________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४५५ निरुपचरिता । अन्यस्य = अपुनर्बन्धकातिरिक्तस्य सकृद्बन्धकादेः पुनरुपचारतः सा, तथाविधभववैराग्याभावात् । मार्गपतितमार्गाभिमुखौ (=मार्गपतिताभिमुखौ) पुनरस्यापुनर्बन्धकस्यावस्थान्तरं दशाविशेषरूपौ । मार्गो हि चेतसोऽवक्रगमनं भुजङ्गमनलिकायानतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । तत्र प्रविष्टः = मार्गपतितः । मार्गप्रवेशयोग्यभावापन्नश्च मार्गाभिमुख इति । न ह्येतावपुनर्बन्धकावस्थायाः परतरावस्थाभाजौ, भगवदाज्ञाऽवगमयोग्यतया पञ्चसूत्रकवृत्तावनयोरुक्तत्वात् ।। २ ।। કે તેવા પ્રકારનો ભવવૈરાગ્ય એને હોતો નથી. તથા માર્ગપતિત અને માર્ગાભિમુખ એ આ અપુનર્બન્ધકની જ વિશેષ અવસ્થારૂપ છે. સાપનું નલિકામાં થતા ગમન જેવું ચિત્તનું અવક્ર ગમન એ માર્ગ છે. એ માર્ગ) વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવી આપવામાં કુશળ એવો સ્વરસવાહી ચોક્કસ પ્રકારના ક્ષયોપશમરૂપ છે. આવા માર્ગમાં પ્રવિષ્ટ થઈ ચૂકેલો જીવ એ માર્ગપતિત છે, અને એમાં પ્રવેશને યોગ્ય ભાવ પામેલો જીવ એ માર્ગાભિમુખ છે, “આ બન્ને અપુનર્બન્ધક અવસ્થા કરતાં દૂરની અવસ્થાવાળા નથી, કારણ કે આ બન્નેને પંચસૂત્રની વૃત્તિમાં ભગવાનની આજ્ઞાના બોધને યોગ્ય કહ્યા છે.
વિવેચનઃ (૧) ઉપર કહી ગયા મુજબ અપુનર્બન્ધક જીવને મુક્તિઅષક્રમે પ્રગટેલો સદનુષ્ઠાનરાગ એ જ કલ્યાણઆશય છે. એનો સંબંધ હોવાથી એણે કરેલી ગુર્વાદિપૂજા એને યોગમાર્ગમાં પ્રવેશ કરાવવાનું કારણ બની શકે છે. આમ એ સ્વકાર્ય કરનારી હોવાથી મુખ્ય છે.
(૨) તથાવિધભવવૈરાગ્યભાવાતુ: અહીં એવા ભવવૈરાગ્યની વાત છે જે અપુનર્બન્ધકને હોય અને સફબંધકાદિને ન હોય. એટલે એ વૈરાગ્ય તરીકે ભવાભિવંગનો અભાવ=કારમી ભોગેચ્છાનો અભાવ લેવાનો છે એ સૂચિત થાય છે, કારણ કે એ અભાવાત્મક વૈરાગ્ય જ આવો હોય છે.
(૩) માર્ગપતિત અને માર્ગાભિમુખ. આ બન્ને અપુનર્બન્ધકની જ વિશેષ અવસ્થારૂપ હોવાથી એ બન્નેની પૂર્વસેવા પણ મુખ્ય જાણવી.
(૪) માર્ચ... સાપ બહાર ભલે વાંકો સળવળાટ કરતો ચાલતો હોય, પણ જેવો બિલમાં પેસે કે એવી કોઈ નલિકામાં પેસે તો સીધો ચાલે છે ને સ્વગન્તવ્ય સ્થળને પ્રાપ્ત કરી લે છે. એ રીતે ચિત્તનું અવક્રગમન એ માર્ગ છે. આશય એ છે કે એક સદધન્યાય આવે છે. શાતાવેદનીયના ઉદયવાળા અંધપુરુષને રસ્તે જતાં વચ્ચે કોઈ ખાડો વગેરે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે એનો શાતાવેદનીયનો ઉદય એને એ ખાડો વગેરે આવે એ પૂર્વે જ રસ્તો બદલી નાખવાની એક સહજ પ્રેરણા કરે છે. (અર્થાતું, “અહીં ખાડો છે” એવું એને કાંઈ ખબર નથી, પણ જેવો નજીક આવે કે એના મનમાં થાય કે ડાબે ઘણું ચાલ્યો, લાવ હવે થોડું જમણે ચાલુ... ને એ રસ્તો બદલી નાખે, ખાડામાંથી પડતાં બચી જાય..) આવું દરેક વિષમ પરિસ્થિતિ વખતે થાય એ સદન્ધન્યાય છે. આ શાતાવેદનીયના ઉદયનો પ્રભાવ છે.
એમ, ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ કેવા આચાર, ઉચ્ચાર કે વિચારથી થાય એ કદાચ કોઈ હિતસ્વી પાસેથી ન જાણ્યું હોવા છતાં, તે તે પરિસ્થિતિમાં અંદરથી ચિત્ત જ મન-વચન-કાયાને એવા પ્રવર્તાવે.. એનું ચિત્ત જ એવો વિચાર વગેરે કરવાનું સુઝાડ્યા કરે. ચિત્તની આવી અવસ્થા એ અવક્રગમન કહેવાય. આવી અવસ્થા મુખ્યતયા ગાઢમિથ્યાત્વમોહનીયકર્મના વિશેષ પ્રકારના ક્ષયોપશમથી થાય છે. માટે આ ક્ષયોપશમવિશેષ જ માર્ગ કહેવાય છે. આવા ક્ષયોપશમવાળો જીવ કદાચ મુસ્લિમ બન્યો હોય, અને બકરી ઇદના દિવસે બકરીને હલાલ