________________
४२२
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ९ અનુષ્ઠાન પ્રશાંતવાહિતાને ઉત્પન્ન કરે છે. જો અપુનબંધકને (ચરમાવર્તમાં જીવને) વિષ-ગર સંભવતા હોય તો પ્રશાંતવાહિતા શી રીતે ?
આ બધી વાતોનો સૂર એક જ છે કે, ચરમાવર્તમાં વિષ-ગર સંભવતા નથી, ઉપર દર્શાવેલાં વિવિધ શાસ્ત્રવચનો પરથી મેં આ તારણ કાઢ્યું છે. મધ્યસ્થ ગીતાર્થો આ વાંચે-વિચારે... પછી કાંઈપણ જણાવવા જેવું લાગે તો નિઃસંકોચ જણાવે.
શંકા : ચરમાવર્તમાં પણ વિષ-ગર સંભવે છે, એ વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.ના આરાધકવિરાધકચતુર્ભાગીગ્રન્થની નીચેની પંક્તિઓ પરથી જણાય છે - જૈવ નિનવાનશ્રુતશીસ્તી नवमग्रैवेयकानुत्पत्तिप्रसङ्गः ।. गरानुष्ठानात्तदुत्पत्तावपि तत्र तत्वमृतानुष्ठानेन सर्वोपपत्तेः, तयोरेव शीलरूपदेशत्वादिति વિમાનનીયમ્ ! અર્થ : આ રીતે તો જેમના શ્રુત-શીલ ભાંગી ગયા છે એવા નિર્નવાદિ નવમી રૈવેયકમાં ઉત્પન્ન નહીં થઈ શકે. આવી આપત્તિ નહીં આપવી, કારણ કે ગરાનુષ્ઠાનથી ત્યાં ઉત્પત્તિ થઈ શકે છે. જ્યારે દેશસર્વ આરાધનામાં તો તદ્વૈત કે અમૃતઅનુષ્ઠાન જ નિયામક છે, કેમકે એ બે જ શીલાત્મક દેશ છે. આ વાત વિચારવી.
નિહ્નવો સમ્યક્તભ્રષ્ટ હોવાથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તકાળભાવી હોવાના કારણે ચરમાવવર્તી જ હોય છે ને એમને ગરાનુષ્ઠાન કહેલ જ છે. માટે ચરમાવર્તમાં વિષ-ગર ન હોય એ વાત ઊભી રહી શકતી નથી.
સમાધાન : એ જ આરાધક-વિરાધકચતુર્ભગીગ્રન્થની બીજી ગાથાની વૃત્તિમાં આવો અધિકાર છે. ભવામિનદ્રિનાં સ્થાતિનામાર્થનાં ગૃહીતદ્રવ્યક્તિનાં સાવર્તનાવિહૂરતરપૂનમાનાં.. અર્થઃ ખ્યાતિ-લાભાદિના અર્થી હોવાના કારણે જેમણે દ્રવ્યલિંગનું ગ્રહણ કર્યું છે એવા એક પગલાવર્ત વગેરેથી દૂરતર ભૂમિકામાં રહેલા ભવાભિનંદી જીવો... આ અધિકાર સ્પષ્ટ સૂચવે છે કે ભવાભિનંદી જીવનો સંસાર એક પગલાવર્ત કરતાં અધિક જ હોય. એનો અર્થ કે ચરમાવર્તમાં જીવ ભવાભિનંદી ન જ હોય.. ને ભવાભિનંદી નથી, તો અપુનર્બન્ધક છે જ. કારણ કે ભવાભિનંદીના દોષો દૂર થવાથી જ જીવ અપુનર્બન્ધક બને છે. વળી, ભવાભિનંદિતા, તીવ્રભવાભિવંગ, મુક્તિદ્વેષ.. આ બધું સમાનાર્થક જેવું જ છે એ આપણે જોઈ ગયા છીએ. એટલે ચરમાવર્તમાં મુક્તિદ્વેષ ન જ હોવાથી વિષ-ગર શી રીતે હોય ?
શંકા : પણ અહીં નિહ્નવને ગરાનુષ્ઠાન કહ્યું છે ને ! સમાધાનઃ એ કહેવા પાછળ કોઈ વિશેષ અભિપ્રાય હોવો જોઈએ જે શોધી કાઢવાનો પ્રયાસ જરૂરી છે.
શંકા એના કરતાં જે શાસ્ત્રવચન પરથી તમે “ચરમવર્તમાં વિષ-ગર ન હોય એવું જણાવો છો, એનો કોઈ વિશેષ અભિપ્રાય હોવો જોઈએ. એમ કહીને આરાધક-વિરાધકચતુર્ભાગીના પ્રસ્તુત પાઠ પરથી “ચરમાવર્તમાં પણ વિષ-ગર હોય.” આવું માનીએ તો ?
સમાધાનઃ એવું માનવું ઉચિત નથી, કારણ કે ચરમાવર્તમાં વિષ-ગર ન હોય એવું સૂચવનારા ઢગલાબંધ પાઠો છે. જ્યારે એની સંભાવના સૂચવનાર આ એક જ પાઠ છે, માટે એમાં જ કોઈક વિશેષ અભિપ્રાય હોવાની સંભાવના કરવી ઉચિત છે.
શંકાઃ એ વિશેષ અભિપ્રાય શું હોઈ શકે ?
સમાધાન : જેમ વ્યાપનદર્શન શબ્દ સમ્યક્તભ્રષ્ટ જીવને જણાવવાના અર્થમાં પ્રચલિત હોવા છતાં, પ્રસ્તુતઅધિકારમાં એ અનાદિમિથ્યાત્વી ભવાભિનંદીજીવને જણાવનાર છે, એવો અર્થ આપણે પૂર્વે જોઈ ગયા