________________
४१६
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ९ માટે “સંભૂતિમુનિને એ અનશનકાળે પણ મુક્તિઅદ્વેષ વિદ્યમાન હતો જ', ને તેથી “એ અનશનથી મલન થયું નથી જ', ને તેથી “એ અનશન વિષાત્રતૃપ્તિસદશ ન હોવાના કારણે અહિતકર નહોતું જ' વગેરે માનવું જ પડે છે. ને તેથી જ ચિત્રમુનિએ એને છોડવાનું જણાવ્યું નથી.
પ્રશન: સંભૂતિમુનિનું એ અનશન વિષાદિ પાંચમાંથી કયું અનુષ્ઠાન છે ? ઉત્તર : તદ્ધતુ અનુષ્ઠાન. પ્રશન: હેં ! તદ્ધત?
ઉત્તરઃ હેંશું કરો છો ? હા કરો મુક્તિઅદ્વેષની હાજરી છે. તેથી મલન-વિષાત્રતૃપ્તિસાદશ્ય વગેરે ન હોવાથી વિષ-ગર તો છે નહીં. વળી અનાભોગ કે અત્યંત સંવેગ ન હોવાથી અનનુષ્ઠાન કે અમૃતઅનુષ્ઠાન પણ નથી. એટલે પારિશેષ ન્યાયે તદ્ધતુ અનુષ્ઠાન જ છે. હા, કદાચ એમ કહી શકાય કે પહેલાં ચિત્રમુનિની જેમ અમૃતઅનુષ્ઠાન હતું, નિયાણું કરવા પર એ તદ્ધત બન્યું.
પ્રશ્નઃ જો આનો પણ વિષ-ગરમાં સમાવેશ નહીં કરો તો કોનો કરશો ?
ઉત્તર : કોઈનો નહીં. ચરમાવર્તમાં વિષ-ગર સંભવતા જ નથી. માટે ચરમાવર્તવર્તી જીવના કોઈપણ ધર્માનુષ્ઠાન વિષ-ગરરૂપ ન જ હોય. ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે લઘુહરિભદ્રબિરુદધારી શ્રી યશોવિજયજી મહારાજ.. આ બંને શ્રુતધરોએ વિષ-ગર વગેરે અનુષ્ઠાનોનું નિરૂપણ સ્વ-સ્વગ્રન્થોમાં કર્યું છે, પણ ક્યાંય એનું દૃષ્ટાન્ન આપ્યું નથી. સંભૂતિમુનિના અનશન જેવા અનુષ્ઠાનને પણ ગરના દૃષ્ટાન્ત તરીકે જણાવ્યું નથી. આ વાત શું એ ન સૂચવે કે સંભૂતિમુનિનું એ અનુષ્ઠાન પણ તેઓને વિષગર તરીકે માન્ય નથી.
પ્રશ્ન : તમે ગમે તે કહો, અમારા મગજમાં આ વાત બેસતી નથી કે સાંસારિક સુખની ઇચ્છા હોય ને છતાં વિષ-ગર ન થાય.
ઉત્તરઃ આનું કારણ એટલું જ ભાસે છે કે “શાસ્ત્રવચનોને અનુસરીને - એના ઔદંપર્યાર્થ સુધી પહોંચીને તત્ત્વની વિચારણા કરવી. આ આત્મહિતકર વલણને બદલે “અમારી બુદ્ધિમાં જે બેસેલું છે એને અનુસરીને શાસ્ત્રવચનોની વિચારણા કરવી..' એવા વલણને અપનાવવામાં આવ્યું છે. જ્યાં યુક્તિ જતી હોય ત્યાં બુદ્ધિને લઈ જવાના બદલે બુદ્ધિમાં જે બેસેલું હોય ત્યાં યુક્તિને તાણી જવા જેઓ મથતા હોય એમના માટે એક સ્થળે લખ્યું છે કે “બ્રહ્મા પણ તે માણસને સાચી વાત સમજાવી શકતા નથી. બાકી અચરમાવર્તમાં ઇચ્છા ભલે માત્ર એક રૂપિયાની હોય, તો પણ મુક્તિદ્વેષ-ભવાભિમ્પંગના કારણે અનુષ્ઠાન વિષ-ગર બને છે, જ્યારે ચરમાવર્તમાં ઇચ્છા ભલે ને એક કરોડ રૂપિયાની હોય, મુક્તિદ્વેષ-ભવાભિમ્પંગ નથી, માટે અનુષ્ઠાન વિષ-ગર ન બનતા તદ્ધતુ બને છે.
ચરમાવર્તમાં ભૌતિક ઇચ્છાથી થતું કોઈપણ અનુષ્ઠાન વિષ-ગર ન હોય, ને તેથી તદ્ધતું જ હોય આ સાબિત કરનારાં કેટલા શાસ્ત્રવચનો આપું ?
પ્રતિઆવર્ત મલહ્રાસ કહ્યો છે. ને એ ઘટતાં ઘટતાં સહજ અલ્પમલત્વની ભૂમિકાએ આવે એટલે મુક્તિઅદ્વેષ પ્રગટવો કહ્યો છે. તેથી મુક્તિઅદ્વેષ કાળસાધ્ય છે.
ભૌતિક અપેક્ષા હોવા-ન હોવા સાથે મિલન-અમલન, વિષાઋતૃપ્તિસાદશ્ય-પથ્યાત્રતૃપ્તિસાદૃશ્ય વગેરે નથી કહ્યું, પણ મુક્તિદ્વેષ હોવા-ન હોવા સાથે કહેલ છે. અમલનનો અર્થ છે મુક્તિઉપાયનો અનાશ.