________________
४२६
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - १२ विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजाऽनुष्ठानमिति पञ्चविधं जगुः ।। ११।। विषमिति । पञ्चानामनुष्ठानानामयमुद्देशः ।।११।। विषं लब्ध्याद्यपेक्षातः क्षणात्सच्चित्तनाशनात् । दिव्यभोगाभिलाषेण गरः कालान्तरे क्षयात् ।। १२ ।।
विषमिति । लब्ध्याद्यपेक्षातः = लब्धि-कीर्त्यादिस्पृहातो यदनुष्ठानं तद् विषमुच्यते । क्षणात् तत्कालं सच्चित्तस्य = शुभान्तःकरणपरिणामस्य नाशनात् (=सच्चित्तनाशनात्), तदाभोगेनैव तदुपक्षयात् । अन्यदपि हि स्थावर-जङ्गमभेदभिन्नं विषं तदानीमेव नाशयति।
ટીકાર્થ: (ભવાભિવંગ અને અનાભોગ આ બન્ને) શબ્દોના અર્થ પૂર્વગાથાની ટીકામાં કહેવાઈ ગયેલા હોવાથી ગતાર્થ છે.
વિવેચનઃ (૧) અહીં ભૌતિક શબ્દનો ઉલ્લેખ ન હોવા છતાં, આલોક-પરલોક સંબંધી ફળ તરીકે ભૌતિક ફળ જ સમજાય છે. એટલે જણાય છે કે જ્યારે અન્ય કોઈ વિશેષ ઉલ્લેખ ન હોય ત્યારે આલોક-પરલોકનું ફળ.. આલોક-પરલોકનું સુખ. આલોક-પરલોકમાં વાંછિત આવા બધા શબ્દો ભૌતિક ફળ-સુખ- ઇચ્છિતને જ જણાવતા હોય છે. ભૌતિક અપેક્ષા અબાધ્યકક્ષાની હોય તો જ ભવાભિવંગ છે. બાધ્યકક્ષાની હોય તો નહીં, આ વાત પૂર્વે વિચારી ગયા છીએ.
(૨) ગુરુપૂજન વગેરે અનુષ્ઠાન યોગની પૂર્વસેવારૂપ ક્રિયા છે. તેમ છતાં, એમાં મુક્તિષ સાથે ભૌતિક અપેક્ષા ભળેલી હોય તો એ સંસાર ફળક બનતા હોવાથી વિપરીત પ્રણિધાનરૂપ છે. મુક્તિઅદ્વેષ કે મુક્તિના ઈષાગ સાથે ભૌતિક અપેક્ષા હોય તો એ અનુષ્ઠાન પરંપરાએ પણ મુક્તિનું કારણ બનતા હોવાથી એ અનુકૂળ પ્રણિધાન છે. તીવ્ર સંવેગ તો અત્યંત અનુકૂળ પ્રણિધાન છે. આમાંનું કોઈ જ પ્રણિધાન ન હોવું એ ક્રિયોચિત ભાવના ઉલ્લંઘનરૂપ છે ને તેથી અનાભોગ છે. ll૧૦ (પાંચ અનુષ્ઠાનના નામ જણાવે છે-).
ગાથાર્થઃ ગુર્વાદિપૂજા વગેરે અનુષ્ઠાન વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ધત અને અમૃત. આમ પાંચ પ્રકારે કહેવાયેલું છે.
ટીકાર્થઃ પાંચ અનુષ્ઠાનોનો આ ઉદ્દેશ (સામાન્ય ઉલ્લેખ) કર્યો. ll૧૧ાા (હવે, યશોદેશે નિર્દેશઃ ન્યાયે પ્રથમ વિષ-ગરનું સ્વરૂપ જણાવે છે-).
ગાથાર્થ : લબ્ધિ વગેરેની અપેક્ષાથી અનુષ્ઠાન વિષ બને છે, કારણ કે એ ક્ષણાતુતત્કાળ સચ્ચિત્તનું મારણ કરે છે. દિવ્યભોગના અભિલાષથી અનુષ્ઠાન ગર બને છે, કારણ કે એ કાળાન્તરે સચ્ચિત્તનું કારણ કરે છે.
ટીકાર્થઃ લબ્ધિ વગેરેની અપેક્ષાથી=લબ્ધિ, કીર્તિવગેરેની સ્પૃહાથી જે અનુષ્ઠાન થાય છે તે વિષઅનુષ્ઠાન કહેવાય છે, કારણ કે ક્ષણમાં જ = તત્કાળ જ ચિત્તનો શુભઅંતઃકરણ પરિણામનો નાશ થાય છે. એટલે કે અનુષ્ઠાનથી મેળવેલા ભોગસુખથી જ એ શુભ પરિણામનો ક્ષય થઈ જાય છે. બીજું પણ સ્થાવર જંગમ પ્રકારવાળું જે વિષ હોય છે, એ ત્યારે જ (પ્રાણોનો) નાશ કરી નાખે છે. ઐહિક ભોગથી નિરપેક્ષપણે સ્વર્ગસુખની વાંછા એ અહીં દિવ્યભોગાભિલાષ તરીકે અભિપ્રેત છે. તેના કારણે અનુષ્ઠાન ગર કહેવાય છે, કારણ કે એનાથી કાળાન્તરે ભવાંતરમાં ક્ષય થાય છે. એટલે કે ભવાંતરમાં ભોગથી પુણ્યનો નાશ થઈ જવા