________________
४३२
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - १५ ગાથાર્થ ચરમાવર્તમાં પ્રાયઃ કરીને ચોથું અનુષ્ઠાન હોય છે. અનાભોગાદિ આવે તો અન્યથા પણ સંભવે.
ટીકા: ચરમાવર્તમાં પ્રાય=ઘણું કરીને ચોથું તદ્ધતુ નામનું અનુષ્ઠાન હોવું માન્ય છે. ક્યારેક અનાભોગ વગેરે ભાવ હોય તો અન્યથા–તòત સિવાયનું પણ અનુષ્ઠાન સંભવે છે. (ગાથાના પૂર્વાર્ધમાં રહેલા) પ્રાયઃ શબ્દથી આ અર્થ મળે છે.
વિવેચનઃ ચરમાવર્તમાં ઘણુંખરું તદ્ધત અનુષ્ઠાન હોય છે. ક્યારેક એ સિવાયનું અનુષ્ઠાન પણ હોય છે. આમાં એ સિવાયના અનુષ્ઠાન તરીકે અનનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાન આ બે જ લેવાના છે કે વિષ-ગર પણ લેવાના છે ? આ સૂક્ષ્મતાથી વિચારીએ તો જણાય છે કે વિષ-ગર લેવાના નથી. તે આ રીતે
વિષ-ગર, અનનુષ્ઠાન, તદ્ધત અને અમૃત.. આ ક્રમમાં અનુષ્ઠાનો કહ્યાં છે અને એના કારણ તરીકે ક્રમશઃ ભવાભિમ્પંગ, અનાભોગ, સદનુષ્ઠાનરાગ અને જૈનમાર્ગની શ્રદ્ધા કહ્યા છે. ગાથાના ઉત્તરાર્ધમાં નામો વિમાવે શબ્દ રહેલો છે, જેનો સમાસવિગ્રહ કનીમો મારી ચેષાં . એવો થઈ શકે. અનાભોગ કાંઈ ભવાભિમ્પંગની આદિમાં નથી. એ તો સદનુષ્ઠાનરાગ અને જૈનમાર્ગશ્રદ્ધાની આદિમાં જ છે. એટલે અનાભોગાદિ ભાવ તરીકે ભવાભિધ્વંગ પકડી ન શકાવાથી વિષ-ગર લઈ ન શકાય.
“શ્રીઅજિતાદિતીર્થંકર દેવો.' આ રીતે ઉલ્લેખ હોય ત્યારે શ્રી–ષભદેવનો સમાવેશ ન જ થાય. એમનો સમાવેશ પણ અભિપ્રેત હોય તો “શ્રીષભાદિતીર્થકર દેવો’ એવો જ ઉલ્લેખ જોઈએ. એમ પ્રસ્તુતમાં જાણવું.
શંકા: એ તો છંદોભંગ ન થાય એ માટે ભવાભિમ્પંગનો ઉલ્લેખ ન કરતાં અનાભોગનો કર્યો હોય...
સમાધાનઃ ના, મખ્વાદ્રિમાવે તુ.. આ રીતે કહેવામાં કોઈ છંદોભંગ થતો નથી. અને “અભિધ્વંગ' શબ્દ પરથી પ્રકરણવશાત્ તથા ધીમો ધીમસેનઃ ન્યાયે ભવાભિમ્પંગ મળી જ જાય છે. અથવા મવાધ્વતિ ભાવે તુ આ રીતે લેવામાં પણ અર્થ મળી જાય છે ને છંદોભંગ થતો નથી.
શંકા અનાભોગના ઉપલક્ષણથી ભવાભિધ્વંગ લઈ લઈએ તો ?
સમાધાન તો મા િશબ્દ અસંગત બની જાય. કારણ કે એ રીતે શ્રદ્ધા પણ ઉપલક્ષણથી જ લઈ શકાય છે, પછી આદિ કોના માટે ? ઉપલક્ષણથી લેવાનો અભિપ્રાય હોય ત્યારે કટિ શબ્દ હોય નહીં.
વળી, ચરમાવર્તમાં વિષ-ગર પણ લેવાનો તમારો આગ્રહ કેમ છે ? શંકા : એટલા માટે કે ભૌતિક આશંસાથી અનુષ્ઠાન કરે તો એનો વિષ-ગરમાં સમાવેશ થઈ શકે.
સમાધાન : તો પછી ગાથામાં બાહુલ્યન-ઘણુંખરું આવો અર્થ જણાવનાર પ્રાયઃ શબ્દ જે રહ્યો છે, તે અસંગત બની જશે. આશય એ છે કે વિરાટ શરમાવર્તકાળમાં જીવ ભૌતિક આશંસાથી મુક્ત બન્યો રહે એવો કાળ તો બહુ જ ઓછો હોય છે. દેશોનપુદ્ગલપરાવર્ત જેટલા બહુ મોટા ભાગના કાળમાં ભૌતિક આશંસા બેઠી જ હોય છે. એટલે ભૌતિક આશંસાવાળા અનુષ્ઠાનને જો વિષ-ગરનું લેબલ મારવાનું હોય તો “ચરમાવર્તમાં પ્રાયઃ વિષ-ગર હોય છે એવું કહેવું પડે. તેથી તદ્ધતુની સંભાવના બહુ જ અલ્પ રહેવાથી “ચરમાવર્તમાં પ્રાયઃ તદ્ધતુ હોય છે' આ વાત અસંગત ઠરી જ જાય.
શંકાઃ મોટે ભાગે અપેક્ષા હોય છે એ વાત તો સાચી છે. પણ એમાં જે અબાધ્ય હોય તે જ વિષ-ગરનું કારણ બને છે... ને એવી અપેક્ષા બહુ જ અલ્પ હોય છે. મોટે ભાગે બાધ્ય જ હોવાથી અનુષ્ઠાન તદ્ધત બને છે. આમ વિભાગ કરીએ તો ?