________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४४९ (૧) જો શુદ્ધધર્મ ઉપાયભૂત છે, તો આલોક-પરલોકના સુખનો અર્થ એ ઉપાયમાં શા માટે ન પ્રવર્તે ? કે હિતસ્વી આપ્તપુરુષ એને વારે પણ શા માટે ?
શંકા : જેમ, વિષમિશ્રિતભોજન ભૂખશમનનો ઉપાય તો છે જ, છતાં ભૂખશમનનો અર્થ એમાં પ્રવર્તતો નથી, અથવા કોઈ પ્રવર્તતો હોય, તો હિતસ્વી પુરુષ એને વારે જ છે. એમ પ્રસ્તુતમાં પણ સંભવે ને ?
સમાધાન : જેમ, “ભૂખના શમન માટે ઉપાયભૂત આ વિષમિશ્રિત ભોજન છે” એવું કોઈ આપ્તપુરુષ કહેતો નથી, કારણ કે એનું પરિણામ ભૂખશમનરૂપ ઇષ્ટ કરતાં અતિ અનિષ્ટ એવું મોત છે. એમ જો પ્રસ્તુતમાં પણ ઇષ્ટ કરતાં અનિષ્ટ જોરમાં થવાનું હોય, તો આખ પુરુષ આ પ્રમાણે કહે જ નહીં. પણ એમણે જો કહ્યું છે, તો એમના પ્રત્યેની શ્રદ્ધાવાળા શ્રદ્ધાળુએ અનિષ્ટની શંકા પણ કરવાની જરૂર હોતી નથી.
(૨)-(૨)... આ બન્ને ફકરા સ્પષ્ટ કરે છે કે આ અનુષ્ઠાન લાભકર્તા જ ઠરે છે. પછી, એને વિષાનુષ્ઠાન. સંસારવર્ધક.. ભૂંડું. રિબાવી રિબાવીને મારનાર. વગેરે શી રીતે કહી શકાય ?
શંકા : પણ આ તો અબાધ્યફળાપેક્ષાવાળા જીવો માટે કહેવાય છે.
સમાધાનઃ આપણે જોઈ ગયા છીએ કે મુક્તિદ્વેષ હોય તો જ અબાધ્યફળાપેક્ષા હોય.. પણ તો તો એ જીવો ઉપદેશને જ અયોગ્ય હોવાથી એમને કશું જ કહેવાનું રહે નહીં.
(૩) ઉપર બે નંબરમાં બાળ-મુગ્ધકક્ષાના જીવો માટે ઐહિકસુખ માટે પણ જિનોક્ત ધર્મ કરવાની વાત આવી અને અહીં સમ્યગુદૃષ્ટિ જીવો માટે એ વાત આવી. વળી બંને માટે એ અહિતકર નથી એ પણ જણાવ્યું. તો હવે કોના માટે એ નિષિદ્ધ રહી ?
(૪) ચરમાવર્તમાં અબાધ્યફળાપેક્ષા વગેરે કશું હોતું નથી. એટલે વિષ-ગર પણ ન જ હોય એ સ્પષ્ટ થઈ જાય છે ને !
(૫) હોઠ પર લાવવો જરૂરી નથી. એટલે સંવિગ્નગીતાર્થ ગુરુ ભગવંત કદાચ, ભૌતિક આશયથી ધર્મ કરી રહેલા જીવને મુખથી મોક્ષની વાત ન પણ કરે. પણ હૈયામાં તો આ બેઠું જ હોય છે, કારણ કે સંવિગ્ન ગીતાર્થ છે.
(૯) પ્રશ્ન : આ સૂચવે છે કે આ નિર્ણય થવા પૂર્વે બંને આચાર્ય ભગવંતોના મત ભિન્ન ભિન્ન હતા.. તો આ નિર્ણયમાં કોના મતનો સ્વીકાર થયો અને કોના મતનો ત્યાગ થયો ?
ઉત્તરઃ આપણને શાસ્ત્રાનુસારી ઉભયસંમત નિર્ણય મળી ગયો એટલે ભયો ભયો.. પછી કોનો મત સ્વીકારાયો વગેરે ઝંઝટમાં પડવાની શી જરૂર છે ?
પ્રશનઃ કોની પ્રજ્ઞા પહેલેથી માર્ગાનુસારી હતી એ જાણવા માટે એની જરૂર છે.
ઉત્તર : તો, આ નિર્ણયાત્મક લખાણ પૂર્વેનું બંને મહાત્માઓનું આ અંગેનું ઘણું સાહિત્ય જે પ્રકાશિત થયું છે એને આ નિર્ણયના લખાણ સાથે સરખાવીને તમે સ્વયં એનો નિર્ણય કરી શકો છો.
પ્રશ્ન : એના કરતાં આની કોઈ સરળ રીત બતાવો ને ?
ઉત્તર: નિર્ણયરૂપે થયેલા આ લખાણને જિનવાણી અને દિવ્યદર્શન.. આ બંનેમાં પ્રગટ કરવાનો નિર્ણય થયેલો. એમાંથી, દિવ્યદર્શનમાં અને અમારા અન્ય સાહિત્યમાં આ લખાણ અનેકશઃ પ્રગટ થઈ ચૂક્યું છે, જ્યારે જિનવાણીમાં એ પ્રકાશિત થયું નથી. તમે આના પરથી નિર્ણય કરી શકતા હો તો ખુશીથી કરી શકો છો.
પ્રશ્ન : જ્યારે તમારી આ બધી વાતો વાંચી-સાંભળીને સમજીએ છીએ ત્યારે તમારી વાત સાચી લાગે છે