________________
४६६
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ११, १२ ____ फलमिति । भवस्य = संसारस्य फलं = कार्यं विपुलः = अनुबन्धसन्तत्या विस्तीर्णः क्लेश एव विजृम्भते । नात्र सुखलवोऽप्यस्तीत्येवकारार्थः । आत्मन्येव सुखस्वभावे सति कथं क्लेशो विजृम्भते ? इत्यत आह- आत्मस्वभाव(हि) न्यग्भाव्य = तिरोभाव्य । यथा पयः तिरोभाव्य निम्बरसो विजृम्भते । भवति हि महता प्रतिपन्थिनाऽल्पस्याभिभव इति । यदा त्वात्मस्वभाव एव भूयान् भवति तदा तेनापि क्लेशाभिभवः कर्तुं शक्यत इति न संसारदशायां क्लेशेनात्माभिभवानुपपत्तिरिति भावः । फलोहनमेतत् ।। १२ ।। દૂધના સ્વાદને દબાવે છે.
ટીકાર્થ : સંસારનું ફળ=કાર્ય વિપુલ=અનુબંધપ્રવાહથી વિસ્તીર્ણ ક્લેશ જ પ્રવર્તે છે, અહીં સંસારમાં સુખનો લેશ પણ નથી એ “જકારનો અર્થ છે. શંકા ? આત્મા ખુદ સુખસ્વભાવવાળો છે, તો ક્લેશ કેવી રીતે પ્રવર્તે ? સમાધાન : આત્મસ્વભાવને દબાવીને એ પ્રવર્તે છે. જેમ દૂધને તિરોભૂત કરીને લીમડાનો રસ પ્રવર્તે છે.
મોટા વિરોધીથી નાનાનો અભિભવ થાય જ છે. જ્યારે આત્મસ્વભાવ જ બળવાન બની જાય છે ત્યારે તેનાથી પણ ક્લેશનો અભિભવ થવો શક્ય બને જ છે. એટલે સંસારદશામાં ક્લેશદ્વારા આત્માનો અભિભવ અસંગત નથી એ રહસ્ય છે. આ સંસારના ફળનો સંબંધી વિચાર છે.
વિવેચન : અપુનર્બન્ધક જીવ માર્ગાનુસારી બુદ્ધિથી સંસારના ફળની વિચારણા આ પ્રમાણે કરે છે કે સંસારના ફળરૂપે પણ વિપુલ ક્લેશ જ પ્રવર્તે છે. અર્થાત્ અવિરતપણે દુઃખોની પરંપરા લંબાયા જ કરવી. લંબાયા જ કરવી. અનંતાનંતકાળ સુધી લંબાયા કરવી. આ વિપુલ ક્લેશ છે. આ જ સંસારનું ફળ છે.
શંકા : પણ સંસારમાં વચ્ચે વચ્ચે પુણ્યજન્ય સુખસમૃદ્ધિ પણ મળ્યા કરતાં હોવાથી અવિરતપણે દુઃખ પરંપરા લંબાયા કરે છે એમ શી રીતે કહેવાય ?
સમાધાન : સુધાતુર માણસ વિષમિશ્રિત ભોજન દ્વારા સુધાતૃપ્તિ-રસાસ્વાદ વગેરે અનુભવે છે, અને એ વખતે ભોજનની વિષમિશ્રિતતા-દારૂણ પરિણામ વગેરે જાણતો ન હોવાથી એ તૃપ્તિ વગેરેને સુખ તરીકે અનુભવે પણ છે જ, છતાં વિચક્ષણ પુરુષ એને સુધાતૃપ્તિ વગેરે અંશમાં પણ સુખ તરીકે ન જોતાં દુઃખ તરીકે જ જુએ છે. એમ પ્રસ્તુતમાં જાણવું. જેના પરિણામસ્વરૂપે પહાડ જેવાં દુઃખોની વણઝાર ખડકાતી હોય, એ સુખ શી રીતે કહેવાય ? એટલે કે એ પણ દુઃખરૂપ જ હોવાથી અહીં “જ'કાર દ્વારા સુખના અંશનો પણ વિચ્છેદ કર્યો છે.
શંકાઃ સંસારના સ્વરૂપમાં પણ જન્મ-જરા-મૃત્યુનાં દુઃખોનો વિચાર કર્યો અને ફળમાં પણ દુઃખોનો જ વિચાર કર્યો. તો એમાં તફાવત શું રહ્યો ?
સમાધાન ? ઓપરેશન-વેપારના કષ્ટ... વગેરે સ્વરૂપે દુઃખમય હોવા છતાં પરિણામે સુખમય કહેવાય છે. એટલે સ્વરૂપ અને ફળમાં ભેદ પડે છે. પણ સંસારમાં આવો ભેદ પણ નથી. સ્વરૂપે પણ દુઃખ-દુઃખ અને દુઃખ જ છે અને એના પરિણામે પણ માત્ર ને માત્ર દુઃખોની પરંપરા જ છે. આ દઢ કરવા માટે ફળનો વિચાર
સ્વતંત્ર કરવામાં આવે છે. આ જ કારણ છે કે શ્રીપંચસૂત્રમાં સંસારની ઓળખાણ દુઃખરૂપે, દુઃખફલે, દુઃખાનુબંધી.. એ રીતે આપી છે.
(૧) દૂધનો સ્વાદ મધુર છે. લીમડાનો કડવો. જ્યાં સુધી લીમડાની પ્રચુરતા છે, ત્યાં સુધી સરવાળે મધુરતા