________________
४५८
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ५ शेषापेक्षोऽपि कार्यतः । नासन्नोऽप्यस्य बाहुल्यादन्यथेति प्रदर्शकः ।।" (यो.बि.१८०)।
परे पुनरन्यत्र सकृबन्धकादावनालोचनगर्भत्वाद् = भवस्वरूपनिर्णायकोहापोहाद्यभावसङ्गतत्वादेनां = उपचरितां पूर्वसेवां जगुः = प्राहुः । प्राचि पक्षे कारणे कार्योपचारः, अत्र त्वनालोचनद्वाराऽमुख्यत्वरूप ૩પવાર રૂતિ વિશેષઃ || 8 |
युक्तं चैतन्मले तीव्र भवासङ्गो न हीयते । सङ्क्लेशायोगतो मुख्या साऽन्यथा नेति हि स्थितिः ।। ५।।
युक्तमिति । एतच्च = एतदपि युक्तं, तीव्र = अत्यन्तमुत्कटे मले = कर्मबन्ध(योग्यता)लक्षणे भवासङ्गः = संसारप्रतिबन्धो न हीयते शेषजन्तोः । मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्यादिति । सङ्क्लेशायोगतः = पुनरतितीव्रसङ्क्लेशाप्राप्तौ सा = पूर्वसेवा मुख्या, उत्तरोत्तरभववैराग्यादिकल्याणनिमित्तभावात् । अन्यथा नेति हि स्थितिः शास्त्रमर्यादा ।। ५ ।।
ગુરુપૂજનાદિ આ પૂર્વસેવાના કારણરૂપ હોય છે. માટે ઉપચારથી પૂર્વસેવા કહેવાય છે. યોગબિન્દુના ઉદ્ધારણમાં જે કાર્યતઃ શબ્દ છે એનો અર્થ કાર્યને આશ્રીને= અપુનર્બન્ધકની પૂર્વસેવારૂપ કાર્યને નજરમાં રાખીને એના કારણભૂત સફબંધકના ગુરુપૂજનાદિ ઉપચારથી પૂર્વસેવા છે. એટલે આમાં કારણમાં કાર્યનો ઉપચાર છે. બીજા મતે, સંસારના વાસ્તવિક સ્વરૂપનો સંસારની અસારતાનો નિશ્ચય કરાવી આપનાર ઊહાપોહ ન હોવાના કારણે સબંધકાદિના ગુરુપૂજનાદિ પૂર્વસેવા રૂપ બની શકતા નથી. તેમ છતાં એ ગુરુપૂજનાદિ, પૂર્વસેવારૂપ બનનારા ગુરુપૂજનાદિ જેવા જ દેખાતા હોવાથી ઉપચારથી પૂર્વસેવા કહેવાય છે. આ મત, આ ગુરુપૂજનાદિને પૂર્વસેવાના કારણ તરીકે સ્વીકારીને ઉપચાર કરે છે એવું નથી, પણ બાહ્ય સદશ્યને કારણે અમુખ્યત્વરૂપ ઉપચાર કરે છે. જા (આ વાતની યોગ્યતાને સ્પષ્ટ કરે છે.)
ગાથાર્થ આ વાત યોગ્ય છે, કારણ કે મલ તીવ્ર હોય ત્યારે ભવાસંગ ઘટતો નથી. સંક્લેશનો યોગ ન હોય તો મુખ્યપૂર્વસેવા થાય છે, અન્યથા નહીં, એવી શાસ્ત્રીય મર્યાદા છે
ટીકાર્થઃ આ વાત પણ યોગ્ય છે, કારણ કે કર્મબંધની યોગ્યતારૂપ મલ તીવ્ર=અત્યંત ઉત્કટ હોવાથી પશેષ જીવનો ભવાસંગ સંસારની આસક્તિ ઘટતો નથી. જો એ થોડો પણ ઘટે, તો તે જીવ અપુનર્બન્ધક જ બની જાય. ફરીથી અતિતીવ્ર સંક્લેશની પ્રાપ્તિ થવાની ન હોય તો પૂર્વસેવા મુખ્ય બને છે, કારણ કે એ ઉત્તરોત્તર ભવવૈરાગ્યાદિ કલ્યાણનું નિમિત્ત બને છે, એ વિના નહીં, એવી સ્થિતિ–શાસ્ત્રમર્યાદા છે.
વિવેચનઃ અહીં ટીકામાં મત્તે-ર્મવન્વેતક્ષને એમ પાઠ છે. પણ મલ કર્મબંધરૂપ નહીં, કિન્તુ કર્મબંધયોગ્યતારૂપ છે આ વાત પૂર્વે આવી ગઈ છે, તેમજ યોગબિંદુમાં પણ એવો પાઠ છે, માટે અહીં કર્મવંઘ(વો થતા)નક્ષને એમ પાઠ લીધો છે.
(૧) અહીં શેષ જીવ તરીકે અપુનર્બન્ધક અવસ્થા નહીં પામેલા જીવો લેવાના છે એ પ્રકરણ પરથી સ્પષ્ટ છે. આ જીવને સહજમલ તીવ્ર હોવો કહ્યો છે એ જણાવે છે કે આ જીવ અચરમાવર્તવર્તી છે. કારણ કે ચરમાવર્તપ્રવેશથી તો મલ અલ્પ થઈ ગયો હોય છે એ આપણે પૂર્વે નિશ્ચિત કરી ચૂક્યા છીએ. વળી આ જીવને