________________
४५०
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३०, ३१, ३२ ને જ્યારે સામા પક્ષની વાતો સાંભળીએ છીએ ત્યારે એમની વાતો સાચી લાગે છે. તો અમારે નિર્ણય કઈ રીતે કરવો ?
ઉત્તર : બંને પક્ષની માન્યતાઓનું ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું છે. એ બધું સામ સામે રાખીને વિચારવાથી આ નિર્ણય થઈ શકે.
પ્રશ્નઃ આ બધી વાતો સૂક્ષ્મતાથી વિચારવાની અમારી શક્તિ ન હોય તો ?
ઉત્તર : છતાં, આ બધી વિચારણામાં જે પક્ષ જાતજાતની ગરબડ કરે એ સાચો ન હોઈ શકે. આટલો નિશ્ચય તો કરવો જ જોઈએ, કારણ કે સાચી વાતને સાબિત કરવા માટે માયા સેવવાની ક્યારેય જરૂર હોતી નથી. વળી એકાદ ગરબડ હોય તો તો અનાભોગથી ભૂલ થયેલી માની શકાય. પણ વારંવાર હોય તો એ અનાભોગ ન હોઈ શકે.
પ્રશ્ન : શું આવી ગરબડો જોવા મળે છે ?
ઉત્તર : ઢગલાબંધ. કેટલાક નમૂના બતાડું. દ્વારિકાના દાહનિવારણ માટે શ્રી નેમિનાથ ભગવાને આયંબિલ વગેરે ધર્મ કરવાનો ઉપદેશ આપેલો. આ વાત શ્રી પાંડવચરિત્રમાં આવે છે તથા સકલ શ્રીસંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે. છતાં ધર્મસ્વરૂપદર્શન પુસ્તકની તત્ત્વાવલોકન નામની વિસ્તૃત પ્રસ્તાવનામાં શ્રી કીર્તિયશ વિ.મ. (હાલ સૂરિ) એ આ વાત જુઠી છે એવું જણાવ્યું છે.
# જસ્સ મણે નવકારો સંસાર તસ્ય કિં કુણઈ ? આ શાસ્ત્રવચનનું ગુજરાતી રૂપાંતર આ પ્રમાણે પ્રસિદ્ધ છે કે જેના હૈયે શ્રી નવકાર તેને શું કરશે સંસાર ? આમાં, “નવકારનું સામર્થ સંસારના સામર્થ્ય કરતાં ઘણું વધારે છે, ને તેથી શ્રી નવકારને હૈયે ધરનારને સંસાર કશું કરી શકતો નથી” આવું જણાવવાનો શાસ્ત્રકારનો અભિપ્રાય સ્પષ્ટ છે. સામા પક્ષે આ શાસ્ત્રવચન સાથે પણ ચેડાં કર્યો ને એને સાવ વિપરીત કરી નાખી આ રીતે છપાવ્યું કે “જેના હૈયે છે સંસાર, તેને શું કરશે નવકાર ?” એટલે કે નવકાર કરતાં સંસારનું સામર્થ્ય ઘણું વધારે છે વગેરે રૂપે સંસારને વધારે સામર્થ્યવાળો જણાવ્યો. શંકા તો એ પડે છે કે શાસ્ત્રવચન સાથે આવી રમત કરનારાઓ નવકારના સેવક છે કે સંસારના ? જેથી નવકાર કરતાં સંસારનો મહિમા વધુ ગાય છે.
* નવાંગી ગુરુપૂજનનું સમર્થન કરવા બહાર પાડેલી “શાસ્ત્રદષ્ટિના દર્પણમાં ગુરુપૂજન' નામની પુસ્તિકામાં આચારાંગનિર્યુક્તિનો જે પાઠ આપ્યો છે તેમાંથી યુપ્રધાનાનાં શબ્દને ઊડાડી દેવામાં આવ્યો છે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, કારણકે (૧) એ પાઠનો અર્થ કરવામાં પણ એટલો અંશ છોડી દીધો છે. (૨) સામાન્યથી કોઈપણ મહાત્માનું પ્રતિદિન પૈસા વગેરેથી ગુરુપૂજન કરવું એ શ્રાવકનું શાસ્ત્રવિહિત કર્તવ્ય છે.” આવું જે સિદ્ધ કરવા માટે તેઓએ આ પાઠ આપ્યો છે, એ આ યુIPધાનાનાં શબ્દસહિતના પાઠથી તો સાબિત થઈ શકતું જ નથી, કારણ કે એ પાઠ તો યુગપ્રધાનોને લાગુ પડે છે. ને છતાં એ પાઠથી સ્વમાન્યતાનું સમર્થન તો કરવું જ છે.માટે શાસ્ત્રપાઠ પર કાતર ચલાવીને યુગપ્રધાનનાં શબ્દ જાણી બુઝીને ઊડાડી દીધો એવી વિદ્વાનોને શું કલ્પના ન આવી શકે ?
* મારા “તત્ત્વનિર્ણય' પુસ્તક સામે પં. શ્રી યોગતિલકવિ. ગણી(હાલ આવિયોગતિલકસૂરિ) એ તત્ત્વનિર્ણયના નામે તત્ત્વભ્રાંતિ' પુસ્તિકા પ્રકાશિત કરેલી. એમની ચેષ્ટાઓ જુઓ-લેખક (યોગતિલક વિજયજી)