________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४२५ इहामुत्र फलापेक्षा भवाभिष्वङ्ग उच्यते । क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ।। १०।। इहेति । प्रागेव शब्दार्थकथनाद् गतार्थोऽयम् ।। १० ।।
સમાધાનઃ ના. કારણકે જો એને પણ લઈએ તો એને પણ વ્યવહારથી અધિકારી માનવા પડે અને તો પછી એને પણ અપુનર્બન્ધકની જેમ વ્યવહારથી યોગ માનવો પડે. પણ યોગવિંશિકાની ત્રીજી ગાથાની વૃત્તિમાં ખુદ ઉપાધ્યાયજી મહારાજે જ એનો નિષેધ કર્યો છે. સøવન્યાલીનાં ત થાનવિમશુદ્ધપરિણમત્વાકુ નિયતો વ્યવદારતા જ યોગ, ક્રિતુ થોમસ રૂલ્યવધેયમ્ | અર્થઃ સબંધક વગેરેને તો અશુદ્ધપરિણામ હોવાના કારણે સ્થાનાદિ નિશ્ચયથી કે વ્યવહારથી યોગરૂપ નથી, પણ યોગાભાસ છે એમ જાણવું.
વળી તેઓશ્રીએ આ વાતમાં યોગ બિન્દુગ્રન્થની નીચેની ગાથા સાક્ષી તરીકે આપી છે. સતાવર્તનાવીનામતત્ત્વિક ઉદ્વિતઃ | પ્રત્યપાવનપ્રાસ્તાવેષાદ્રિ મત્રતઃ Tરૂ૭૦ |ી (યોગબિન્દુવૃત્તિને અનુસરીને અર્થ :) સબંધકાદિને (આદિ શબ્દથી દ્વિબંધક વગેરેને) યોગ અતાત્વિકકનિશ્ચયથી અને વ્યવહારથી અતજ્વરૂપ હોય છે, કારણ કે હજુ તેઓ અશુદ્ધપરિણામવાળા હોય છે. વળી એ પ્રાયઃ પ્રત્યપાયફલક હોય છે, કારણ કે શ્રદ્ધાળુતા વગરના માત્ર તેવા સાધુપણાનાં વેષાદિ હોય છે.
આ યોગબિંદુગ્રન્થ પણ શ્રીહરિભદ્રસૂરિમહારાજનો છે ને પંચાશકગ્રન્થ પણ એમનો જ છે. એટલે એ બેનો વિરોધ ન થાય એ રીતે જ અર્થ કરવો યોગ્ય ગણાય. એટલે પંચાશકજીમાં કહેલા કુગ્રહવિરહને વ્યવહારથી પણ અતાત્ત્વિક–પરંપરાએ પણ કે ઉપચારથી પણ તાત્ત્વિક ન બની શકનાર માનવો ઉચિત છે. અર્થાત્ ભાવિત કરાતું દીક્ષાવિધાન કે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સુફબંધકને ઉપર જણાવ્યા મુજબ પાપકરણના આગ્રહનો કામચલાઉ વિરહ કરે છે જે વિરહ તત્કાળ, અલ્પકાળે કે દીર્ઘકાળે પણ આત્મહિતની દૃષ્ટિએ કશો લાભકર્તા થવાનો નથી.
આના પર પણ સંવિગ્નગીતાર્થ બહુશ્રુતોને સૂક્ષ્મવિચારણા કરવા વિનંતી છે.
અહીં સપ્રસંગ એક અન્ય વાત-અનેક શાસ્ત્રાધિકારોના ચિતંન-અનુસંધાનથી મળતો નિષ્કર્ષ-ભૌતિક અપેક્ષાવાળા અનુષ્ઠાનો બે પ્રકારે-(૧) ભૌતિક અપેક્ષા તો હતી જ. એની સફળતા માટે અનુષ્ઠાન કરવામાં આવે. જેમ કે રોહિણીતપ વગેરે. સામાન્યથી આવા અનુષ્ઠાનમાં નિયાણું કહેવાતું નથી. એટલે એ પ્રતિબંધક પણ બનતું નથી. ઉપરથી એ જીવને આગળ વધારી નિરભિવંગ અનુષ્ઠાન સુધી પહોંચાડે છે. તેથી આ તો ગુણકર જ છે. (૨) ભૌતિક અપેક્ષા વગર શુદ્ધ ભાવથી નિરભિમ્પંગ અનુષ્ઠાન કરે. પણ પાછળથી એમાં ભૌતિક અપેક્ષા ભેળવીને એના બદલામાં એ ચીજ માગી લે. આ નિયાણું કહેવાય છે. એ પ્રતિબંધક હોવાથી કથંચિત્ દોષકર છે. અલબત્ત મુક્તિદ્વેષ ન હોવાના કારણે અનુષ્ઠાન વિષ-ગર ન બની શકવાથી તદ્ધત બને છે. પણ એમાં નિયાણું જે છે માત્ર તે જ ત્યાજ્ય છે, અનુષ્ઠાન નહીં. એટલે જ ચિત્રમુનિએ સંભૂતિમુનિને અનશન છોડી દેવા જણાવ્યું નથી. અસ્તુ / ૯ //
(અવતરણિકા: પાંચ અનુષ્ઠાનમાંના પ્રથમ ત્રણને મિથ્યા બનાવનાર ભવાભિધ્વંગ અને અનાભોગ શું છે ? એ જણાવે છે -).
ગાથાર્થ : 'આલોક- પરલોક સંબંધી ફળની અપેક્ષા ભવાભિમ્પંગ કહેવાય છે. ક્રિયાને ઉચિતભાવનું ઉલ્લંઘન અનાભોગ કહેવાય છે. ૧૩