________________
૪૬૭
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तद्वियोगाश्रयोऽप्येवं सम्यगृहोऽस्य जायते । तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ।।१३।।
तदिति । तद्वियोगाश्रयः = भववियोगाश्रयोऽप्येवं = हेतु-स्वरूप-फलद्वारेण सम्यगृहः = समीचीनविचारोऽस्य = शान्तोदात्तस्य जायते । तेषां तेषां तन्त्राणां षष्टितन्त्रादीनां नयानां ज्ञाने (=तत्तत्तन्त्रनयज्ञाने) सति विशेषापेक्षया = इतरांशजिज्ञासालक्षणयोज्ज्वलः = शुद्धनिश्चयानुसारी ।।१३।।
દબાઈને કડવાશ જ અનુભવાયા કરે છે. જ્યારે દૂધનું જોર વધે છે, ત્યારે સરવાળે કડવાશ દબાઈ જાય છે અને મધુરતા બચે છે. આવું જ પ્રસ્તુતમાં છે. આત્મા સુખસ્વભાવવાળો હોવા છતાં જ્યાં સુધી નબળો છે, ત્યાં સુધી સરવાળે સંસારની દુઃખાત્મકતા જ જય પામતી રહે છે અને આત્મા જ્યારે બળવાન બને છે ત્યારે સંસારના દુઃખો અભિભૂત થઈ સરવાળે સુખ બચે છે. પણ આ અવસ્થા તો જીવ ભવવૈરાગ્ય કેળવી મોક્ષમાર્ગ પર ઘણો આગળ વધી મોક્ષની નજીક થાય એ પછી જ આવે છે. ૧૨ા (આમ અપનુર્બન્ધક જીવ સંસારના બીજ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે. અને એમાં સંસાર દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી ભાસવાથી એનો ઉચ્છેદ કરવાની ઇચ્છા જાગે છે. એટલે પછી એ સંસારઉચ્છેદ અંગે પણ વિચારણા કરે છે એ હવે જણાવે છે-).
ગાથાર્થઃ એમ, તેના વિયોગ અંગે પણ આને સમ્યગુ વિચાર પ્રવર્તે છે. તે તે શાસ્ત્ર સ્વરૂપ નયજ્ઞાન થયે છતે વિશેષની અપેક્ષાથી આ વિચાર ઉજ્જવલ બને છે.
ટીકાર્થ: તેના સંસારના વિયોગ આશ્રીને પણ એ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફળદ્વારા સમ્યગુવિચાર આ શાન્ત-ઉદાત્ત અપુનર્બન્ધકજીવને થાય છે. ષષ્ટિતત્ર વગેરે રૂપ તે તે નયોનું જ્ઞાન થયે છતે ઇતરાંશની જિજ્ઞાસારૂપ વિશેષની અપેક્ષાના કારણે આ વિચાર ઉજ્જવલ બને છે= શુદ્ધનિશ્ચયને અનુસરનારો બને છે.
વિવેચનઃ (૧) એ પ્રમાણે એટલે, જે રીતે સંસારની વિચારણા હેતુ-સ્વરૂપ-ફળદ્વારા કરેલી, એ રીતે સંસારઉચ્છેદની વિચારણા પણ હેતુ-સ્વરૂપ-ફળદ્વારા કરે છે.
(૨) જૈનદર્શનમાં રહેલા અપુનર્બન્ધકને તો અનેકાન્તગર્ભિત વિચાર સહજ સંભવિત હોય છે. પણ સાંખ્ય વગેરે દર્શનમાં રહેલા અપુનર્બન્ધક જીવને તે તે એક નયની વિચારણા મળે છે. એટલે કે સાંખ્યદર્શનવાળાને દ્રવ્યાર્થિકનયની વિચારણા મળે છે, તો બૌદ્ધદર્શનવાળાને પર્યાયાર્થિકનયની વિચારણા મળે છે. તેમ છતાં, આ જીવોને કદાગ્રહ હોતો નથી. પ્રજ્ઞાપનીયતા હોય છે. એટલે સાંખ્યદર્શનમાં રહેલાને ઇતરાંશ તરીકે અનિત્યત્વની અને બૌદ્ધદર્શનમાં રહેલાને ઇતરાંશ તરીકે નિત્યત્વની જિજ્ઞાસા રહે છે. અલબત્ત અહીં જિજ્ઞાસા એટલે સ્વરૂપે જિજ્ઞાસા હોય જ એવો નિયમ ન બાંધવો, કારણકે સાંખ્યદર્શનવાળાએ સ્વગ્રન્થોમાં નિત્યત્વનું પ્રતિપાદન ને અનિત્યત્વનું ખંડન જોયેલું હોવાથી એને આત્મામાં અનિત્યતાની સંભાવના પણ સામાન્યથી ભાસતી ન હોવાથી જિજ્ઞાસા ઊઠવાનો પ્રશ્ન રહેતો નથી. પણ પ્રજ્ઞાપનીયતા હોવાથી જિજ્ઞાસાની યોગ્યતા રહી હોય છે. આ વાતના સૂચન માટે જ ટીકાકારે ઉજ્જવલનો અર્થ “શુદ્ધ નિશ્ચયાત્મક’ એવો ન કરતાં “શુદ્ધ નિશ્ચયને અનુસરનારો એવો કર્યો છે. એટલે કે એ શુદ્ધ નિશ્ચય તરફ લઈ જનારો છે.
(૩) અહીં શુદ્ધ નિશ્ચય શબ્દ શુદ્ધનિશ્ચયનય અર્થમાં નથી, કારણ કે (અ) જો એને નયરૂપે જ જણાવવાની અપેક્ષા હોત, તો ઇતરાંશની વાત કરત નહીં, તથા (બ) વ્યવહારનયને અનુસરનારા દર્શનમાં