________________
४४४
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ३०, ३१, ३२ प्रसन्नं क्रियते चेतः श्रद्धयोत्पन्नया ततः । मलोज्झितं हि कतकक्षोदेन सलिलं यथा ।। ३०।। वीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा । ततः समाहितं चेतः स्थैर्यमप्यवलम्बते ।। ३१।। अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना । मुक्त्यद्वेषक्रमेण स्यात् परमानन्दकारणम् ।। ३२ ।। जीवातुरित्याद्यारभ्याष्टश्लोकी सुगमा ।। ३२ ।।
| |/ રૂતિ મુવત્યષપ્રાધાન્ય ત્રિશિવા ઉરૂ II
ગાથાર્થ : પ્રસન્ન થયેલા ચિત્તથી વર્ષોલ્લાસ સ્કુરે છે. એ વર્ષોલ્લાસથી (=વર્ષોલ્લાસપૂર્વક સદનુષ્ઠાન કરવાથી એના દઢ સંસ્કાર પડવાના કારણે) પડુસ્મૃતિ થાય છે. આ પહુસ્મૃતિથી સમાધિને અનુભવતું ચિત્ત સાધનામાં સ્થિરતાનું અવલંબન કરે છે. ll૩૧/
ગાથાર્થ આ પ્રમાણે અપુનર્બન્ધકતા છે આદિમાં જેને એવું મુક્તિઅદ્વેષક્રમે થયેલું અધિકારીપણું પરમાનન્દનું કારણ બને છે.
અહીં આ બત્રીશીનું વિવેચન પૂર્ણ થાય છે. આ બત્રીશીમાં આવેલા વિષાદિઅનુષ્ઠાન અંગે કંઈક વિચારણાયોગબિન્દુગ્રન્થમાં વિષાનુષ્ઠાન માટે આવું નિરૂપણ છેविषं लब्ध्याद्यपेक्षात इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापदनात्तथा ।।
અર્થ : લબ્ધિવગેરેની સ્પૃહાથી અનુષ્ઠાન વિષ બને છે. સચ્ચિત્તનું મારણ થતું હોવાના કારણે તેમજ મોટા અનુષ્ઠાનના અલ્પફળની યાચના હોવાથી લઘુતાનું આપાદન થતું હોવાના કારણે આ અનુષ્ઠાન વિષરૂપ બને છે.
આમાં સ્પષ્ટ છે કે લબ્ધિ વગેરેની સ્પૃહા હોવામાત્રથી અનુષ્ઠાન વિષ બની જતું નથી, પણ જો એનાથી સચ્ચિત્તનું મારણ થતું હોય અને લઘુત્વને આપાદન થતું હોય, તો જ અનુષ્ઠાન વિષ બને છે.
આનો ફલિતાર્થ એ પણ મળે છે કે તદ્ધતુ અનુષ્ઠાનમાં ભૌતિક અપેક્ષા હોવા છતાં સચ્ચિત્તનું મારણ હોતું નથી કે લઘુતાનું આપાદન હોતું નથી.
એટલે જ “ભૌતિક અપેક્ષા વિનાનું અંતઃકરણ એ સચ્ચિત્ત” એવી વ્યાખ્યા લઈ ન શકાય, કારણ કે તો તો તદ્ધતુમાં પણ સચ્ચિત્તનું મારણ કહેવું પડે. એટલે “ધર્મકરણબુદ્ધિથી પ્લાવિત અને ધર્મકરણકાળે તે તે અનુષ્ઠાનને ઉચિત શુભભાવથી પ્લાવિત અંતઃકરણ એ સચ્ચિત્ત” એવી વ્યાખ્યા જાણવી.