________________
४२८
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - १३ दिव्यभोगस्याभिलाषः = ऐहिकभोगनिरपेक्षस्य सतः स्वर्गसुखवाञ्छालक्षणस्तेन (=दिव्यभोगाभिलाषेण) अनुष्ठानं गर उच्यते । कालान्तरे = भवान्तरलक्षणे क्षयाद् भोगात्पुण्यनाशेनानर्थसम्पादनात् । गरो हि कुद्रव्यसंयोगजो विषविशेषः, तस्य च कालान्तरे विषमविकारः प्रादुर्भवतीति । 'उभयापेक्षाजनितमतिरिच्यते?' न, उभयापेक्षायामप्यधिकस्य बलवत्त्वादिति सम्भावयामः ।। १२ ।।
सम्मोहादननुष्ठानं सदनुष्ठानरागतः । तद्धेतुरमृतं तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ।। १३।।
सम्मोहादिति । संमोहात्-सन्निपातोपहतस्येव सर्वतोऽनध्यवसायादननुष्ठानमुच्यते, अनुष्ठानमेव न અચરમાવર્તકાળનો પ્રભાવ જુઓ- એને ક્યારેય આ દવા બતાવનાર (શ્રી અરિહંત ભગવાન) પર , કે આ દવા પોતાને આપનાર (ગુરુ ભગવંત) પર અકૃત્રિમ ભક્તિ અંશમાત્ર ઊછળતી નથી. એમ એ દવામાં અને ક્યારેય મધરતા ભાસતી નથી.. એમાં સતત કડવાશ.. કડવાશ.. ને કડવાશ જોયા કરનારા એને, ધર્મ પર અંદરખાને દ્વેષ જ ઊભરાયા કરે છે જે એના અનુષ્ઠાનને વિષ-ગર બનાવ્યા કરે છે.
અલબતું ચરમાવર્તવર્તી જીવને પણ પ્રારંભે ધર્મ કાંઈ ગમતો નથી, કારણ કે અનંતકાળથી અભ્યસ્ત થયેલ વિષય-કષાય અને સંજ્ઞાઓની સામે પડવું એ અતિ અતિ કઠિન છે. એટલે ચરમાવર્તના પ્રભાવે અંદરખાને મુક્તિ પ્રત્યે- મુક્તિના ઉપાયભુત ધર્મ પ્રત્યે અદ્વેષ હોવા છતાં બહારથી અણગમો પ્રવર્તે છે ને તેથી કડવાશનાં દર્શન હોય છે. તેમ છતાં કડવી દવાની જેમ ઇચ્છિતની પ્રાપ્તિ માટે એ પણ ધર્મને સેવે છે. પણ અંદર રહેલા અદ્વેષનો પ્રભાવ જુઓ... ધર્મના આ સેવનથી તથા એનાથી થયેલ ઇચ્છિતની પ્રાપ્તિથી ધર્મમાં ભલે અતિ અલ્પ. છતાં કંઈક પણ મધુરતાનાં એને દર્શન થાય છે ને તેથી એટલે અંશે ધર્મ પ્રત્યે અણગમો ખસી ગમો ઊભો થાય છે.. પુનઃ પુનઃ ધર્મ સેવવા પર આ ગમાનું પ્રમાણ વધતું જાય છે. અને પછી પૂર્વે જણાવ્યું એમ, ક્રમશઃ નિરભિવંગઅમૃત અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. માટે ચરમાવર્તમાં અનુષ્ઠાન તદ્ધત બને છે.
(૩) જે અચરમાવર્તવર્તી જીવને આલોકમાં વૈભવાદિ જોઈએ છે ને પરલોકમાં દેવલોક જોઈએ છે. આવી બંને ઇચ્છાથી એ જે ધર્માનુષ્ઠાન કરશે એનો વિષમાં સમાવેશ નહીં થાય, કારણ કે પરલોકની ઇચ્છા પડેલી છે, એમ ગરમાં પણ નહીં થાય, કારણ કે આલોકસંબંધી ઇચ્છા રહેલી છે. એટલે એને પાંચ કરતાં ભિન્ન છઠ્ઠા અનુષ્ઠાન તરીકે ગણવું પડશે. આવી શંકાનું ગ્રન્થકારે સમાધાન આપ્યું છે કે, “ના અલગ અનુષ્ઠાન ગણવાની જરૂર નથી, પણ આલોકની ઇચ્છા બળવાન હોય તો વિષ ગણવું, અને પરલોકની બળવાન હોય તો ગર ગણવું એમ અમને સમજાય છે.
શંકા : ચરમાવર્તવર્તી જીવને આવી ઇચ્છા હોય તો કયું અનુષ્ઠાન ગણવું ?
સમાધાનઃ એના માટે આલોક-પરલોક ભેદની વિવલા ન હોવાથી બધું જ તદ્ધતુ ગણવાનું છે. ૧૨ા. (હવે અનનુષ્ઠાન વગેરે ત્રણને જણાવે છે-).
ગાથાર્થ સમ્મોહથી થતી ધર્મક્રિયા એ અનનુષ્ઠાન છે, સદનુષ્ઠાનના રાગથી થતી ધર્મક્રિયા એ તદ્ધત છે. જ્યારે જૈનમાર્ગની શ્રદ્ધાથી થતી ધર્મક્રિયા એ અમૃતઅનુષ્ઠાન છે.
ટીકાર્થ: 'સંનિપાતગ્રસ્ત પુરુષને જેમ બધી રીતે અનધ્યવસાય =બેખબરદારી) હોય છે, એમ અનુષ્ઠાન અંગે સર્વથા બેખબરદારી એ સમ્મોહ છે. આવા સમ્મોહથી થતું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે, કારણ કે એ અનુષ્ઠાન જ નથી. ‘તાત્ત્વિકદેવપૂજાદિ આચાર પ્રત્યે ભાવબહુમાનરૂપ સદનુષ્ઠાનના રાગના કારણે આદિધાર્મિક