________________
४४३
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
अस्मिन सत्साधकस्येव नास्ति काचिद् बिभीषिका । सिद्धेरासन्नभावेन प्रमोदस्यान्तरोदयात् ।। २७।। चरमावर्तिनो जन्तोः सिद्धेरासन्नता ध्रुवम् । ભૂથસોડમી તિન્તાન્તર્વે વિન્ફરવુથી | ૨૮ાા मानोरथिकमित्थं च सुखमास्वादयन् भृशम् । पीड्यते क्रियया नैव बाढं तत्रानुरज्यते ।। २९ ।।
ગાથાર્થ અંતસ્તત્ત્વની વિશુદ્ધિથી અને આગ્રહ વિનિવૃત્ત થયો હોવાથી આ મુક્તિઅષથી જ ધારાલગ્ન શુભભાવ પ્રવર્તે છે.
વિવેચનઃ ચરમાવર્તમાં યોગની સમુચિતયોગ્યતા ઉલ્લવી એ અંતસ્તત્ત્વની વિશુદ્ધિ છે.
સુખ તો પૌદ્ગલિક જ હોય' તીવ્ર ભાવાભિવૃંગરૂપ બનનારો આવો દઢ આગ્રહ અચરમાવર્તમાં હોય છે. ચરમાવર્તમાં એ રહેતો નથી. માટે વિનિવૃત્તાગ્રહત્વ કહ્યું છે. રકા
ગાથાર્થ: આ મુક્તિઅદ્વેષ હોતે છતે વિદ્યાના સસાધકની જેમ કોઈ ભય રહેતો નથી. તે પણ એટલા માટે કે સિદ્ધિ નજદીક હોવાથી અંદર એક અપૂર્વ પ્રમોદ ઉદય પામેલો છે.
વિવેચનઃ વિદ્યાનો જે સારો સાધક હોય તેને વિદ્યાસિદ્ધિ જ્યારે નજીક થાય છે ત્યારે અંદરથી કોઈ અપૂર્વ આનંદ અનુભવાવાનો ચાલુ થવાથી ગમે તેવી ભયંકર કસોટી વગેરેનો પણ ભય રહેતો નથી. એવી જ રીતે મુક્તિઅદ્વેષ હોતે છતે સિદ્ધિ નજદીક થઈ હોવાથી અંતઃકરણમાં કોઈક અવર્ણનીય પ્રમોદ અનુભવાવાથી બહાર કોઈ ભય સતાવતો નથી. ll૧૭ી (ચરમાવર્તકાળ પણ અનંતકાળચક્ર જેટલો સુદીર્ઘ છે. પછી સિદ્ધિ નજદીક શી રીતે કહેવાય? આવા પ્રશ્નનો જવાબ આપે છે-).
ગાથાર્થ ચરમાવર્તમાં રહેલા જીવને સિદ્ધિ નિચે નજદીક હોય છે. કારણ કે ઘણા અનંતા પુદ્ગલપરાવર્તા પસાર થઈ ગયા છે, તો તેની અપેક્ષાએ આ એક પુદ્ગલપરાવર્ત એ સમુદ્રમાં બિંદુ તુલ્ય છે. (અર્થાત્ કશું જ નથી.) Il૨૮.
ગાથાર્થ “મારી સિદ્ધિ નજીક છે' આ વિચાર જ જીવને જાતજાતની સુખદ કલ્પનાઓમાં રાચતો કરી દે છે. આ માનોરથિક (=મનોરથજન્ય) સુખને વારંવાર અનુભવતો જીવ, મુક્તિઉપાયભૂત ક્રિયાથી પીડા પામતો નથી, પણ ઉપરથી એમાં ખૂબ અનુરાગ ધરાવનારો બને છે.
વિવેચન : સાધનામાં કષ્ટ જોનારને પીડા થાય, કમાણી જોનારને ખુશી થાય અને સાધના કમાણીનું સાધન લાગવાથી, સાધના પર અનુરાગ થાય. ચરમાવર્તવર્તી જીવને સાધનામાં મુક્તિની નજદીકના રૂપ કમાણી ભાસવાથી અનુરાગ પેદા થાય છે. આરા
ગાથાર્થ માનોરથિક સુખ અને સદનુષ્ઠાનરાગથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધાથી, જેમ ફટકડીના ચૂર્ણથી મળરહિત બનેલું પાણી પ્રસન્ન (=નિર્મળ) થાય છે એમ ચિત્ત પ્રસન્ન (=નિર્મળ) થાય છે. ૩૦