________________
४३६
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - १९
इत्थं च “मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुरागेण वा तद्धेतुत्वम्” ( योगबिन्दुवृत्ति-१५९) इति वचनव्याघात इति भावः
||૧૮||
उत्कटानुत्कटत्वाभ्यां प्रतियोगिकृतोऽस्त्वयम् ।
नैवं सत्यामुपेक्षायां द्वेषमात्रवियोगतः ।। १९ ।।
उत्कटेति । अभव्यानां मुक्तावुत्कटद्वेषाभावेऽप्यनुत्कटद्वेषो भविष्यति । अन्येषां तु द्वेषमात्राभावादेवानुष्ठानं तद्धेतुः स्यादिति पूर्वार्धार्थः । नैवं, उपेक्षायां सत्यां द्वेषमात्रस्य वियोगतः (= द्वेषमात्रवियोगतः), अन्यथा
વિશિષ્ટ મુક્તિદ્વેષ પ્રયુક્ત અનુષ્ઠાન એ તદ્ભુતુ આવું લક્ષણ બનશે. અને તો તો ‘મોક્ષના મનાગ્રાગપ્રયુક્ત અનુષ્ઠાન એ તદ્ભુતુ' આટલું જ કહેવાથી અચરમાવર્તવર્તીના અનુષ્ઠાનની બાદબાકી થઈ જતી હોવાથી મુક્તિઅદ્વેષ કહેવાની જરૂર જ ન ૨હે.
(શંકા : તો નહીં કહેવાનો.)
સમાધાન : જો નહીં કહો તો ‘મુક્તિના અદ્વેષથી કે મનાય્ મુક્તિરાગથી તદ્ભુતુ થાય છે' આવું વચન ભાંગી પડશે.
(શંકા : ભલે ભાંગી પડતું.. હવે પરિષ્કાર કરી એ કાઢી નાખીશું.
સમાધાન : તો પછી ઉપર જણાવ્યા મુજબ થોડો પણ મુક્તિરાગ હજુ જેને પ્રગટ્યો નથી એવા ચરમાવવર્તી જીવે કરેલા અનુષ્ઠાનમાં અવ્યાપ્તિ થશે.) II૧૮।। (પૂર્વપક્ષ હજુ ચાલુ છે-)
ગાથાર્થ : ‘ઉત્કટત્વ - અનુદ્ઘત્વના કારણે પ્રતિયોગી દ્વારા કરાયેલો આવિશેષ હો.' આવું ન કહી શકાય, કારણ કે ઉપેક્ષા હોય ત્યારે દ્વેષમાત્રનો વિયોગ હોય છે.
ટીકાર્થ : અભવ્યજીવોને મોક્ષ પર ઉત્કટ દ્વેષનો અભાવ હોવા છતાં અનુત્કટ દ્વેષ હોય શકે છે. બીજાઓને તો દ્વેષમાત્રનો અભાવ હોવાથી અનુષ્ઠાન તદ્વેતુ થાય.. આવો પૂર્વાર્ધાર્થ છે. આ વાત બરાબર નથી. કારણ કે ઉપેક્ષા હોય ત્યારે દ્વેષમાત્રનો વિયોગ થઈ જાય છે. નહીંતર તો સ્વઇષ્ટ સાંસારિકસુખની વિરોધી હોવાથી તેઓને મુક્તિ પ્રત્યે ઉત્કટ દ્વેષ પણ સંભવશે - એવો ઉત્તરાર્ધનો અર્થ છે.
વિવેચન : ‘મોક્ષ કરતાં તો જંગલમાં પશુ બનવું સારું' વગેરે પ્રલાપ કરાવનાર ઉત્કટ દ્વેષ હોય તો તો નવમો ત્રૈવેયક ન મળે. એટલે એવે અવસરે અભવ્યને આવો ઉત્કટદ્વેષ ભલે ન હો.. પણ અનુત્કટદ્વેષ હોય શકે છે. ચ૨માવર્તવર્તી જીવને તો એ પણ હોતો નથી. એટલે ‘દ્વેષમાત્રના અભાવ પ્રયુક્ત અનુષ્ઠાન એ તહેતુ' એમ કહેવાથી અભવ્યના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ નહીં થાય. પૂર્વાર્ધમાં કરેલી આવી શંકાનો પૂર્વપક્ષી ઉત્તરાર્ધથી જવાબ આપે છે- આવું કહેવું નહીં, કારણ કે જ્યારે મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોય છે ત્યારે અંશમાત્ર પણ દ્વેષ સંભવતો નથી. ઉપેક્ષાકાળે પણ દ્વેષ સંભવતો હોય તો તો અભવ્યોને મોક્ષ પર ઉત્કટ દ્વેષ પણ સંભવશે, કારણ કે એમને જે અત્યંત ઇષ્ટ છે તે સાંસારિક સુખનો મોક્ષ એ વિરોધી છે. II૧૯।। ત્રણ ગાથાથી દર્શાવેલા પૂર્વપક્ષનું સમાધાન આપે છે
ગાથાર્થ : તમારી વાત સાચી છે. આ બેમાંથી એક દ્વારા સંપન્ન થયેલો ક્રિયા૨ાગ જ તતુનું બીજ છે. તેથી કોઈ અતિપ્રસંગ જણાતો નથી.