________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४३५ नन्विति । मुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानस्य तद्धेतुत्वेऽभव्यानुष्ठानविशेषेऽतिव्याप्तिः, नवमग्रैवेयकप्राप्तेर्मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात् । मुक्तिरागप्रयुक्तानुष्ठानस्य तत्त्वे तु मनाग्राग-प्राक्कालीनमुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानेऽव्याप्तिरित्यर्थः ।।१७।।
न चाद्वेषे विशेषस्तु कोऽपीति प्राग निदर्शितम् । ईषद्रागाद्विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ।।१८।।
न चेति । अद्वेषे विशेषस्तु न च कोऽप्यस्ति, अभावत्वादिति प्राक् = पूर्वद्वात्रिंशिकायां निदर्शितम् । ईषद्रागाच्चेद्विशेषः ? तर्हि तत एवाद्वेषस्योपक्षयः (=अद्वेषोपक्षयः), विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्यात् ।
ટીકાર્થ : પૂર્વપક્ષ ઃ જો મુક્તિઅદ્વેષ પ્રયુક્ત અનુષ્ઠાન તદ્ધત બનતું હોય તો અભવ્યના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ થશે, કારણ કે એમને થતી નવમા રૈવેયકની પ્રાપ્તિ મુક્તિઅદ્વેષ પ્રયુક્ત હોવી કહી છે. મુક્તિરાગ પ્રયુક્ત અનુષ્ઠાન જો તેવું હોય તો મનફરાગની પૂર્વકાળના મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાનમાં અવ્યાપ્તિ થશે.
વિવેચન : તદ્ધત અનુષ્ઠાનનું લક્ષણ શું માનવું? એના વિકલ્પ બતાવી પૂર્વપક્ષ ઊભો થયો છે. પૂર્વપક્ષ: “મુક્તિઅદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાન હોય તે તદૂત અનુષ્ઠાન' આવું લક્ષણ અતિવ્યાપ્તિદોષ ગ્રસ્ત છે, કારણ કે અભવ્યના વિષ-ગરાત્મક અનુષ્ઠાનવિશેષમાં એ લક્ષણ જાય છે. તે પણ એટલા માટે કે મુક્તિઅષ વગર માત્ર અનુષ્ઠાન નવમો ગ્રેવેયક વગેરે આપી શકતું ન હોવાથી એ મુક્તિઅષપ્રયુક્ત હોય છે જ. આ અતિવ્યાપ્તિને વારવા જો એમ કહો કે “મનાગુ (=અલ્પ) રાગપ્રયુક્ત અનુષ્ઠાન જે હોય તે તદુહેતુ’ તો આ લક્ષણમાં અવ્યાપ્તિ દોષ છે. કારણ કે ચરમાવર્તપ્રવિષ્ટ જે જીવને હજુ મુક્તિનો અ૫રાગ પણ પ્રગટ્યો નથી, તેને પણ મુક્તિઅદ્વેષ તો પ્રગટી જ ગયો છે. એનું અનુષ્ઠાન તદૂત હોવા છતાં મનાગુ રાગ પ્રયુક્ત ન હોવાથી એમાં લક્ષણ જતું ન હોવાના કારણે અવ્યાપ્તિ. I/૧૭ (પૂર્વપક્ષી પોતાના પૂર્વપક્ષને આગળ ચલાવે છે-).
ગાથાર્થ અદ્વેષમાં કોઈ વિશેષ હોતો નથી એ પૂર્વે જણાવેલું છે. ઈષદ્રાગથી જો વિશેષ કહેશો તો અદ્વેષ ઉપક્ષીણ થઈ જશે.
ટીકાર્થ : “અદ્વેષમાં વિશેષ=ભેદ કોઈ હોતો નથી, કારણ કે એ અભાવરૂપ છે' આ વાત પૂર્વની બત્રીશીની ૩૨મી ગાથામાં બતાવેલી છે. ઈષદ્રાગના કારણે વિશેષ જો કહેશો તો એનાથી જ અદ્વેષનો ઉપક્ષય થઈ જશે, કારણ કે વિશેષણથી જ કાર્ય થઈ જવાથી વિશેષ્ય વ્યર્થ બની જાય છે. આમ, “મુક્તિઅષથી કે ઈષદ્ મુક્તિ અનુરાગથી તદ્હેતુ અનુષ્ઠાન થાય.” આવા વચનનો વ્યાઘાત થાય છે.
વિવેચનઃ પ્રતિયોગી ઘટ નાનો મોટો વગેરે અનેકરૂપે સંભવે, ઘટાભાવ તો એકસરખો જ હોય છે. એમ મુક્તિદ્વેષાભાવ પણ એક જ પ્રકારનો હોવાથી ચરમાવર્તવર્તી જીવ અને તભિન્ન જીવના મુક્તિઅદ્વેષમાં ફરક પાડી શકાતો નથી.
(શંકા : મુક્તિઅદ્વેષમાં ભેદ ન હોવા છતાં, મુક્તિના મનાગુ રાગથી વિશિષ્ટ મુક્તિઅદ્વેષ, અને એ વગરનો મુક્તિઅદ્વેષ. આવો ભેદ તો પાડી શકાય ને !)
સમાધાન: તો પછી મુક્તિઅદ્વેષ ઉપક્ષીણ=વ્યર્થ થઈ જશે. આશય એ છે કે પછી, “મોક્ષના મનાગુરાગ