________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४४५
જો કે જિનોક્ત કોઈપણ અનુષ્ઠાન વીતરાગતા-કેવલજ્ઞાન-મોક્ષ અપાવી શકે છે. એટલે સૌભાગ્ય વગેરેની ઇચ્છા રાખવી એ અનુષ્ઠાનની લઘુતા કરવારૂપ છે જ. તેમ છતાં એવું લઘુત્વઆપાદન જો અહીં વિવક્ષિત હોય તો તો તદ્વેતુ અનુષ્ઠાન પણ વિષ બની જાય. એટલે, જે અનુષ્ઠાન પરંપરાએ પણ અંશમાત્ર પણ મોક્ષનું કારણ ન બને.. તો જ લઘુત્વનું આપાદાન કહેવાય એમ માનવું જરૂરી બને છે.
ચરમાવર્તમાં થતા કોઈપણ ધર્માનુષ્ઠાનથી સચ્ચિત્તનું મારણ કે લઘુત્વનું આપાદન થતું નથી, માટે વિષગર થતા નથી. તેમ છતાં, જેમાં ભૌતિક અપેક્ષાનો સંબંધ છે એવા ચરમાવર્તમાં થતા અનુષ્ઠાનોના આપણે ત્રણ વિભાગ કરી શકીએ..
(૧) ભૌતિક ઇચ્છા પહેલાં પેદા થયેલી છે.. ને પછી એની સફળતા માટે ગુરુઉપદેશથી કે સ્વયં ધર્મ કરે.. જેમ કે ધમ્મિલ વગેરે. ગર્થામમિતાવિળઽપિ ધર્મ વ્ યતિતવ્યમ્ વગેરે શાસ્ત્રવચનો (અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ ક૨વો જોઈએ) દ્વારા આ વિહિત હોવાથી આ નિષિદ્ધ નથી. અને એટલે જ એ જીવને ઉત્તરોત્તર આગળ વધારનાર જ બને છે.
(૨) પહેલાં નિરાશંસભાવે ધર્મ કર્યો... પણ પછી નિયાણું કર્યું. જેમ કે સંભૂતિમુનિ. આમાં અનુષ્ઠાન ત્યાજ્ય નથી, પણ નિયાણું ત્યાજ્ય છે, કારણ કે એ ભવિષ્યમાં સંયમાદિરૂપ ધર્મવિશેષની પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. તેથી અનુષ્ઠાન નિષિદ્ધ નથી, પણ નિયાણું નિષિદ્ધ છે.
(૩) પહેલાં નિરાશંસભાવે પ્રભુભક્તિ કરી. પછી જયવીયાયસૂત્રગત ઇટ્ટફલસિદ્ધિ પદથી, ચિંતાનો વિષય બનેલી આવશ્યક આજીવિકા વગેરેની પ્રાર્થના કરી. આ પણ સૂત્રવિહિત છે, નિષિદ્ધ નથી, અને જીવને લાભકર્તા જ નીવડે છે.
આ ત્રણમાં પ્રથમમાં ભૌતિક ઇચ્છા આવશ્યકતાજન્ય કે લોભજન્ય છે, બીજામાં લોભજન્ય છે જ્યારે ત્રીજામાં આવશ્યકતાજન્ય છે. ત્રીજામાં પણ લોભજન્ય ઇચ્છાનો વિષય માગવામાં આવે તો એ નિયાણું જ બની જવાથી બીજા પ્રકારમાં જાય. પહેલો-છેલ્લો પ્રકાર વિહિત છે, લાભકર્તા જ છે. બીજો પ્રકાર નિયાણા અંશમાં નિષિદ્ધ છે, અનુષ્ઠાન અંશમાં નિષિદ્ધ નથી.
‘તને અર્થ-કામની ઇચ્છા છે ? તો એ ઇચ્છાથી ધર્મ તો ન જ કરાય' આવું એક પણ શાસ્ત્રવચન આખા જૈનવામયમાં ક્યાંય જોવા મળ્યું નથી કે કોઈ ગીતાર્થ ગુરુભગવંતે પૂછવા આવેલા જિજ્ઞાસુને આવો નિષેધ કર્યો હોય એવું કોઈ શાસ્ત્રીય દૃષ્ટાંતમાં જોવા મળતું નથી. ઉપરથી આવી ઇચ્છાથી પણ ધર્મ જ ક૨વો જોઈએ એવાં ઢગલાબંધ શાસ્ત્ર વચનો જુદાં જુદાં શાસ્ત્રોમાં દૃષ્ટિગોચર થાય છે ને એવાં ઢગલાબંધ શાસ્ત્રીયદૃષ્ટાંતો પણ જોવા મળે છે.
જે વાતો વિષઅનુષ્ઠાન માટે કહી છે એ જ બધી ગરઅનુષ્ઠાન માટે પણ સમાન છે. માત્ર ભૌતિક ઇચ્છા પરલોક સંબંધી છે.
અમૃતાનુષ્ઠાન માટે શ્રી અધ્યાત્મસારના ૧૦મા અધિકારના ૨૭મા શ્લોકમાં કહ્યું છે કેशास्त्रार्थालोचनं सम्यक् प्रणिधानं च कर्मणि ।
कालाद्यङ्गाविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ।। २७ ।।