________________
४१४
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ९ (૨) ચોથા તદ્ધતુઅનુષ્ઠાનમાં ભવાભિમ્પંગનો અભાવ કહ્યો છે. વળી એમાં પણ ભૌતિક અપેક્ષા=સંસારસુખની અભિલાષા તો હોય જ છે. પણ એ બાધ્ય હોવાથી અનુષ્ઠાન વિષ-ગર ન બનતાં તત બને છે. એટલે સમજાય છે કે અબાધ્ય ફળાપેક્ષા જ ભવાભિળંગ તરીકે અભિપ્રેત છે. ચરમાવર્તમાં પ્રાયઃ તદ્ધત અનુષ્ઠાન જ હોય છે. પ્રાય: શબ્દ ક્યારેક અનનુષ્ઠાનની ને ક્યારેક અમૃતઅનુષ્ઠાનની સંભાવના દર્શાવે છે, પણ વિષ-ગરની નહી, આ વાત પૂર્વે જોઈ ગયા છીએ અને આગળ પણ જોઈશું. એટલે એ પણ નિશ્ચિત થાય છે કે ચરમાવર્તમાં ગમે તેવી તીવ્ર ભોગેચ્છા હોય તો પણ એ બાધ્ય જ હોય છે, અબાધ્ય નહીં. આ જ કારણ છે કે સંભૂતિમુનિને ઘણું સમજાવવા છતાં ચક્રવર્તી બનવાની ઇચ્છા છોડતા નથી, તો પણ ચિત્રમુનિએ એમની આ ભૌતિક ઇચ્છાને બાધ્યકક્ષાની જ માની છે, અબાધ્ય કક્ષાની નહીં, એટલે કે ભવાભિળંગરૂપ માની નથી.
પ્રશનઃ તમે આવું શાના આધારે કહો છો ?
ઉત્તરઃ ચિત્રમુનિ અગિયાર અંગના ધારક ગીતાર્થ મહાત્મા છે. તેઓ અનુષ્ઠાનના ત્યાજ્ય અત્યાજ્ય ભેદો ન જાણતા હોય આવું માનવું એ તો જાતના અભિમાન સિવાય બીજું કશું નથી. જો સંભૂતિમુનિની ઇચ્છાને એમણે અબાધ્યકક્ષાની = ભવાભિળંગરૂપ જાણી હોત, તો તો તેઓએ એમના અનશનરૂપ અનુષ્ઠાનને વિષગરરૂપે ત્યાજ્ય જાણ્યું જ હોત, ને તો તો તેઓએ છેવટે એમને આ અનશનરૂપ અનુષ્ઠાન છોડી દેવા પણ કહ્યું જ હોત. પણ એ કહ્યું નથી. માત્ર ઇચ્છા જ છોડવાની વાત અનેક રીતે સમજાવી છે.
પ્રશ્ન : પણ, સંભૂતિમુનિ પછીથી ચક્રવર્તી થઈને છેવટે સાતમી નરકમાં ગયા છે. શું એ જ ન સૂચવે કે વિષાત્રતૃપ્તિસાદશ્ય હતું જ, ને તેથી એમનું અનુષ્ઠાન ગરઅનુષ્ઠાન હોવાથી ભાવાભિવંગ હતો જ ?
ઉત્તર : વિષમિશ્રિતભોજનમાંથી વિષ ટાળી ન શકાય તો છેવટે ભોજન પણ છોડવાનું જ હોય. કરૂણાશીલ વ્યક્તિ એ છોડવાની વાત ન કરે એ સંભવે જ નહીં. ચિત્રમુનિએ અનુષ્ઠાન છોડવાની વાત નથી કરી એ જ જણાવે છે કે એ વિષમિશ્રિત ભોજન તરીકે એમને માન્ય નહોતું.
પ્રશન? પણ તો પછી સાતમી નરક કેમ થઈ ?
ઉત્તર : તીવ્રઇચ્છાપૂર્વક ચક્રવર્તીપણાના ભોગોમાં લંપટ બન્યા એના કારણે એ થઈ, આ અનુષ્ઠાનના કારણે નહીં, એવો વિવેક કરવો જોઈએ.
પ્રશન? તો તો અચરમાવર્તવર્તી જીવ માટે પણ આવું જ કહેવાનું રહેશે. એ જીવ વિષયેચ્છાથી ધર્મ કરે, એના પ્રભાવે વિષયો પામે, ને પછી એમાં ગળાડૂબ બની દુર્ગતિમાં જાય. આમાં પણ, દુર્ગતિ વિષયોમાં ગળાડૂબ બનવાથી થઈ, અનુષ્ઠાનના કારણે નહીં, એવો વિવેક કરી જ શકાય છે. ને પછી એના અનુષ્ઠાનને પણ વિષગર કહી નહીં શકાય.
ઉત્તર : સુવું થ દુવં પાત્ સર્વશાસ્ત્રપુ સંસ્થિતિઃ ... આવા શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વચનને અનુસરીને તો ધર્મથી દુર્ગતિ નહીં જ કહી શકાય ને ? વળી ‘દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખી (બચાવે) તે ધર્મ' આ વાત પણ ધર્મથી દુર્ગતિવારણ જણાવે છે, દુર્ગતિગમન નહીં. તેમ છતાં વિષાનુષ્ઠાન વગેરે નિરૂપણના પરિપ્રેક્ષ્યમાં કહેવું હોય, તો અચરમાવર્તવર્તી જીવના અનુષ્ઠાનથી એ દુર્ગતિગમન કહેવું, પણ ચરમાવર્તવર્તીના અનુષ્ઠાનથી નહીં, એનું તો માત્ર ભોગવિલાસથી જ દુર્ગતિગમન કહેવું.