________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४३९ सदनुष्ठाने रागकृत् = रागकारिणी । सा च = बाध्यफलापेक्षा च प्रज्ञापनाधीना = उपदेशायत्ता मुक्त्यद्वेषमपेक्षते વારત્વેન તા૨૧Tો યતઃ -
अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी । मुक्त्यद्वेषे तदन्यस्यां बुद्धिर्मार्गानुसारिणी ।।२२।। अबाध्येति । अबाध्या हि सा फलापेक्षा मोक्षार्थशास्त्रश्रवणघातिनी तत्र विरुद्धत्वबुद्ध्याधानाद्
શંકા ઃ હજુ પણ અભવ્ય જીવને તદ્હેતુઅનુષ્ઠાન માનવાની અતિવ્યાપ્તિ ઊભી જ છે. તે આ રીતે - અભવ્યજીવને પણ મુક્તિઅદ્વેષ તો છે જ. એ એની ફળાપેક્ષાને બાધ્ય બનાવશે. એ બાધ્યફળાપેક્ષા સદનુષ્ઠાનરાગ પ્રગટાવશે જે અનુષ્ઠાનને તદ્ધતુ બનાવશે.
સમાધાનઃ આ આપત્તિ ન આવે એ માટે જ મેં પૂર્વે મુક્તિઅદ્વૈષના બે પ્રકાર જે કહેલા તે માનવા જરૂરી છે. યોગ્યતારૂપે થયેલ કાળસાધ્ય મુક્તિઅદ્વેષ જે બધા ચરમાવર્તવર્તી જીવોને હોય છે. અને એ વિના જ, પુરુષાર્થથી કરેલો વ્યક્તરૂપનો મુક્તિઅદ્વેષ. અભવ્યાદિને હોય ત્યારે આ મુક્તિઅદ્વેષ હોય. આમાંથી પ્રથમ મુક્તિઅષ બાધ્ય ફળાપેક્ષા-સદનુષ્ઠાનરાગ દ્વારા તહેતુનું કારણ બને છે. બીજો મુકિતઅદ્વેષ નહીં, માટે તમે કહેલી અતિવ્યાપ્તિ રહેતી નથી. મુક્તિઅદ્વેષ એક જ પ્રકારનો હોય વગેરે વાતની સંગતિ પણ પૂર્વે દેખાડેલી જ છે. //ર૧ બાધ્યફળાપેક્ષા પોતાના કારણ તરીકે મુક્તિઅદ્વેષની અપેક્ષા કેમ રાખે છે ? એ હવે જણાવે છે
ગાથાર્થ : (કારણ કે) અબાધ્ય એવી જ તે મોક્ષાર્થશાસ્ત્રશ્રવણનો ઘાત કરનારી છે. તેથી મુક્તિઅદ્વેષ આવવા પર ભિન્ન બાધ્ય ફળાપેક્ષા હોતે છતે બુદ્ધિ માર્ગોનુસારિણી બને છે.
ટીકાર્થ : 'અબાધ્ય એવી જ તે ફળાપેક્ષા મોક્ષાર્થશાસ્ત્રશ્રવણનો ઘાત કરનારી છે, કારણ કે તેમાં વિરુદ્ધત્વ બુદ્ધિને સ્થાપે છે. વ્યાપત્રદર્શનજીવોને તેનું શ્રવણ ‘સ્વારસિક હોતું નથી, એવો ભાવ જાણવો. તેથી, મુક્તિઅદ્વેષ પ્રગટ્ય છતે અન્ય-બાધ્યફળાપેક્ષા હોતે છત, સમુચિત યોગ્યતાના કારણે મોક્ષાર્થશાસ્ત્રશ્રવણનો સ્વરસ ઉત્પન્ન થાય છે. આ સ્વરસતાના કારણે બુદ્ધિ માનુસારિણી=મોક્ષમાર્ગને અભિમુખ થવાના સ્વભાવવાળી બને છે. તેથી તેવા જીવોને તીવ્ર પાપક્ષય થવાથી સદનુષ્ઠાનરાગ પ્રગટે છે.
વિવેચનઃ શંકા-ભૌતિક અપેક્ષા બેઠી છે એ જ સૂચવે છે કે વિષયાદિના આકર્ષણ બેઠા છે. મોક્ષ માટે કે એના ઉપાયભૂત ચારિત્રાદિ માટે તો એ આકર્ષણ તોડવાના છે. એટલે એનું શ્રવણ જીવને જામે જ શી રીતે ? અને એ શ્રવણ જ જો નથી તો સદનુષ્ઠાન કે એનો રાગ વગેરે સંભવે જ શી રીતે ?
(૧) સમાધાનઃ જે ફળાપેક્ષા અબાધ્ય હોય તેની સાથે જ મોક્ષાર્થશાસ્ત્રશ્રવણ=મોક્ષ માટેના શાસ્ત્રોનું શ્રવણ જામતું નથી, કારણ કે એ ફળાપેક્ષા “આ શ્રવણ મારા ઇચ્છિતથી વિરુદ્ધ છે' એવી બુદ્ધિ કરાવે છે.
શંકા : અભવ્યાદિ પણ શાસ્ત્રશ્રવણાદિ કરે તો છે ! (૨) સમાધાનઃ એમનું એ શ્રવણ અંદરની રુચિથી થયેલું હોતું નથી. પૂર્વે જણાવ્યું એમ કડવી દવા રુચતી
6. શબ્દશઃ વિવેચનકારે અહીં વ્યાપાદર્શનવાળા શબ્દથી અતત્ત્વ પ્રત્યેના આગ્રહવાળા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા એવા નિબવાદિનું ગ્રહણ છે. એવું જે જણાવ્યું છે તે ગલત જાણવું. કારણ કે પૂર્વે (પૃ. ૪00) જણાવ્યા મુજબ વ્યાપદર્શનવાળા તરીકે અચરમાવર્તવર્તી-અનાદિ મિથ્યાત્વી લેવાના છે.