________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४१३ न तु वस्तुभेद' इति चेत् ? न, इतरसहकारिसमवहितत्वेन फलव्याप्यताऽपेक्षया तदवच्छेदककारणभेदस्यैव कल्पनौचित्यात्, तथैवानुभवादिति कल्पलतायां विपञ्चितत्वात् ।। ८ ।।
भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु । अनुष्ठानत्रयं मिथ्या द्वयं सत्यं विपर्ययात् ।।९।।
भवेति । तेन कर्तृभेदादनुष्ठानभेदेन भेदनं भवाभिष्वङ्गतः = संसारसुखाभिलाषात् (अनाभोगात्=) अनाभोगतः सम्मूर्छनजप्रवृत्तितुल्यतया च विषादिष्वनुष्ठानेषु मध्येऽनुष्ठानत्रयमादिमं मिथ्या निष्फलम् । द्वयमुत्तरं च सत्यं = सफलं, विपर्ययात् = भवाभिष्वङ्गानाभोगाभावात् ।।९।।
વળી, ઇતરસામગ્રીમાં ચક્ર, ચીવર, કુંભાર, પિંડ... વગેરે ઢગલાબંધ વસ્તુઓ છે. આ બધાનું જે સમવહિતત્વ. એ ધર્મની અપેક્ષાએ “અ” નામની એક સ્વતંત્રજાતિ એ ઘણો જ લાઘવયુક્ત ધર્મ છે. (એમાં શરીરકૃત લાઘવ છે.). માટે એની કલ્પના કરવામાં ઔચિત્ય છે.
શંકા : પણ નવી પેટાજાતિ માનવાનું ગૌરવ હોવાથી આ કલ્પના ઉચિત નથી.
સમાધાન: ફળોપધાયક કારણ ફળ-અનુપધાયક કારણ કરતાં અલગ તરી આવતું હોય એવો અનુભવ હોવાથી આ કલ્પના ઉચિત છે જ.
પ્રસ્તુતમાં, અનુષ્ઠાન તો એનું એ જ, એમાં કોઈ ભેદ નહીં, પણ ચરમાવર્તવર્તી કર્તાનું સમવધાન હોય તો પચ્યાન્નતૃપ્તિસદશફળ મળે છે અને એના બદલે અચરમાવર્તવર્તી કર્તાનું સમવધાન હોય તો વિષાક્ષતૃપ્તિસદશ ફળ મળે છે. અર્થાત્ યોગની પૂર્વસેવા બનવા- ન બનવારૂપ ફળભેદ થાય છે' આવું માનવા કરતાં ગ્રન્થકાર કહે છે કે અચરમાવર્તવર્તી જીવરૂપ કર્તા જે ધર્માનુષ્ઠાન કરે છે એના કરતાં ચરમાવર્તવર્તી જીવરૂપ કર્તા જે ધર્માનુષ્ઠાન કરે છે, તે બાહ્યદષ્ટિએ બિલકુલ એકસમાન દેખાતું હોવા છતાં આંતરિક દૃષ્ટિએ સર્વથા ભિન્ન પ્રકારનું જ હોય છે. પ્રથમનું એ વિષ-ગર અનુષ્ઠાન બને છે, જ્યારે બીજાનું એ તદ્ધત અનુષ્ઠાન બને છે. આમ અનુષ્ઠાન જ અલગ-અલગ પ્રકારનું માનવાની કલ્પના ઉચિત છે, કારણકે એવો જ અનુભવ થાય છે. આ વાતનો વધુ વિસ્તાર ગ્રન્થકારે કલ્પલતામાં કર્યો છે. Iટા કર્તાભેદે અનુષ્ઠાનભેદ કહ્યો. એમાં અનુષ્ઠાનના પાંચ ભેદ કહેવાના છે. એમાંથી કયા મિથ્યા છે અને કયા સત્ય ? એ સૌ પ્રથમ જણાવે છે
ગાથાર્થ : તેથી વિષાદિ પાંચ અનુષ્ઠાનોમાં ભવાભિવંગના કારણે અને અનાભોગના કારણે પ્રથમ ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે, અને છેલ્લા બે વિપર્યયના કારણે સત્ય છે.
ટીકાર્થ : 'તેથી કર્તાભેદે અનુષ્ઠાનભેદ હોવાથી ભાવાભિવંગના કારણે=સંસારસુખની અભિલાષાના કારણે અને અનાભોગના કારણે = સંમૂછિમની પ્રવૃત્તિની તુલ્યતા હોવાના કારણે વિષાદિ પાંચ અનુષ્ઠાનમાં પ્રથમ ત્રણ મિથ્યા છે = નિષ્ફળ છે. અને છેલ્લા બે સત્ય છે = સફળ છે, કારણ કે એમાં વિપર્યય છે = ભવાભિધ્વંગ અને અનાભોગનો અભાવ છે.
વિવેચન : (૧) તેન માં રહેલા તત્ સર્વનામથી ગ્રન્થકારે પૂર્વગાથામાં કાળભેદપ્રયુક્ત કર્તાભેદે થતા અનુષ્ઠાનભેદનો પરામર્શ કર્યો છે એ સૂચવે છે કે અનુષ્ઠાનના વિષાદિ ભેદોમાં પણ એ હકીકતને અનુસરવાની છે.