________________
४४६
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३०, ३१, ३२ શાસ્ત્રાર્થનું સમ્પનું આલોચન હોય, અનુષ્ઠાનમાં દઢ પ્રણિધાન હોય અને કાળ વગેરે અંગેનો વિપર્યાસ ન હોય. આ અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે.
અમૃતાનુષ્ઠાનની અધ્યાત્મસારમાં આપેલી આ વ્યાખ્યા ઉત્કૃષ્ટ વર્ણનરૂપ જાણવી. કારણ કે શાસ્ત્રાભ્યાસ ન કર્યો હોય એવા સાધકને શાસ્ત્રાર્થનું આલોચન નથી. એમ વિષમ સંયોગોમાં કાલાદિ અંગેનો વિપર્યાસ પણ સંભવિત છે. અને તેમ છતાં, અમૃતાનુષ્ઠાન તો માન્યું જ છે.
હા, લબ્ધિરૂપે તો વિષમસંયોગોમાં પણ અંગવિપર્યાસ ન જ હોય એ જાણવું. અર્થાત્ વિધિ કરતાં જે અન્યથા પ્રવૃત્તિ હોય છે, તે તેવી ઇચ્છાવશાતું કે પ્રમાદાદિવશાતું નથી હોતી, પણ પરિસ્થિતિવશાતું જ હોય છે. જેટલી વિધિ શક્ય હોય એટલો પ્રયત્ન તો અવશ્ય હોય જ છે. એટલે જ આગળ વિરતિધરને અમૃતાનુષ્ઠાનની જે સિદ્ધિ કરી દેખાડી છે, તેમાં વિથિપાનનસમવેર ન કહેતાં વિધિનિષ્ણવે કહ્યું છે. યોગબિંદુમાં અમૃતાનુષ્ઠાનની જે વ્યાખ્યા આપી છે તે સર્વવ્યાપી છે એમ જાણવું. - શ્રીપાળકુંવર જેવા વિશિષ્ટ ભૂમિકા પામેલા જીવોને ક્યારેક વ્યક્તરૂપે ભૌતિક ફળાશંસા દેખાતી હોય, તો પણ એમનો સંવેગ ઝળહળતો હોવાના કારણે એમનો મોક્ષાભિલાષ અક્ષત રહ્યો હોય છે. તીવ્રતામાં ભૌતિક ફળાપેક્ષા કરતાં મોક્ષાભિલાષા જ ચઢિયાતી હોય છે. વળી, ભૌતિકફળાપેક્ષા કામચલાઉ=પ્રાસંગિક હોય છે, જ્યારે મોક્ષાભિલાષા સતત બેઠી હોય છે. તેથી એમનું અનુષ્ઠાન (બાહ્ય રીતે ભૌતિક ફળાશંસા દેખાતી હોવા છતાં) અમૃતાનુષ્ઠાન જ બને છે, તહેતુ અનુષ્ઠાન નહીં, એ જાણવું. જેમ આલોક-પરલોક ઉભય સંબંધી ફળાપેક્ષા હોય તો જેની તીવ્રતા હોય તે મુજબ અનુષ્ઠાનનો વિષ કે ગરમાં સમાવેશ કરવો એમ પૂર્વે જણાવ્યું છે. એમ પ્રસ્તુતમાં ભૌતિકફળાભિલાષા અને મોક્ષાભિલાષા અંગે જાણવું. અર્થાત્ ભૌતિક ફળાભિલાષા તીવ્ર હોય તો તહેતુ અને મોક્ષાભિલાષા તીવ્ર હોય તો અમૃત. એટલે જ તહેતુ અનુષ્ઠાન માટે મુક્તિઅદ્વેષ કે મુક્તિનો ઈષદ્રાગ કહ્યો છે. પણ મુક્તિનો તીવ્રરાગ(તીવ્ર અભિલાષા=ઝળહળતો સંવેગ) નથી કહ્યો. કારણ કે એ જો હોય તો એની જ પ્રબળતા રહેવાથી ભૌતિક અપેક્ષા હોવા છતાં અનુષ્ઠાન તદૂત રહેતું નથી, પણ અમૃત બની જાય છે. પણ જેને બાધ્યકક્ષાની એવી પણ ભૌતિક ફળાપેક્ષા, મોક્ષાભિલાષાની અપેક્ષાએ પ્રબળ હોય છે એનું અનુષ્ઠાન તહેત બને છે એ જાણવું. ટૂંકમાં
માત્ર મોક્ષાભિલાષા કે નિર્બળભૌતિક ફલાભિલાષાથી મિશ્રિત પ્રબળ મોક્ષાભિલાષા - અમૃતાનુષ્ઠાન બાધ્ય એવી પ્રબળ ભૌતિક અપેક્ષા
- તહેતુઅનુષ્ઠાન અબાધ્ય એવી પારલૌકિક ભૌતિક અપેક્ષા - ગરાનુષ્ઠાન અબાધ્ય એવી ઇહલૌકિક ભૌતિક અપેક્ષા - વિષાનુષ્ઠાન ફળાદિ અંગે પ્રણિધાનશૂન્યતા
- અનનુષ્ઠાન પાંચ અનુષ્ઠાન અંગેની વિશેષ વાતો જાણવા માટે યોગવિંશિકા ગ્રન્થના મેં કરેલા ભાવાનુવાદનું તેમજ મારા તત્ત્વનિર્ણય પુસ્તકનું અવગાહન કરવા વિનંતી છે.
આ અંગે ઇષ્ટફળસિદ્ધિ વગેરે અંગેનું શાસ્ત્રીય માર્ગ દર્શન પણ જોઈ લઈએઇષ્ટફલસિદ્ધિ તથા દેશના પદ્ધતિ વિષે ધર્મોપદેશકોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન : અનંતજ્ઞાની ત્રિલોકનાથ શ્રી તીર્થકર ભગવંતો ફરમાવે છે કે-જીવ અનાદિકાળથી આ સંસારમાં જન્મ