________________
४५४
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २ अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारतः । अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ।।२।। अस्यैवेति । अस्यैव = अपुनर्बन्धकस्यैवोक्ता गुर्वादिपूजालक्षणा पूर्वसेवा मुख्या = कल्याणाशययोगेन
કરવાના કોઈ ઉપાયો અહીં દર્શાવ્યા નથી એ સૂચવે છે કે અપુનર્બન્ધકપણું કોઈ ઉપાયો દ્વારા પુરુષાર્થથી સાધવાનું હોતું નથી, પણ જીવ કાળક્રમે સહજ રીતે એ ભૂમિકા પ્રાપ્ત કરી લે છે. આ વાત યુક્તિસંગત પણ છે જ, કારણ કે અપુનર્બન્ધકપણાની પૂર્વઅવસ્થામાં તો ગુરુદેવાદિપૂજનરૂપ કોઈપણ પુરુષાર્થ તાત્ત્વિક બનતો જ નથી. અને અતાત્ત્વિક પુરુષાર્થ તો સાધ્યની સિદ્ધિ ન જ કરી આપે એ સ્પષ્ટ છે. એટલે કોઈ ઉપાય દર્શાવ્યા હોત તો પણ એની તાત્ત્વિક અજમાયશ અશક્ય જ રહેવાથી ઉપાયસાધ્યતા પણ અશક્ય જ છે.
શંકા : પંચસૂત્રમાં બતાવેલ ચાર શરણ, દુષ્કૃતગર્તા, સુકૃતઅનુમોદના.. આ ઉપાયરૂપ ન બની શકે ?
સમાધાન : એ ઉપાય પણ અપુનર્બન્ધક બની ગયેલા જીવો માટે છે, કારણ કે “ચાર શરણનો સ્વીકાર કરવો' વગેરે ઉપદેશ છે અને ઉપદેશની યોગ્યતા અપુનર્બન્ધકથી જ આવે છે, એ પૂર્વે નહીં. એટલે, અપુનર્બલ્પકપણું પુરુષાર્થસાધ્ય ન હોવાથી સહજ અલ્પમલત્વની જેમ કાળસાધ્ય જ માનવાનું રહે છે. ને તેથી એ, એની જેમ જ ચરમાવર્તપ્રવેશમાત્રથી આવી જાય છે એમ પણ માનવું યોગ્ય ઠરે છે. આ જ વાતની સૂચના અન્ય પણ અનેક વચનો પરથી મળે છે તે અવસરે અવસરે જોઈશું.
જેમ સુદબીજનો ચન્દ્રમાં પ્રતિદિન એક-એક કલા વધતો જાય છે. પણ એમાં વૃદ્ધિ એકી ધડાકે થઈ જાય એવું હોતું નથી, પ્રતિક્ષણ થયા કરતી હોય છે જે એક દિવસ વીતે એક કલા જેટલી થઈ જાય છે. એમ ચરમાવર્તપ્રવેશથી જીવમાં ઔદાર્ય-દાક્ષિણ્ય વગેરે ગુણો પ્રતિક્ષણ વર્ધમાન હોય છે. જેમ ચરમાવર્તવર્તી જીવને આંતરિક યોગ્યતારૂપે મુક્તિઅદ્વેષ જ હોય છે, છતાં બહાર ઉપયોગરૂપે ક્યારેક તેવા વિચિત્ર કર્મોદયના કારણે મુક્તિષ પણ જોવા મળે છે. એમ અપુનર્બન્ધક જીવને (ચરમાવર્તવર્તી જીવને) આંતરિક યોગ્યતારૂપે તો ઔદાર્ય વગેરેની વર્ધમાનતા જ હોય છે. તેમ છતાં બાહ્ય ઉપયોગરૂપે ક્યારેક તેવા વિચિત્રકર્મોદયવશાત્ એમાં હાનિ કે વિપરીત દોષાત્મક વૈપરીત્ય પણ જોવા મળી શકે છે. “પ્રાયઃ' શબ્દ આનું સૂચન કરવા માટે છે એમ સમજાય છે. તેરમી બત્રીશીમાં કહેલો ધારાલગ્ન શુભભાવ એ આ પ્રતિક્ષણ વર્ધમાનગુણતાનો સૂચક જાણવો.
સુદપક્ષમાં બીજના ચન્દ્ર કરતાં ત્રીજનો ચન્દ્ર વધારે કલાએ ખીલેલો હોય છે. એમ ત્રીજ કરતાં ચોથનો, ચોથ કરતાં પાંચમનો... એ રીતે ઉત્તરોત્તર પુનમ સુધી વધુ ને વધુ કલાએ ખીલતો જાય છે. તેમ છતાં, ક્યારેક આકાશમાં વાદળ હોય તો પૂર્વની તિથિ કરતાં પછીની તિથિએ ઓછી કલાએ ખીલેલો દેખાય અથવા સંપૂર્ણ આવરાઈ ગયેલો દેખાય એવું પણ બને છે. આમાં બહાર દેખાતી જ કલાઓ ઓછી હોય છે, વાસ્તવિક તો વધેલી જ હોય છે. જે વાદળ ખસતાં જ વ્યક્ત થાય છે. એવું જ પ્રસ્તુતમાં જાણવું. ૧//
ગાથાર્થ આને જ મુખ્ય પૂર્વસેવા કહી છે. અન્યને ઉપચારથી કહી છે. વળી માર્ગપતિત અને માર્ગાભિમુખ આની જ અન્ય અવસ્થાઓ છે.
ટીકાર્થ ? આ અપુનર્બન્ધકને જ ગુદિ પૂજારૂપ પૂર્વસેવા મુખ્ય કહી છે='કલ્યાણ આશયનો યોગ હોવાથી નિરુપચરિત કહી છે. વળી, અપુનર્બન્ધક સિવાયના સબંધકાદિ જીવને તે ઉપચારથી હોય છે, કારણ