________________
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ९, १०
अभेदे च = एकान्ताभेदे च न भिन्नता स्यात् तेषां । तथा च नरक - तिर्यग् - मनुष्य- देवादिभेदोपलम्भबाध इति भावः । स्वभावस्याप्यन्तरङ्गहेतुभूतस्य भेदाभेदयोरेकान्तयोरेतदेव दूषणम् । एवं = एकान्तपक्ष उभयतः
૪૬૪
ભેદ જે જોવા મળે છે, તેનો બાધ થશે. જીવોના સંસારના અંતરંગ હેતુભૂત સ્વભાવનો પણ પરસ્પર એકાન્તે ભેદ (=વૈલક્ષણ્ય) કે એકાન્તે અભેદ (=સાદશ્ય) માનવામાં પણ આ જ દોષ છે. આમ એકાન્ત પક્ષમાં ઉભયતઃ પાશારજ્જુ હોવાથી શબલતા–કથંચિભેદાભેદરૂપતા માનવી ઉચિત=ન્યાય છે, કારણ કે એનાથી જ સકળ વ્યવહા૨ની સંગતિ થાય છે. આ હેતુની વિચારણા છે.
વિવેચનઃ અપુનર્બન્ધક જીવ શાન્ત-ઉદાત્ત હોવાથી જ સંસારના બીજની, સ્વરૂપની અને ફળની વિચારણા કરે છે. આ વાત કરેલી. એમાં સૌ પ્રથમ એ સંસારના બીજની વિચારણા કેવી કરે છે એ આ ગાથામાં દર્શાવ્યું છે.
સાંખ્યદર્શને સત્ત્વ-૨જસ્-તમોરૂપ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી સંસાર માન્યો છે. એટલે કે આ સંયોગ સંસારનું બીજ છે. જૈનોએ કર્મબંધના કારણે સંસાર માન્યો છે. એટલે કે જ્ઞાનાવરણીયાદિ કર્મો આત્માને ચોંટવા એ સંસારનું બીજ છે. આમાં પ્રકૃતિ=કર્મ એ બાહ્યકારણ છે અને આત્માનો કર્મોથી બંધાવાની યોગ્યતા વગેરેરૂપ સ્વભાવ એ અંતરંગ કારણ છે. એટલે અપુનર્બન્ધક જીવ આ બંનેઅંગે વિચાર કરે છે.
(૧) અહીં (=પ્રકૃતિમાં) ભેદ શબ્દ વૈસાદશ્ય-વિલક્ષણતા અર્થમાં છે અને અભેદ શબ્દ સાદૃશ્ય અર્થમાં છે. (તાદાત્મ્ય અર્થમાં નથી.) દરેક જીવોની પ્રકૃતિ પરસ્પર જો સર્વથા વિલક્ષણ હોય, તો સંસારી જીવોનું ઐક્ય=સાદશ્ય થઈ ન શકે. અહીં ઐક્ય શબ્દ પણ તાદાત્મ્ય અર્થમાં નથી, કારણ કે તાદાત્મ્ય ન થવું એ તો ઇષ્ટ જ છે, એટલે એને આપત્તિરૂપે આપી ન શકાય.
શંકા : ! શું સાદૃશ્ય ન થવું એ ઇષ્ટ નથી ?
સમાધાન : ના, કારણ કે પ્રકૃતિના=કર્મના કારણે બધા જ જીવો સંસારી છે=અસિદ્ધ છે. આ ફળ બધા સકર્મ જીવોને એકસમાન છે. કા૨ણભેદે કાર્યભેદ માનવો જ પડે. એટલે કારણને સર્વથા વિલક્ષણ માનવામાં કાર્યને પણ સર્વથા વિલક્ષણ માનવું જ પડવાથી આ એકસમાન ફળ અસંગત થઈ જાય.
હવે બધા જીવોની પ્રકૃતિનો સર્વથા અભેદ=સર્વથા સાદૃશ્ય માનીએ, તો એનું દરેક જીવોને મળતું ફળ પણ સર્વથા સદેશ જ માનવું પડે. અને તો પછી જીવોનું નરક-તિર્યંચ વગેરેરૂપે જે વૈલક્ષણ્ય જોવા મળે છે, તે બાધિત થઈ જવું સ્પષ્ટ જ છે.
(૨) અહીં (=સ્વભાવમાં) પણ ભેદ-અભેદ શબ્દોનો અતાદાત્મ્ય-તાદાત્મ્ય અર્થ નથી, પણ અસાદૃશ્યસાદ્દશ્ય અર્થ છે. જીવોનો સ્વભાવ પરસ્પર સર્વથા ભિન્ન=અલગ-અલગ હોય, તો એના કાર્યભૂત સંસારિત્વ (=અસિદ્ધત્વ) વગેરે એકસમાન હોવા જોવા ન મળવા જોઈએ. એમ સર્વથા અભિન્ન=સદશ હોય, તો એના કાર્યભૂત ન૨ક-તિર્યંચાદિ ગતિમાં અસમાનતા જોવા ન મળવી જોઈએ.
પરંતુ આ બધું જ જોવા મળે છે. એટલે બહિરંગ-કારણભૂત પ્રકૃતિ=કર્મ અને અંતરંગ કારણભૂત સ્વભાવ.. આ બંને અંગે એકાન્ત ન માનતા અનેકાન્ત માનવો જોઈએ. એટલે કે કથંચિદ્ ભેદાભેદ માનવો ઉચિત છે. આ કથંચિભેદાભેદરૂપ શબલતાથી જ બધા વ્યવહાર સંગત થઈ જાય છે. એટલે કે બધા જીવોનો સંસારી જીવ વગેરે રૂપે એકસમાન વ્યવહાર અને દેવ-નરકાદિરૂપે અસમાનવ્યવહાર.. આ બંને સંગત થઈ જાય છે.