________________
४२४
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ९ કવિરદં=સપિનિવેશવિવિયો.. એમ વિવરણ કર્યું છે. એટલે કે અમુક ચોક્કસ પ્રકારના અસઆગ્રહનો વિયોગ કરે છે.
વિચારણાઃ આમાં અપુનર્બન્ધક માટે તો કોઈ પ્રશ્ન નથી. પણ સબંધકની જે વાત કરી છે. એમાં કુગ્રહવિરહ જ થાય છે એ આત્માની દૃષ્ટિએ જો લાભકર્તા લેવાનો હોય તો અનેક પ્રશ્નો નિર્માણ થાય છે.
(૧) “તમારે દીક્ષાવિધાન ભાવિત કરવું જોઈએ આવા ઉપદેશના સફબંધકને પણ અધિકારી માનવા પડે.. પણ શાસ્ત્રોમાં અપુનર્બન્ધકથી જ અધિકારી માનેલા છે. વળી અચરમાવર્તમાં તો જીવને અનધિકારી માનેલા છે. એટલે સબંધકને ચરમાવર્તમાં માનવા પડે, જે ઉચિત નથી, કારણ કે ચરમાવર્તપ્રવેશથી જીવ અપનર્બન્ધક બની જાય છે.
(૨) સફબંધક જીવ હજુ અપુનર્બન્ધક બન્યો ન હોવાથી ભવાભિનંદી છે. ભવાભિનંદીને તો નિરતિચાર સંયમ પણ વિપાકે વિરસ જ કહેવાયેલ છે, તો આનાથી શુભ પરિણામ શી રીતે માની શકાય ?
(૩) અન્યત્ર સર્વત્ર સુફબંધકને દ્વિબંધક વગેરે સાથે લીધા છે. અપુનર્બન્ધક સાથે નહીં. એટલે જ તો સફબંધકની પૂર્વસેવા ઉપચારથી મનાયેલી છે.
(૪) યોગલક્ષણદ્ધાત્રિશિકાની ૧૯મી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે - અપુનર્બન્ધક સ્થાન પ્રાપ્ત ન થયું હોય ત્યારે (= સફબંધકાદિને) તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ સંભવતી નથી, તો અભ્યાસ તો શી રીતે હોય? (એટલે જ દીક્ષાવિધાનની વાસ્તવિક ભાવિતતા પણ શી રીતે હોય ?)
(૫) વળી એ પછીની ગાથામાં આમ જણાવ્યું છે કે પ્રકૃતિ જ્યારે અધિકારવાળી છે એ આવર્તમાં (= અચરમાવર્તિમાં) તત્ત્વમાર્ગની જિજ્ઞાસા નિયમા હોતી નથી. આ બે ગાથાનું અનુસંધાન કરીએ તો જણાય છે કે સબંધકાદિ અચરમાવર્તમાં જ હોય છે, ચરમાવર્તપ્રવેશથી અપુનર્બન્ધક જ હોય. અચરમાવર્તમાં તો કશું જ આત્માની દૃષ્ટિએ લાભકર્તા બનતું નથી, તો દીક્ષાવિધાનની ભાવના પણ તેવી શી રીતે બની શકે ?
આવા અન્ય પણ ઢગલાબંધ પ્રશ્નો ઊભા થાય છે. એટલે અહીં કોઈ વિશેષ અભિપ્રાય હોવો જોઈએ. એ આવો જણાય છે કે – જીવ અનાદિકાળથી પાપના તીવ્ર આકર્ષણવાળો-તીવ્ર કદાગ્રહવાળો છે. દીક્ષા જીવન તો નિષ્પાપજીવન છે. એની ભાવનાથી આ કદાગ્રહ પર કંઈક ઘા પડે છે. આ ઘા પણ માત્ર તત્કાલીન જાણવો. દીર્ઘકાળે આત્માને લાભકર્તા કશું નહીં. પણ તત્કાળ અચરમાવર્તભાવી શ્રુતસામાયિકની પ્રાપ્તિ જેવો વિષયકષાય-પાપપરિહાર જીવનમાં આવે.
એક મહત્ત્વની વાત - યોગવિંશિકાગ્રન્થમાં એમ જણાવ્યું છે કે સર્વવિરત અને દેશવિરતજીવો ચૈત્યવંદનસૂત્રના તત્ત્વતઃ અધિકારી છે. અવિરતસમ્યક્તી અને અપુનર્બન્ધકજીવો વ્યવહારથી અધિકારી છે. આમાં અપુનર્બન્ધકજીવો માટે વૃત્તિમાં ઉપાધ્યાયજી મહારાજે એમ જણાવ્યું છે કે-ચૈત્યવંદનનું અનુષ્ઠાન કુગ્રહવિરહનું સંપાદન કરવાદ્વારા અપુનર્બન્ધકજીવોને પણ ફળસંપાદક બને છે એ વાત પંચાશકાદિગ્રન્થમાં પ્રસિદ્ધ છે.
પંચાશકજીમાં અનુષ્ઠાન કુગ્રહવિરહ કરે એવી વાત આ દીક્ષાવિધાન માટે જે કરી છે એ જ છે, એ સિવાય ચૈત્યવંદન માટે અલગથી કશું કહ્યું નથી. એટલે જણાય છે કે ઉપાધ્યાયજી મહારાજ બીજા પંચાશકની આ ૪૪મી ગાથાનો જ નિર્દેશ કરી રહ્યા છે. અને આ ગાથાદ્વારા અપુનર્બન્ધકનો કુગ્રહવિરહ જ તેઓશ્રીને સંમત છે, સબંધકનો કુગ્રહવિરહ નહીં, કારણ કે તેઓશ્રીએ માત્ર અપુનર્બન્ધકનો જ ઉલ્લેખ કર્યો છે.
શંકા : અપુનર્બન્ધકના ઉપલક્ષણથી સફબંધકને પણ લઈ શકાય ને ?