________________
૪૪૨
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ૨૧, ૨૬
चौरस्य भवभ्रान्तौ = दीर्घसंसारभ्रमणे न बाधकः, यद् = यस्मात् तस्य गुणाद्वेषः क्रियारागप्रयोजको नाभूत् । इष्यते च तादृश एवाऽयं तद्धेत्वनुष्ठानोचितत्वेन संसारहासकारणमिति ।। २४ ।। जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः ।
गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ।। २५ । धारालग्नः शुभो भाव एतस्मादेव जायते । अन्तस्तत्त्वविशुद्ध्या च विनिवृत्ताग्रहत्वतः ।। २६ ।।
ટીકાર્થ : આમ, મુક્તિઅદ્વેષમાં વિશેષતા દર્શાવી એટલે વસુપાલને પૂર્વભવમાં સાધુનું દર્શન થવા પર ઉપેક્ષા થવાથી, સાધુ પ્રતિ ગુણરાગ ન જાગ્યો.. અને તેથી એ ચો૨ના ભવભ્રમણમાં–દીર્ઘ સંસારભ્રમણમાં બાધક ન બન્યો, કારણ કે તેનો ગુણઅદ્વેષ ક્રિયારાગનો પ્રયોજક નહોતો બન્યો.
વિવેચન : દ્વેષાભાવરૂપ હોવાથી મુક્તિઅદ્વેષ એક જ હોવા છતાં, એમાં યોગ્યતારૂપે થયેલો મુક્તિદ્વેષ (=સદનુષ્ઠાન રાગનો પ્રયોજક મુક્તિઅદ્વેષ) અને પ્રયત્નથી સાધેલો મુક્તિઅદ્વેષ (=એ રાગનો અપ્રયોજક મુક્તિઅદ્વેષ) આમ બે વિશેષ (-પ્રકાર) કહ્યા.. એટલે બીજા પ્રકારનો અદ્વેષ વસુપાલને હોવાથી ભવભ્રમણ અટકાવનાર ન બની શક્યો, કારણકે એ સદનુષ્ઠાનરાગનો પ્રયોજક બન્યો નહીં. વસુપાલનું દૃષ્ટાન્ત આ પ્રમાણે છે
કૌશામ્બીનગરીમાં ધન શ્રેષ્ઠી અને યક્ષ શ્રેષ્ઠી નામે બે શ્રેષ્ઠીના પુત્રો ક્રમશઃ ધનપાલ અને વસુપાલ હતા. પરસ્પર અત્યંત સ્નેહભીના આ બન્નેનાં મન, સ્વભાવ, ઇચ્છા વગેરે બધું એકસરખું હતું. એટલે દેહ જુદા હોવા છતાં બંનેના જીવ-મન એક જ છે એવી લોકવાયકા થઈ. એકદા શ્રીવીરપ્રભુ ત્યાં સમવસર્યા. બંને મિત્રો પ્રભુની દેશનાનું પાન કરવા ગયા. જિનવાણીના શ્રવણથી ધનપાલને સમ્યક્ત્વ પ્રગટ થયું, વસુપાલને ન થયું. એટલે બધાને આશ્ચર્ય થયું. ઇચ્છા વગેરે બાબતમાં એક મનવાળા તેઓ આમાં કેમ જુદા પડ્યા ? આવો પ્રશ્ન પુછાવા પર પ્રભુએ કહ્યું : પૂર્વભવમાં આ બંને ગ્રામમુખીના પુત્રો હતા. વ્યસનના પનારે પડવાથી ચોરી કરવાના માર્ગે વળ્યા. એક વખત ચોરી કરીને પાછા ફરી રહેલા તેઓનો રાજપુરુષોએ પીછો પકડ્યો. તેથી એ બંને પર્વતની એક ગુફામાં ઘૂસ્યા. ત્યાં સાધુ ભગવંત આતાપના લઈ રહ્યા હતા. એમને જોઈને ધનપાલને અહોભાવઆદરભાવ જાગ્યો. પણ વસુપાલને ન અહોભાવ થયો, ન દ્વેષ થયો. પણ ઉપેક્ષાભાવ થયો. એટલે એને સાધુની પ્રશંસા દ્વારા બોધિબીજ નાખ્યું નહીં. માટે, અત્યારે જિનવાણીની વૃષ્ટિ થવા છતાં એને સમ્યક્ત્વનો અંકુરો ફૂટ્યો નહીં. ને તેથી સંસારભ્રમણ સીમિત થયું નહીં.
આમ, મુક્તિઅદ્વેષ, ઉપાયભૂત ગુણો પ્રતિ અદ્વેષ કે એ ગુણના ગુણીઓ પ્રતિ અદ્વેષ.. આ બધું જ સદનુષ્ઠાનરાગના પ્રયોજક બને તો જ તદ્ભુતુઅનુષ્ઠાન કરાવનાર હોવાથી જીવને હિતકર નીવડે છે, એ સિવાય નહીં... એ નિશ્ચિત થયું. ॥ ૨૪ || હવેના આઠ શ્લોક દ્વારા મુક્તિઅદ્વેષપ્રાધાન્યબત્રીશીનો ઉપસંહાર કરે છેગાથાર્થ : તેથી આવા પ્રકારનો (=સદનુષ્ઠાન રાગનો પ્રયોજક બનનારો) મુક્તિઅદ્વેષ કર્મોનો=સદનુષ્ઠાનોનો જીવાતુ=પ્રાણ છે અને એ જ અવ્યવધાનપણે ગુણરાગનું બીજ બને છે.
ટીકાર્થ : જીવાતુ.. આ શ્લોકથી માંડીને આઠે શ્લોક સુગમ છે. (તેથી ગ્રન્થકારે એના પર ટીકાની રચના કરી નથી.) ॥૨૫॥