________________
४६९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तक्रियायोगहेतुत्वाद्योग इत्युचितं वचः । मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ।।१६।। तदिति । तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य हेतुत्वाद् (=क्रियायोगहेतुत्वाद्) योग इति = एवमुचितं,
વિવેચન : ચૌદમી ગાથામાં એ ગોપેન્દ્ર નામના યોગાચાર્યનું વચન છે. આ વચનને અનુસરીને અન્ય દર્શનકારો શાન્ત-ઉદાત્તત્વાદિ ગુણયુક્ત અપુનર્બન્ધક જીવને યોગ હોવો સ્વીકારે છે. કારણ કે અપુનર્બન્ધક જીવ પરથી પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થયો હોય છે. (એટલે કે એ નિવૃત્ત થવાપર જીવ અપુનર્બન્ધક બન્યો હોય છે.) યોગનું આ હોવાપણું કઈ રીતે સંગત છે એ આ ગાથામાં દર્શાવ્યું છે.
(૧) મનગમતો વિષય આવ્યો ને ઇન્દ્રિયને એમાં પ્રવર્તાવવી. નિમિત્ત મળ્યું ને કષાયાવિષ્ટ થઈ જવું. અનાદિકાળથી જીવનું આવું જ વલણ છે, તે પ્રવાહ શ્રોતસુશ્રોતો છે. એ પ્રવાહમાં તણાવું તે અનુશ્રોતોગામિત્વ છે. આનાથી વિપરીત, ગમે એટલો આકર્ષક વિષય ઉપસ્થિત થાય તો પણ ઇન્દ્રિયને એમાં જવા ન દેવી, પાછી ખેંચી લેવી. એમ પ્રબળ નિમિત્ત મળવા છતાં કષાય કરવો નહીં. આમાં, નદીમાં સામે પ્રવાહે તરવામાં જેમ બહુ સંઘર્ષ કરવો પડે છે, એમ ખૂબ સંઘર્ષ કરવો પડે છે, માટે આ પ્રતિશ્રોતોનુગામિત્વ છે.
વિષય અને કષાય જીવને સંસાર તરફ તાણી જનારા છે. એટલે વિષય-કષાયને રુંધવા. એનાથી દૂર જવું એ સંસારથી દૂર જવારૂપ હોવાથી મોક્ષ તરફની ગતિરૂપ બને છે. માટે એ યોગ છે.
(૨) આ પ્રતિશ્રોતોનુગામિત્વ એ વિષય-કષાયની સામે પડવારૂપ હોવાથી એ બન્નેનું જોર ઘટાડે છે. આ જોર ઘટવું વિષય-કષાય મોળા પડવા એ જ તો શુભ પરિણામ છે. એટલે આમ સામે પડતા રહેવાથી પ્રતિદિન શુભ પરિણામની વૃદ્ધિ થતી રહે છે. આ વૃદ્ધિ એ યોગનું ફળ છે. અને ફળ (=કાર્યો હોય તો કારણ (5યોગ) હોવું જ જોઈએ. માટે આ જીવને યોગની વિદ્યમાનતા માનવી ઉચિત સંગત છે.
(૩) યોગબિન્દુના આ કથનનો ભાવાર્થ આવો છે-સામાન્યથી નદીનો પ્રવાહ પોતાના ઉદ્ગમસ્થાનથી મહાસમુદ્ર તરફનો હોય છે. આ અનુશ્રોત છે. પણ મહાસમુદ્રની નજીક મહાસમુદ્રના ક્ષોભથી નદીનું મીઠું જળ પાછું ફરીને પોતાના ઉદ્ગમસ્થાન તરફ વળે છે. આ પ્રતિશ્રોત છે. ઉપસંહાર એટલે પાછા ફરવાનું થવું એ. એના કારણે વલન=ઉદ્દગમસ્થાન તરફનું જળનું ગમન.... એ જેમ વધતું જાય છે, એમ, સામાન્યથી સંસારસમુદ્ર તરફ જીવનું જે ગમન થતું હોય છે, તે પ્રતિશ્રોતોનુગામિત્વેન સંસારસમુદ્રથી વિપરીત એ દિશાના ગમન=વલનરૂપ હોવાથી પ્રતિદિન વૃદ્ધિયુક્ત બને છે. ૧૫ (ગોપેન્દ્રાચાર્યના વચનની સંગતિ દર્શાવે છે.)
ગાથાર્થ : ક્રિયાયોગનો હેતુ હોવાથી યોગ છે. તેથી તે વચન ઉચિત છે. મોક્ષમાં અતિદઢચિત્તવાળા ભિન્નગ્રન્થિ જીવને તો ભાવથી યોગ હોય છે.
ટીકાર્થઃ સદાચારરૂપ ક્રિયાયોગનો હેતુ હોવાથી યોગ છે આ પ્રમાણે વિચારીએ તો તે વચન ઉચિત છે. કારણ કે આ જીવ દ્રવ્યયોગવાળો છે. મોક્ષમાં નિર્વાણમાં અતિ દઢચિત્તવાળા ભિન્નગ્રન્થિ જીવને=જેનું હૃદય મોક્ષમાં એકધારાથી લાગી ગયું છે એવા અને જેણે અતિતીવ્ર-રાગ-દ્વેષ પરિણામરૂપ ગ્રન્થિને ભેદી નાખી છે એવા જીવને તો ભાવથી યોગ સંભવે છે. કારણ કે મોક્ષની આકાંક્ષામાં અક્ષણિક ચિત્તવાળા સમ્યગુદૃષ્ટિ જીવની જે