય છે. એમ આનો ભિન્નગ્રન્થિ જીવનો કુટુંબાદિ વ્યાપાર પણ બંધ કરનારો બનતો નથી, કારણ કે પુણ્યયોગકાળે પણ પુણ્યજનક ક્રિયાકાળે પણ જો પરિણામ પાપના હોય તો જેમ પાપનો જ બંધ થાય છે, એમ અશુભ (=પાપજનક) કુટુંબચિંતાદિકાળે પણ ભિન્નગ્રન્થિક જીવને શુદ્ધ પરિણામના પ્રભાવે સદ્અનુબંધ જ ઉપપન્ન થાય છે. યોગબિન્દુ (૨૦૪-૨૦૫) માં કહ્યું છે કે-જે સ્ત્રી અને પુરુષમાં આસક્ત છે અને જેનું મન હંમેશાં એ પુરુષમાં જ રમ્યા કરે છે એ સ્ત્રીની સ્વપતિસંબંધી શુષાદિ પ્રવૃત્તિ પણ વસ્તુતઃ પરપુરુષ ખાતે જ જમા થાય છે અને તેથી પરપુરુષના પરિભોગજન્ય પાપબંધ પણ એને થાય છે. આ જ રીતે જે ભિન્નગ્રન્થિ જીવ મોક્ષમાં આસક્ત હોય છે. જેનું મન સતત મોક્ષમાં રમ્યા કરતું હોય છે એ જીવની કુટુંબની ચિંતા વગેરે રૂપ સંસારસંબંધી સર્વ પ્રવૃત્તિઓ પણ મોક્ષ ખાતે જમા થાય છે અને એનાથી એને નિર્જરા પણ થાય છે. ગ્રન્થિભેદના પ્રભાવે મોક્ષાત્મક ઉત્તમ ભાવને જોતા જીવનું ચિત્ત, વિચિત્ર કર્મોદયવશ પુત્ર-પત્નીની મમતા વગેરે પરિણામથી આકુળ હોય ત્યારે પણ ત્યાં મોક્ષમાં નથી રમતું એવું બનતું નથી.
વિવેચનઃ અન્યમાં આસક્ત સ્ત્રીની અન્યપુરુષ સંબંધી ક્રિયા તો પાપબંધ કરાવે છે, પણ સ્વપતિ સંબંધી ક્રિયા પણ પાપ બંધ કરાવે છે. અહીં પાપબંધ એટલે, સ્વપતિમાં આસક્ત સ્ત્રીની સ્વપતિસંબંધી ભોગક્રિયા જે પાપબંધ કરાવે એના કરતાં અધિક-વિશેષ પ્રકારનો પાપબંધ સમજવો. એટલે “સ્વપતિમાં આસક્ત સ્ત્રીની સ્વપતિસાથેની ભોગક્રિયા પાપજનક હોતી નથી' એવો અનિષ્ટ અર્થ આવી નહીં પડે.
ભિન્નગ્રન્થિક જીવની ધર્મક્રિયા તો મોક્ષ ખાતે જમા થાય છે જ, એની અર્થ-કામપ્રવૃત્તિ પણ મોક્ષ ખાતે જ જમા થાય છે. ને તેથી નિર્જરાફક જ હોય છે, કારણ કે મન મોક્ષમાં રમતું હોય છે. અલબતું સંસારક્રિયાકાળે મન પુત્રાદિની મમતામાં રમતું હોય છે, છતાં આ મનની રમણતા કર્મોદયવશાતું હોય છે ને કામચલાઉ હોય છે, જ્યારે એની મોક્ષમાં રમણતા સ્વકીયરુચિવશાત્ હોય છે ને કાયમી હોય છે. તેથી સરવાળે એ બળવત્તર રહેવાથી બધી પ્રવૃત્તિ મોક્ષ ખાતે જમા થાય છે ને નિર્જરાફલક બને છે. //લા (તો શું બાહ્ય અર્થ