________________
४५२
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३०, ३१, ३२ એકેન્દ્રીયપણું વગેરે (હોશવાળી !) અવસ્થામાં કરવાની ? ધન્ય છે લેખકની બુદ્ધિને ! વળી આ લેખક બેહોશીને રોગ તો માનતા નથી. અને એને અરોગ ( આરોગ્ય) તો કહી શકાય નહીં એ આબાળગોપાળ પ્રસિદ્ધ છે, એટલે જીવ, અજીવ અને નોજીવ માનનારા નિનવની જેમ લેખક પણ શું રોગ, અરોગ ને નોરોગ એમ ત્રિરાશિ માનનારા છે? મૂર્ખાઈની પણ કોઈ હદ હોય ! વસ્તુતઃ આ મૂર્ખતા નહીં, પણ કદાગ્રહ હોવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે લેખકે સ્વપુસ્તિકાના પૃ. ૫ પર દષ્ટાન્તમાં ઓપરેશનની વાત વગર જ બેહોશીની વાત લખી છે તે પણ અનુચિત છે આવું મારા નિરૂપણ અંગે જણાવ્યું છે. હકીકતમાં મેં પ્રશ્ન નંબર પાંચમાં ઓપરેશનની વાત જણાવી જ છે. તે છતાં લેખકે આવી જુઠી રજૂઆત શા માટે કરવી પડે ? એ બધાએ વિચારી લેવું જોઈએ.
આ તો થોડા નમૂના બતાવ્યા. આના કરતાં પણ અન્ય અનેકગણી ગરબડો તેઓએ કરેલી છે. એ જાણવા માટે મારાં તત્ત્વાલકનસમીક્ષા અને તત્ત્વનિર્ણય આ બે પુસ્તકો જોઈ લેવાની બધાને ભલામણ છે.
આની સામે, મારા આ અંગેનાં નિરૂપણોમાં ક્યાંય પણ શાસ્ત્રપાઠમાં કાપકૂપ વગેરે ગરબડ કરી છે? સામા પક્ષના નિરૂપણને વિકૃતરૂપે રજૂ કરી પછી એનું ખંડન કર્યું છે? વગેરે પણ તપાસવાની દરેક
તેચ્છને ભલામણ છે અને જો આવું કાંઈ પણ જોવા ન મળે તો કયા પક્ષે સત્ય છે એનો નિર્ણય શું મુશ્કેલ રહે ?
પ્રશ્ન : આવી વિચારણા કરવામાં જે પણ ખોટો ભાસે એના પર દ્વેષ થાય. એટલે એના કરતાં એ કરીએ જ નહીં તો ? આપણે જે માનતા હોઈએ તે માનતા રહેવાનું ?
ઉત્તરઃ અલબતું કોઈના પર રાગ-દ્વેષ થાય એ આપણને માન્ય નથી જ, ને એ સર્વથા ન જ થાય એવી કદાચ ભૂમિકા ન હોય તો સજાગ રહીને જેટલા ટાળી શકાય એટલા ટાળવાના... અને ન ટળે એનાં આલોચનાપ્રાયશ્ચિત્ત કરી લેવાના. પણ આ વિચારણા જ ન કરવી એ તો આત્મઘાતક માર્ગ છે, કારણ કે નહીં ટળેલા દ્વેષ કરતાં મિથ્યાત્વ એ બહુ જ મોટો પાયાનો દોષ છે. ને આ વિચારણાથી ભાગવું એ મિથ્યાત્વનો જ નાચ છે, કારણ કે સમ્યક્ત તો શક્ય પરીક્ષા કરાવવાના સ્વભાવવાળું હોય છે. એટલે જ સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજ લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાં જણાવે છે કે – અમે શ્રી વીરપ્રભુ પર પક્ષપાત શ્રદ્ધા છે માટે એમનાં વચનો સ્વીકારીએ છીએ, અને કપિલ વગેરે અન્ય દર્શનકારો પ્રત્યે દ્વેષ છે, માટે એમનાં વચનો સ્વીકારતા નથી, એવું નથી, પણ અમે યોગ્ય વિચારણાઓ કરી, અને એમાં શ્રી વીરપ્રભુના વચનો યુક્તિસંગત લાગવાથી એનો સ્વીકાર કર્યો છે.
એટલે રાગ-દ્વેષના ભયથી આ વિચારણાને ટાળવામાં મિથ્યાત્વનો મોટો દોષ આવી પડે છે એ સ્પષ્ટ છે. અને મિથ્યાત્વ આવ્યું, એટલે અનંતાનુબંધી કક્ષાના રાગ-દ્વેષ આવે જ. આ તો બકરું કાઢતાં ઊંટ પેઠું એવો ઘાટ થયો. માટે આ વિચારણાને ટાળવી એ ઇચ્છનીય નથી.
મેં પણ પ્રસંગ આ બધી વાતો જે કરી છે તે આત્મહિતેચ્છુઓ મધ્યસ્થપણે તત્ત્વનિર્ણય પર પહોંચી સમ્યત્વને પામી શકે-જાળવી શકે એ માટે જ જાણવી.