________________
४३३
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
પ્રશ્ન : મોટાભાગની અપેક્ષાને બાધ્ય કોણ બનાવે ? ઉત્તર : (શંકા) - બીજું તો કશું સંભવતું ન હોવાથી મુક્તિઅદ્વેષ જ માનવાનો.
સમાધાનઃ શરમાવર્ત પ્રવેશથી જ મુક્તિઅદ્વેષ હોય જ છે એ પૂર્વે વિચારી ગયા છીએ. એટલે અપેક્ષા બાધ્ય જ રહેવાથી વિષ-ગર સંભવશે જ નહીં.
આમ આ ગાથામાં કહેલી વાત અને પૂર્વે જણાવેલી ઢગલાબંધ વાતો.. આ બધાનો એક જ સૂર નિઃશંક પ્રતીત થાય છે કે ચરમાવર્તમાં વિષ-ગર સંભવતા નથી. એટલે જ શાસ્ત્રોમાં ઠેર ઠેર ‘અર્થ-કામના ઇકે પણ ધર્મ જ કરવો જોઈએ.” “ધર્મ તો સાંભળ્યો હોય, જોયો હોય કે પ્રશસ્યો-અનુમોદ્યો હોય તો પણ સાત પેઢીને તારી દે છે” વગેરે રીતે ધર્મનો મહિમા જ ગાયેલો જોવા મળે છે. એને વિષ-ગર રૂપે વખોડેલો તો લગભગ જોવા મળતો નથી. આનું કારણ સ્પષ્ટ છે કે શાસ્ત્રોના ઉપદેશના અધિકારી માત્ર ચરમાવર્તવર્તી જીવો જ છે ને એમને તો તદ્ધત અનુષ્ઠાન થવાથી લાભ જ લાભ છે.
પ્રશ્ન: ચરમાવર્તવર્તી જીવો જ ઉપદેશના અધિકારી છે. ને એમને તો વિષ-ગર સંભવતા નથી. તો પછી વિષ-ગર અનુષ્ઠાન ત્યાજ્ય છે' વગેરે વાતો કોના માટે છે ?
ઉત્તરઃ અચરમાવર્તવર્તી જીવ માટે તો કશું નિરૂપણ છે જ નહીં, એ વાત સ્પષ્ટ છે. એટલે આ બધી વાતો ચરમાવર્તવર્તી જીવને જ કરવાની છે. અલબત્ ભૌતિક અપેક્ષાવાળું પણ એમનું અનુષ્ઠાન વિષ-ગર ન હોવાથી વિષાત્રતૃપ્તિસદશ કે વિપાકવિરસ નથી જ. છતાં આ જીવોને “ભૌતિકઅપેક્ષાથી અનુષ્ઠાન વિષ-ગર બનતું હોવાથી વિપરીત ફલક હોય છે” વગેરે જણાવવાની પાછળ, તેઓના દિલના કોઈ ખૂણે પણ ભૌતિક અપેક્ષા પ્રત્યે કૂણી લાગણી ન રહી જાય.. ને તેઓને ભૌતિક અપેક્ષા ટાળવાની ચાનક લાગે. એ માટે સતત પ્રયાસ થયા કરે. આવો જ્ઞાનીઓનો અભિપ્રાય પ્રતીત થાય છે, નહીંતર, “તમારું ભૌતિક અપેક્ષાવાળું અનુષ્ઠાન પણ તદ્ધતુ હોવાથી લાભકર્તા જ છે વગેરે વાતો જ જો તેઓને કરવામાં આવે તો ભૌતિક અપેક્ષા ટાળવા અંગે તેઓ બેદરકાર જ બની જાય.
પ્રશ્ન પણ જો અનુષ્ઠાન વિષ-ગર બનતું ન હોય તો એ બનવાની વાત કરી શકાય?
ઉત્તર ઃ ભૌતિક અપેક્ષા ટાળવાની ચાનક જગાડવાના અભિપ્રાયથી કરી શકાય. જેમ કે જે દોષ એવો અક્ષત્તવ્ય ન હોય કે જેથી એ દોષને ન છોડી શકનાર માટે સાધુપણું છોડી ગૃહસ્થવાસ સારો થઈ જાય, એવા (જેમ કે બપોરે બે-અઢી કલાક નિદ્રા) દોષને પણ ટાળવાની ચાનક લાગે એ માટે ગુરુ નિદ્રાળુ શિષ્યને “અલ્યા! તારે ઉંધ્યા જ કરવું છે, તો એના કરતાં તું ઘરે શું ખોટો હતો ?” આવું જરૂર કહી શકે છે.
પ્રશન: ગુરુ ભલે શ્રોતાને ચાનક લગાડવા આવી વાતો કરે. પણ શ્રોતાને “ભૌતિક અપેક્ષાથી અનુષ્ઠાન વિષ-ગર થાય. ને ભૌતિક અપેક્ષા હું છોડી શકતો નથી. તો અનુષ્ઠાન જ છોડી દઉં' આવી પ્રતીતિ થાય ને અનુષ્ઠાન છોડી દે તો તો તદ્ધતુથી વંચિત રહેવાનું નુક્શાન જ થાય ને ?
ઉત્તર ઃ એટલે જ વિષ-ગર વગેરે વાતો જેમાં આવે છે તે યોગગ્રન્થો, ધર્મશ્રવણના અધિકારી એવા બધા જ જીવોને આપવાના હોતા નથી, પણ વિષ-ગરની વાતો સાંભળ્યા પછી પણ જેને અનુષ્ઠાન છોડવાનું મન ન થાય, પણ ભૌતિક અપેક્ષા ટાળવાની જ ઓછેવત્તે અંશે પણ પ્રેરણા મળે એવા જીવોને જ આ વાતો કરવાની હોય છે. કુલયોગી અને પ્રવૃત્તચક્રોગી જીવો આવા હોય છે. માટે એ જીવોને જ આ ગ્રન્થોના અધિકારી કહ્યા