________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
મરણાદિ દુઃખોથી રિબાય છે. એનો અંત તો જ આવે કે જીવ જો સંસારબંધનથી છૂટી મોક્ષ પામે. સંસારબંધનથી છૂટી મોક્ષ પામવા માટે શ્રી જિનેશ્વરદેવોએ શુદ્ધ ધર્મતીર્થની સ્થાપના કરી છે. 'આલોક-પરલોકના સુખ માટે પણ ઉપાયભૂત આ શુદ્ધધર્મ છે. શાસ્ત્રકારો વાસ્તવમાં આ સુખોને આનુષંગિક ગણે છે, મુખ્ય નહિ, કારણ કે ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ છે. માટે તે પ્રાર્થનીય છે અને તેની પ્રાર્થના મોક્ષાંગ છે. તેવી રીતે જયવીયરાય સૂત્ર વગેરેમાં પ્રાર્થિત ભવનિર્વેદ=સંસારનો વિરાગ, માર્ગાનુસારિતા=મોક્ષમાર્ગનું અનુસરણ, ઇષ્ટફલસિદ્ધિ=આલોક સંબંધી અભિમત અર્થની નિષ્પત્તિ-જેના દ્વારા ઉપકૃત બનેલા આત્માને ચિત્તની સ્વસ્થતા થાય છે. અને એ થવાથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે, તથા લોકવિરુદ્ધ ત્યાગ=સર્વજન નિંદા વગેરે લોકમાં વિરુદ્ધ ગણાતાં કાર્યોનો ત્યાગ, ગુરુજનપૂજા=માતા-પિતા-ધર્માચાર્યાદિની પૂજા, પરાર્થક૨ણ=બીજાનાં કાર્યોનું કરવું, ભગુરુયોગ–ઉત્તમ ધર્માચાર્યનો સંબંધ, તચન સેવા=આ સંસારમાં જ્યાં સુધી રહેવાનું થાય ત્યાં સુધી તેવા શુભગુરુના વચનની અખંડ સેવા=સંપૂર્ણ સેવા થાઓ, વગેરે તથા તેની પ્રાર્થનાઓ પણ મોક્ષાંગ છે.
રાજમાર્ગ તો એકમાત્ર સંસારબંધનથી છૂટી મોક્ષ પામવા માટે આરાધના કરવાનો છે.
તે છતાં પણ જૈન શાસ્ત્રકારો મુગ્ધ તથા બાળકક્ષાના (બાધ્યફલાપેક્ષાવાળા) જીવોને નીચેનાં કારણોસર ઐહિક સુખ માટે પણ આ જિનોક્ત ધર્મ કરવાનો નિષેધ કરતા નથી.
એ જીવો એ રીતે ધર્મપ્રવૃત્તિ કરવાથી પાપ પ્રવૃત્તિથી હઠે છે. અને જીવનમાં શ્રી અરિહંતને મુખ્ય કરે છે. તેમજ સાંસારિક પ્રયોજનના લૌકિક આશયવાળું પણ તે જીવોનું એ ધર્મઅનુષ્ઠાન મુક્તિઅદ્વેષજન્ય સદનુષ્ઠાનના રાગવાળું હોવાથી ક્રમશઃ સમજણ મળતાં એ જીવોનો સાંસારિક આશય બાધિત થઈ જઈ શુદ્ધ મોક્ષના આશયને પમાડનારું બને છે.
આ પ્રયોજન જીવનનિર્વાહ વગેરે ઇહલૌકિક આશયવાળું હોય તોય એના માટે ધર્મ જ ઉપાદેય છે, આમ કહેવામાં જ્ઞાનીઓનો આશય તે જીવોને પાપમાંથી છોડાવી શુદ્ધ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. એમાં ઐહિક પ્રયોજન સિદ્ધ થવાથી તે જીવ આર્ત્તધ્યાન- અસમાધિના પાપથી બચે અને સ્વસ્થ ચિત્તે ધર્મપ્રવૃત્તિ કરી શકે જેથી આગળ વધતાં એ શુદ્ધ મોક્ષના આશયવાળો ધર્મ આરાધી અંતે મુક્તિસુખ પામી શકે.
સમ્યગ્દષ્ટિ જીવો સંસારસુખને સર્વથા હેય માનનારા હોવાથી ચિત્તની અસમાધિ દૂર કરવા પ્રસંગવશ સાંસારિક પ્રયોજનની સિદ્ધિ માટે પણ ધર્મ કરે તો તે અહિતકર બનતો નથી. કારણ કે તેનો અંતિમ આશય તો મોક્ષ પામવાનો જ છે.
ઉપરોક્ત કારણના અભાવે, અબાધ્યફલાપેક્ષાવાળા, મુક્તિપ્રત્યે દ્વેષવાળા કે કદાગ્રહી જીવો દ્વારા ભૌતિક સુખો માટે કરાતાં ધર્માનુષ્ઠાન વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કોટિનાં હોઈ જૈનશાસ્ત્રકારો તેને હેય તરીકે ગણાવે છે.
૪૪૭
ચરમાવર્તમાં અપુનર્બંધક વગેરે જીવોનું યત્કિંચિત્ મુક્તિના અનુરાગજન્ય અથવા મુક્તિના અદ્વેષજન્ય શુભભાવલેશથી થતું અનુષ્ઠાન તે તદ્વેતુ નામનું સદનુષ્ઠાન બને છે.