________________
४३४
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - १६, १७
चतुर्थं चरमावर्ते प्रायोऽनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु स्यादन्यथापि हि ।। १६ ।।
चतुर्थमिति । चरमावर्ते प्राय: = बाहुल्येन चतुर्थं तद्धेतुनामकमनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु = कदाचिदन्यथाऽपि स्यादिति प्रायोग्रहणफलम् ।।१६।। शङ्कते - नवद्वेषोऽथवा रागो मोक्षे तद्धेतुतोचितः ।
आद्ये तत् स्यादभव्यानामन्त्ये न स्यात्तदद्विषाम् ।।१७।।
છે. આ અંગેની વિશેષ વાતો યોગવિંશિકા ગ્રન્થના મેં કરેલા ગુજરાતી વિવેચનમાંથી જાણી લેવી. એ વિવેચનમાં મેં સંભાવના વ્યક્ત કરી હતી કે ચરમાવર્તમાં વિષ-ગર ન હોય, પણ આ બત્રીશીના વિવેચનવેળા એનાં વચનો પર વધારે ઊંડાણથી વિચાર કરવા પર હવે હું આ નિશ્ચય પર આવ્યો છું કે ચરમાવર્તમાં વિષ-ગર હોય ‘નહીં. અસ્તુ.
પ્રશ્ન : ચ૨માવર્તવર્તી જીવને વિષ-ગરની વાતો, ‘એ ભૌતિક અપેક્ષા છોડવાની તાલાવેલીવાળો થાય એ માટે છે' આવી તમારી કલ્પનાનું સૂચક હોય એવું કાંઈ દર્શાવી શકો ?
ઉત્તર : હા, ચોક્કસ. પૂર્વે બીજી ગાથમાં વ્રતદુગ્રહને શસ્ત્ર-અગ્નિ-સાપના દુર્રહસદેશ કહ્યો છે. એના વિવેચનમાં મેં જણાવેલું છે કે શસ્ત્રાદિ તો સ્વરૂપે નુક્શાનકર્તા છે. પછી, સ્વરૂપે લાભકર્તા એવા વ્રતના દુગ્રહ માટે એના દુગ્રહની વાત કેમ કરી ? પ્રથમ નજરે અનુચિત લાગે એવી પણ આ સરખામણીનો મહાતાર્કિક એવા શ્રીહરિભદ્રસૂરિમહારાજે તથા મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજે સ્વ-સ્વગ્રન્થોમાં ઉલ્લેખ કર્યો છે તો એની પાછળ જરૂ૨ કોઈ ગંભીર રહસ્ય હશે. એ રહસ્ય આ છે - એક તો શસ્ત્રાદિ સ્વરૂપે જ નુક્શાનકર્તા અને વળી એનો દુગ્રહ એટલે કેટલું વધારે નુક્શાનકારક.. ભૌતિક અપેક્ષાવાળા અનુષ્ઠાનની આની સાથે સરખામણી કરવાથી ભૌતિક અપેક્ષાની દુષ્ટતા ઓર વધારે પ્રતીત થાય જ. ને તેથી એને ટાળવાની ચાનક પણ વધારે તીવ્ર બને જ. આમ, આ વિપરીત સરખામણીથી આ સૂચન મળે છે કે આ વાતો ભૌતિક અપેક્ષાને ટાળવાની તીવ્ર ચાનક લગાડવા માટે છે. II૧૬॥ ૧૭, ૧૮ અને ૧૯ મી ગાથા દ્વારા ગ્રન્થકાર એક શંકાને જણાવે છે -
ગાથાર્થ : તદ્વેતુને ઉચિત ભાવ કયો છે ? મોક્ષ પ્રત્યે અદ્વેષ કે રાગ ? પ્રથમવિકલ્પમાં અભવ્યોને તે—તદ્વેતુ અનુષ્ઠાન માનવું પડશે. અંત્યવિકલ્પમાં મુક્તિદ્વેષવાળાને તદ્વેતુ માની શકાશે નહીં.
4. એટલે શબ્દશઃ વિવેચનકારે ચ૨માવર્તવર્તી જીવ માટે ભાવાર્થમાં-ક્યારેક ઐહિકભોગની આશંસાથી વિષાનુષ્ઠાન કરે છે તો ક્યારેક પરલોકના ભોગની આશંસાથી ગરાનુષ્ઠાન પણ કરે છે. આમ છતાં પ્રાયઃ ચરમાવર્તમાં આવેલા જીવો સમુચિત યોગ્યતાવાળા હોવાને કારણે તદ્વેતુ અનુષ્ઠાન કરનારા હોય છે-આવું જે કહ્યું છે, તથા આગળ પાછળ પણ આવા મતલબનું જે વિવેચન કરેલ છે તે વિચારણીય જાણવું. કારણ કે એ અનુષ્ઠાનકાળે પણ સમુચિતયોગ્યતા તો ઊભી જ છે, પછી તદ્વંતુ કેમ ન થાય ? વળી ઉપર જણાવ્યું એમ ભૌતિકઅપેક્ષાની અપેક્ષાએ નિરાશંસભાવ તો બહુ જ બહુ અલ્પવાર હોય છે. તેથી ભૌતિક અપેક્ષાના કારણે એનું અનુષ્ઠાન જો વિષ-ગર બની જતું હોય તો ‘પ્રાયઃ તદ્વેતુ હોય છે.’ આ વાતની સંગતિ શી રીતે કરશો ?