________________
४४०
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - २३ व्यापन्नदर्शनानां च तच्छ्रवणं न स्वारसिकमिति भावः । तत् = तस्माद् मुक्त्यद्वेषे सत्यन्यस्यां = बाध्यायां फलापेक्षायां समुचितयोग्यतावशेन मोक्षार्थशास्त्रश्रवणस्वारस्योत्पन्नायां बुद्धिर्मार्गानुसारिणी मोक्षपथाभिमुख्यशालिनी भवतीति भवति तेषां तीव्रपापक्षयात् सदनुष्ठानरागः ।। २२ ।।
तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् । મધમપ્રવેશ લીડથત વ || ૨૩
तत्तदिति । तत्तत्फलार्थिनां = सौभाग्यादिफलकाक्षिणां तत्तत्तपो रोहिण्यादितपोरूपमत एव तन्त्रे प्रदर्शितम् । अत एव च मुग्धानां मार्गप्रवेशाय (=मुग्धमार्गप्रवेशाय) दीयतेऽपि गीतार्थैः । यदाह-"मुद्धाण
નથી, પણ લીધા વિના છૂટકો નથી. એવું આ શ્રવણ હોય છે. ને તેથી જ સદનુષ્ઠાન કરવા છતાં એના પ્રત્યે આંતરિકપ્રીતિ ક્યારેય નિર્માણ થતી નથી.
(૩) અહીં મોક્ષાર્થશાસ્ત્રશ્રવણસ્વારસ્યોત્વત્રાયાં આવું પદ છે. સ્ત્રીલિંગ સપ્તમી એકવચનાન્ત હોવાથી એને વાધ્યાય પ્રતાપેક્ષાયાં નું વિશેષણ માનવું પડે છે જે સંગત થઈ શકતું નથી. કારણ કે વિશેષણપદનો અર્થ થાય છે-મોક્ષ માટેના શાસ્ત્રશ્રવણના સ્વારસ્યથી=સ્વરુચિથી ઉત્પન્ન થયેલ. હવે ફળાપેક્ષા તો અનંતાનુબંધી રાગના ઉદયથી થઇ છે અને એમાં બાધ્યત્વ મુક્તિઅદ્વેષથી થયું છે. એટલે બાધ્યફળાપેક્ષા આ સ્વારસ્યથી ઉત્પન્ન થઇ છે એવી વાત યોગ્ય નથી. તેથી આ વિશેષણપદમાં કંઈક અશુદ્ધિ હોવી જોઈએ. મને એમ લાગે છે કે આ વિશેષણપદમાં છેલ્લે જે યાં છે તે અક્ષર વધારાનો આવી ગયો છે. અર્થાત્ અહીં મોક્ષાર્થશાસ્ત્રશ્રવાસ્વારસ્યોત્પન્ના આટલું જ પદ જોઈએ અને એ બુદ્ધિનું વિશેષણ છે. એટલે આવો અર્થ મળે છે-મુક્તિઅદ્વેષ પ્રગટવા પર ફળાપેક્ષા બાધ્ય થાય છે. વળી સમુચિતયોગ્યતાના કારણે મોક્ષાર્થશાસ્ત્રશ્રવણ પ્રત્યે અંદરથી રુચિ જાગ્રત થાય છે. આ રુચિથી ઉત્પન્ન થઈ હોવાના કારણે બુદ્ધિ માર્ગાનુસારિણી બને છે. બુદ્ધિ મોક્ષમાર્ગને અભિમુખ થવી એ પણ પ્રચંડ શુભભાવરૂપ હોવાથી એનાથી તીવ્ર પાપોનો ક્ષય થાય છે. અને એ થાય છે એટલે સદનુષ્ઠાનરાગ પ્રગટે છે. અને તેથી અનુષ્ઠાન તદ્હેતુ બનવાથી લાભકર્તા ઠરે છે. llરરોl (આ જ વાતનું સમર્થન કરે છે-).
ગાથાર્થ આથી જ શાસ્ત્રમાં તે તે ફળના અર્થીઓને તે તે તપ દેખાડ્યો છે. વળી એટલે જ મુગ્ધજીવને માર્ગપ્રવેશ માટે એ અપાય પણ છે.
ટીકાર્થ: તે તે ફળના અર્થીઓને-સૌભાગ્ય વગેરે ફળના ઇચ્છુકોને રોહિણી વગેરે તે તે તપ આ કારણે જ શાસ્ત્રમાં દેખાડેલો છે. અને એટલે જ ગીતાર્થો વડે મુગ્ધજીવોને માર્ગપ્રવેશ માટે એ અપાય પણ છે. કહ્યું છે : મુગ્ધજીવોના સમ્યફ હિત માટે. આ રીતે કરવામાં અહીં વિષ વગેરે અનુષ્ઠાન થવાની આપત્તિ નથી કે તહેતુઅનુષ્ઠાનનો ભંગ થઈ જવાની આપત્તિ નથી, કારણ કે ફળાપેક્ષા બાધ્ય છે. આ રીતે જ માર્ગનું અનુસરણ સંગત થાય છે.
7. શબ્દશઃ વિવેચનકારે ભાવાર્થમાં-રીયds fીતા શબ્દમાં રહેલા આ શબ્દથી એ પ્રાપ્ત થાય કે ગીતાર્થો જીવોની એવી યોગ્યતા ન દેખાય તો રોહિણી આદિ તપ ન પણ આપે. આવું જ કહ્યું છે તે ગલત જાણવું, કારણ કે રે શબ્દ “શાસ્ત્રમાં રોહિણી વગેરે તપ માત્ર દેખાડેલા છે એટલું જ નહીં, ગીતાર્થો વડે મુગ્ધજીવોને અપાય પણ છે.” આવો અર્થ ધ્વનિત કરે છે.