________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
भवतीति कृत्वा ।
सदनुष्ठानरागतः = तात्त्विकदेवपूजाद्याचारभावबहुमानादादिधार्मिककालभाविदेवपूजाद्यनुष्ठानं तद्धेतुरुच्यते, मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुरागेण वा शुभभावलेशसङ्गमादस्य सदनुष्ठानहेतुत्वात् ।
४२९
કાળભાવી દેવપૂજાદિ અનુષ્ઠાન તદ્વેતુ કહેવાય છે. કારણ કે મુક્તિઅદ્વેષના કે કંઈક મુક્તિઅનુરાગના પ્રભાવે આમાં શુભભાવનો અંશ ભળેલો હોવાથી સદનુષ્ઠાનની હેતુતા=કારણતા રહી હોય છે. શ્રી જિનેશ્વરદેવે કહેલા માર્ગની ‘આ જ તત્ત્વ છે’ એવા અધ્યવસાયરૂપ શ્રદ્ધાથી અનુષ્ઠાન અમૃત બને છે, કારણ કે એ અમરણનો હેતુ છે. યોગબિંદુ (૧૯૦)માં કહ્યું છે-‘જિનેશ્વરદેવે કહેલું આ અનુષ્ઠાન છે' આવા ભાવની પ્રધાનતાવાળું તથા અત્યંત સંવેગગર્ભિત એવા આને ધર્માનુષ્ઠાનને મુનિપુંગવો અમૃત કહે છે.
વિવેચન : (૧) જેમ સંનિપાતનો રોગી પોતે જે કાંઈ બોલે કે કરે છે એની પાછળ એનું કોઈ સારું કે નરસું પ્રયોજન હોતું નથી, વગર પ્રયોજને જ બકવાસ કે ચાળા કરતો હોય છે. એમ જીવ ક્યારેક સંમોહના પ્રભાવે ભૌતિક કે આધ્યાત્મિક કોઈપણ પ્રયોજન વિના ધર્માનુષ્ઠાન કરતો હોય છે. વળી સંનિપાતનો રોગી જેવા શબ્દો કે ક્રિયા કરતો હોય એવા ભાવ અંદર હોતા નથી. જેમ કે ગાળ બોલતો હોય પણ અંદર કોઈ તિરસ્કાર હોતો નથી. ક્રોધીની જેમ આંખ કાઢતો હોય પણ અંદર ગુસ્સો હોતો નથી. એ રીતે સંમોહના પ્રભાવે જીવ બોલાતાં સૂત્રો કે કરાતી ક્રિયાને અનુરૂપ ભાવ ધરાવતો હોતો નથી. પડિલેહણ કરે પણ અંદર દયાજયણાનો કોઈ ભાવ નહીં. ઇરિયાવહિયા સૂત્ર બોલે-મિચ્છામિ દુક્કડં કહે, પણ એના શબ્દોમાં અર્થનું કોઈ સંવેદન નહીં.. ચૈત્યવંદન-ગુરુવંદન કરી લે પણ ભક્તિનો અંશ પણ અંદર સ્પર્શો ન હોય.
આમ, પ્રયોજન-આંતરિક પરિણામ વગેરેરૂપ ક્રિયોચિતભાવાત્મક જે કોઈ અધ્યવસાય, એ બધાનો અભાવ હોવો એ સર્વતોઅનધ્યવસાય છે. આવા બધા જ પ્રકારના ભાવનો અભાવ જણાવવા માટે અહીં સર્વતઃ શબ્દ વાપરેલો છે. કોઈપણ ક્રિયામાં છેવટે એનો ભાવ એ જ પ્રાણ હોય છે. અનેક ભાવરૂપ અનેક પ્રાણમાંનો એક પણ પ્રાણ ન હોય તો પછી એ ક્રિયા ક્રિયા રહેતી જ નથી, કારણ કે એ રીતે ક્રિયા કરો કે ન કરો.. કશો ફરક પડતો નથી. ક્રિયા કરવા છતાં ન કરવા તુલ્ય જ હોય છે. માટે અહીં જણાવ્યું કે અનુષ્ઠાન—ક્રિયા જ થતી નથી. ને તેથી એ અનનુષ્ઠાન છે.
(૨) તાત્ત્વિકદેવપૂજા વગેરે આચારરૂપ સદનુષ્ઠાન પ્રત્યેની આંતરિક પ્રીતિસ્વરૂપ ભાવબહુમાન એ સદનુષ્ઠાનરાગ છે. આવા સદનુષ્ઠાનરાગથી આદિધાર્મિક અવસ્થામાં જે દેવપૂજા વગેરે અનુષ્ઠાન થાય છે તે તદ્વેતુ અનુષ્ઠાન કહેવાય છે. આ તદ્વેતુ શબ્દ સાન્વર્થ છે. તદ્વેતુ=તેનો હેતુ=સદનુષ્ઠાનનો હેતુ. આ અનુષ્ઠાન મુક્તિઅદ્વેષના કારણે કે કંઈક મુક્તિરાગના કારણે શુભભાવનો અંશ ભળેલો હોવાથી સદનુષ્ઠાનનો હેતુ બને છે, માટે તદ્વેતુ છે.
શંકા : તમે તો પૂર્વે જણાવેલું કે બાધ્ય ભૌતિક ફળાપેક્ષા હોય તો તદ્વેતુ અનુષ્ઠાન થાય છે. અહીં તો એની કોઈ વાત કરી નથી.
સમાધાન : બાધ્ય ભૌતિકફળાપેક્ષા સદનુષ્ઠાનના રાગને કરનારી છે. એ વાત આગળ આવશે. એટલે એનાથી સદનુષ્ઠાનરાગ પેદા થાય છે જે અનુષ્ઠાનને તદ્વંતુ બનાવે છે. પણ જો ફળાપેક્ષાનો જ ઉલ્લેખ ક૨વામાં આવે તો એનાથી તો વિષ-ગર પણ થતા હોવાથી સંદેહ પડે. સદનુષ્ઠાનનો રાગ કહેવાથી કોઈ પ્રશ્ન જ ન રહે. એટલે જ વિષ-ગર માટે પણ ફળાપેક્ષા ન કહેતાં ભવાભિવંગ કહ્યો. મુક્તિદ્વેષ સહષ્કૃત ભૌતિક અપેક્ષા જ ભવાભિષ્યંગ છે, એ સિવાયની અપેક્ષા અભિષ્યંગ છે, પણ ભવાવિષ્વગ નથી. અલબત્ ભવાભિધ્વંગની