________________
४६२
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ८ अङ्गाभावे त(?य)था भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ।।८।।
अङ्गाभाव इति । (यथा) अङ्गानां = भोगाङ्गानां रूप-वयो-वित्ताढ्यत्वादीनां वात्स्यायनोक्तानामभावे (अङ्गाभावे) सति भोगोऽतात्त्विकः = अपारमार्थिकः, मानहानितः = “अहं सुखी” इत्येवंविधप्रतिपत्तिलक्षणमानापगमादपूर्यमाणेच्छत्वेन तदनुत्थानाच्च ।
शान्तोदात्तत्वविरहे सत्येवं क्रियाऽपि = गुर्वादिपूजनारूपा विकल्पजा = विपर्यासजनिता न तु तात्त्विकी, अन्तःसुखप्रवाहानुत्थानात् । तदुक्तं- "मिथ्याविकल्परूपं तु द्वयोर्द्वयमपि स्थितम् । स्वबुद्धिकल्पनाशिल्पिनिर्मितं ન તુ તત્વતઃ II” (યોતિ 9૮૨) || ૮ાા
ગાથાર્થ અંગના અભાવમાં માનહાનિના કારણે જેમ ભોગ અતાત્ત્વિક હોય છે, એમ શાંત-ઉદાત્તપણાના અભાવમાં ક્રિયા પણ વિપર્યાસજન્યા હોય છે.
ટીકાર્થ : વાત્સ્યાયને કામસૂત્રમાં ભોગના કહેલા રૂપ-વય-ધનાયત્વ વગેરરૂપ અંગોનો=કારણોનો અભાવ હોય તો માનહાનિના કારણે ભોગ જેમ અતાત્ત્વિક અપારમાર્થિક બની રહે છે, એમ શાન્ત-ઉદાત્તત્વના અભાવમાં ગુરુપૂજનાદિરૂપ ક્રિયા પણ વિકલ્પજા=વિપર્યાસજનિતા હોય છે, તાત્ત્વિકી હોતી નથી, કારણ કે અંદરમાં સુખનો પ્રવાહ ઊઠતો નથી. આ વાત યોગબિન્દુ (૧૮૯)માં કહી છે – બન્નેનું બંને મિથ્યાવિકલ્પરૂપ હોય છે એ વાત નિશ્ચિત થઈ, કારણ કે સ્વબુદ્ધિકલ્પનાશિલ્પનિર્મિત હોય છે, નહીં કે તાત્ત્વિક. અહીં માનહાનિ જે કહી છે, તે હું સુખી છું” એવી પ્રતીત્યાત્મક માનના અપગમરૂપ અને ઇચ્છા પૂરાતી ન હોવાથી એ પ્રતીતિ ઊઠતી જ ન હોવા રૂપ જાણવી.
વિવેચનઃ (૧) તેરમી બત્રીશીમાં આવી ગયું છે કે ચરમાવર્તિમાં સિદ્ધિની આસન્નતા થઈ હોવાથી અંદરમાં એક આનંદ અનુભવાયા કરે છે, તેમજ કોઈ વિભીષિકા=ભયભીતતા રહેતી નથી. આ બધા કારણે, ચરમાવર્તમાં થતા ગુરુપૂજનાદિ જેવા સુખને અંતરમાં પ્રવાહિત કરે છે, એવા સુખને અચરમાવર્તમાં થતાં આ અનુષ્ઠાનો પ્રવાહિત કરી શકતા નથી. અચરમાવર્તમાં પ્રવર્તતો કારમી ભોગેચ્છારૂપ મુક્તિદ્વેષ જ આ આંતરિકસુખનો પ્રતિબંધક છે એ જાણવું.
ચરમાવર્તવર્તીને આંતરિક સુખનો અનુભવ થાય છે. એટલે ગુરુપૂજનાદિ સદનુષ્ઠાન પ્રત્યે રાગ પેદા થાય છે, ઉત્તરોત્તર વધતો જાય છે, વળી આ સુખાનુભૂતિ એને ફરી ફરી અનુષ્ઠાન કરવાની ઇચ્છા જગાડે છે, તેથી પૂર્વે કહેલા ઉચ્ચ-ઉચ્ચતરઆચરણોમાં બદ્ધચિત્તતા વધતી જાય છે. આ બધા કારણે એ પૂર્વસેવા તાત્ત્વિક બને છે. પણ અચરમાવર્તવર્તીને આ બધું સંભવિત ન હોવાથી એ વિપર્યસ્ત થાય છે.
(૨) બન્નેકરૂપ, ધન, યૌવન વિનાનો ભોગી અને શાત-ઉદાત્તપણા વિનાનો યોગી. આ બંનેનું બંને=ભોગસેવન અને યોગઅનુષ્ઠાન. આ બંને મિથ્યાવિકલ્પરૂપ બની રહે છે, એ નિશ્ચિત થયું. કારણ વિના કાર્ય ક્યારેય થતું નથી. એટલે વગર કારણે કાર્ય થવાનો ભાસ થતો હોય તો એ માત્ર બુદ્ધિનો મિથ્યાવિકલ્પ જ હોઈ શકે, વાસ્તવિક ન હોઈ શકે એ સ્પષ્ટ છે. રાજ્ય-લશ્કર-કોશ વગેરે કશું જ જેની પાસે નથી એ