________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४५९ તીવ્ર મલના કારણે ભવાસંગ ઘટતો નથી એમ જે જણાવ્યું છે, એ સૂચવે છે કે ચરમાવર્તપ્રવેશથી મલ અલ્પ થવાથી ભવાભિમ્પંગ મોળો પડી જાય છે (કટકી શકતો નથી). એટલે સિદ્ધ થાય છે કે ચરમાવર્તમાં વિષ-ગર સંભવતા નથી, કારણ કે એ માટે તો ભવાભિવંગ અક્ષત જોઈએ છે.
(૨) યોગબિન્દુવૃત્તિ (૧૮૩)માં તીવ્રમલને ભવાસંગરૂપ કહ્યો છે. એટલે, આ ભવાસંગરૂપ તીવમલ થોડો પણ ઘટે તો જીવ અપુનર્બન્ધક બની જાય છે. આના પરથી એ સૂચન મળે છે કે જીવ ચરમાવર્તપ્રવેશથી જ અપુનર્બન્ધક બની જાય છે. કારણ કે ત્યારથી એનો મલ અલ્પ થઈ ગયો હોય છે.
યોગબિન્દુ (૧૮૩)માં કહ્યું છે કે મલવિષ અત્યંત ઉત્કટ હોવાના કારણે અપુનર્બન્ધકાદિ અવસ્થા નહીં પામેલા શેષ જીવના ભવાસંગરૂપ મલવિષનો આવેગ અંશમાત્ર પણ દૂર થતો નથી. એ થોડો પણ દૂર થાય તો જીવ અપુનર્બન્ધક જ બની જાય.
આપણે બારમી બત્રીશીની છવ્વીસમી ગાથામાં જોઈ ગયા છીએ કે મુક્તિ પ્રત્યેનો દ્વેષ અતિઅનર્થ માટે થાય છે. જીવોને સહજઅલ્પમલત્વના કારણે ભવનો રાગ અનુત્કટ થવાથી આ મુક્તિદ્વેષનો અભાવ થાય છે. યોગબિન્દુ (૧૩૯)માં કહ્યું છે કે ભવાભિનંદીજીવોને અજ્ઞાનના કારણે મુક્તિ પર દ્વેષ હોય છે, તથા બત્રીશી (૧૦-૪)માં આવી ગયું છે કે ત્યારે જીવ ભવાભિનંદી હોય છે. આમાં “ત્યારે' નો અર્થ “અચરમાવર્તકાળમાં એવો કર્યો છે. એટલે ચરમાવર્ત પ્રવેશમાત્રથી જીવ ભવાભિનંદી રહેતો નથી એ સિદ્ધ થાય છે.
યોગબિન્દુ (૯૯)ની વૃત્તિમાં કહ્યું છે-અપુનર્બન્ધકાદિ મહાત્માઓને અતિદેઢભવાભિવંગ હોતો નથી, નહીં કે અન્ય(અચરમ) આવર્તવર્તી જીવોને. અહીં અપુનર્બન્ધકાદિથી ભિન્નજીવ તરીકે અચરમાવર્તવર્તી કહ્યા એ આ જ સૂચન કરે છે કે ચરમાવર્તવ બધા અપુનર્બન્ધકાદિ જ હોય. નહીંતર, ભિન્નજીવ તરીકે ભવાભિનંદી કહેવા વધુ સહજ હતા.
યોગબિન્દુ (૮૬)માં ભવાભિનંદી જીવો અન્ય આવર્તામાં (=અચરમાવર્તમાં) હોવા કહ્યા છે. એમ એમાં જ (૯૩)માં અચરમાવર્તીમાં અધ્યાત્મનો નિષેધ કર્યો છે. ચરમાવર્ત પ્રવેશ થવા છતાં જીવ અપુનર્બન્ધક ન બને એ સંભવિત હોય તો એ જ્યાં સુધી ન બને ત્યાં સુધી પણ અધ્યાત્મ અસંભવિત થવાથી, એ કાળનો પણ સમાવેશ કરી લેવા “અપુનર્બન્ધકપૂર્વકાળમાં સંભવતું નથી' એમ જણાવત.
આરાધક-વિરાધક ચતુર્ભાગી ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે ભવાભિનંદી જીવોને એક પુગલપરાવર્ત કરતાં વધારે દૂર રહ્યા હોવા કહ્યા છે. હવે જો ચરમાવર્તમાં પણ ભવાભિનંદી સંભવતા હોય, તો આ વાત સંગત કેમ થશે ? તથા ચરમાવર્તવર્તી જીવ માટે ગ્રન્થોમાં જણાવ્યું છે કે – સિદ્ધિની નજદીકના ભાવથી. (બત્રીશી૧૩/૨૭) આ ચરમાવર્તવર્તી જીવને મુક્તિ ઘણી નજીક હોય છે (યોગબિન્દુ-૧૭૯). ચરમાવર્તવત જીવને સિદ્ધિની સમીપતા ચોક્કસ હોય છે.
જે ભવ્યજીવનો ચરમાવર્તવર્તી હોવાના કારણે મુક્તિપર દ્વેષ હોતો નથી. (યોગબિંદુ-૧૪૭) આમાં મુક્તિદ્વેષ ન હોવામાં કારણ તરીકે ચરમાવર્તવર્તિત્વ કહ્યું છે, અપુનર્બન્ધકત્વ કહ્યું નથી. એટલે ચરમાવર્તમાં આવવા માત્રથી મુક્તિદ્વેષ વિદાય થઈ જ જાય, ને એ વિદાય થાય એટલે જ ભવાભિમ્પંગ-ભવાભિનંદીપણું વગેરે પણ વિદાય થઈ જાય કારણકે આ બધા પર્યાયવાચી શબ્દો જેવા જ છે. અને આ વિદાય થાય એટલે અપુનર્બન્ધકત્વ આવી જ જાય.
કપિલ વગેરેએ નિરૂપેલી પૂર્વસેવા ચરમાવર્તની નજીક રહેલા અચરમાવર્તમાં હોય છે, ચરમાવર્તમાં નહીં