________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४१७ ચરમાવર્તમાં મુક્તિઅદ્વેષ છે. તેથી વ્રતપાલનાદિ મુક્તિઉપાય તરીકે અક્ષત રહે છે. એનો અર્થ વ્રતપાલનાદિ હિતકર બની રહે છે, માટે તદ્ધત છે.
મુક્તિવગેરે અંગે જેને દ્વેષ નથી એનું જ ગુરુપૂજન વગેરે ન્યાયિક છે' આવું જણાવ્યું એનો અર્થ જ કે “મુક્તિવગેરે અંગે દ્વેષ હોય એનું જ અન્યાપ્ય ત્યાજ્ય છે.” ચરમાવર્તમાં ષ નથી તેથી અનુષ્ઠાન અન્યાય=વિષગરરૂપ નથી.
“મુક્તિદ્વેષરૂ૫ ગુરુદોષવાળાની સક્રિયા ગુણ માટે થતી નથી' આમ કહ્યું છે. એટલે એક વિશેષનો નિષેધ અન્યવિશેષના વિધાનમાં પરિણમે ન્યાયે મુક્તિદ્વેષરૂપ ગુરુદોષ જેને નથી (અર્થાત્ મુક્તિઅદ્વેષ છે) તેઓની સલ્કિયા ગુણ માટે થાય છે, એનો અર્થ એ તદ્ધ, અનુષ્ઠાન છે.
મુક્તિઅદ્વેષ હોવા છતાં અન્ય કાંઈક હોવા-ન હોવા પર અનુષ્ઠાન હિતકર-અહિતકર બનતું હોય તો તો એ અન્યનું પ્રાધાન્ય ખ્યાપિત થાય, મુક્તિઅદ્વેષનું નહીં. માટે મુક્તિઅદ્વેષ જો પ્રધાન છે, તો એની હાજરીમાં વિષ-ગર ન જ થાય, તદ્ધતુ જ થાય, ભલે ને ભૌતિક ઇચ્છા બેસેલી હોય. | મુક્તિદ્વેષ મહાપાપ છે. મુક્તિઅદ્વેષથી એની નિવૃત્તિ થવાથી મહાન લાભ કહ્યો છે. બારમી બત્રીશીમાં પણ મુક્તિઅષથી કલ્યાણની પરંપરા કહેલી છે. એટલે એની હાજરીમાં પણ જો વિષ-ગર થાય તો એની મહત્તા-પ્રધાનતા જ શું રહે ?
કર્તાભેદે અનુષ્ઠાનભેદ જે કહ્યો છે, એમાં કર્તાભેદના પ્રયોજક તરીકે ગ્રન્થકારે ટીકામાં ચરમ-અચરમ આવર્તરૂપ કાળભેદને જ જણાવ્યો છે. આનો સ્પષ્ટ અર્થ છે કે અચરમાવર્તિમાં જેવું (વિષ-ગર) અનુષ્ઠાન હોય એવું ચરમાવર્તમાં ન હોય, એનાથી ભિન્ન જ હોય, અર્થાત્ મુખ્યતયા તદ્ધતું જ હોય. વળી ૧૪મી ગાથામાં નિગમન કરતાં પણ શરમાવર્તમાં ગુરુદેવાદિ પૂજન કર્તાભેદના કારણે અલગ પ્રકારનું (=તદ્ધત) હોય છે એમ જણાવ્યું છે.
ચોથા તદ્ધત અનુષ્ઠાનમાં ભૌતિક અપેક્ષા હોવા છતાં ભવાભિમ્પંગનો અભાવ કહ્યો છે. ભવાભિમ્પંગ તરીકે કારમી ભોગેચ્છા=ભવાભિનંદીપણું અભિપ્રેત છે જે સ્વયં મુક્તિદ્વેષરૂપે કહેવાયેલ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે મુક્તિઅદ્વેષ હોય તો ભવાભિમ્પંગ હોય જ નહીં. ચરમાવર્તમાં મુક્તિઅદ્વેષ તો હોય જ છે, તેથી ભવાભિળંગ ન હોવાથી વિષ-ગર ન જ હોય.
શિંકા - પૂર્વે (પૃ. ૪૦૪) ત્રીજી ગાથાના વિવેચનમાં સાભિધ્વંગ= અભિવૃંગ સહિત અનુષ્ઠાનને તમે હિતકર કહ્યું છે, અહીં ભવાભિવંગ ન હોય તો જ એ વિષ-ગર ન હોય એમ કહો છો, તો પૂર્વાપર વિરોધ નહીં થાય ?
સમાધાન: ના, નહીં થાય, કારણ કે અહીં અભિવૃંગ શબ્દ છે જેનો અર્થ બાધ્યકક્ષાની ભૌતિક ઇચ્છા કરવાનો છે. એ ભવાભિમ્પંગ નથી, કારણ કે ભવાભિમ્પંગ તો તીવ્ર=અબાધ્ય ભૌતિક ઇચ્છાને જણાવે છે.]
વળી, આગળ (પંદરમી ગાથામાં) પણ ચરમ-અચરમઆવર્તમાં કર્તાભેદ જે દર્શાવ્યો છે તે ભૌતિક અપેક્ષા હોવા - ન હોવાની અપેક્ષાએ નહીં, પણ અચરમાવર્તમાં યોગની એકાન્ત અયોગ્યતા હતી, ને ચરમાવર્તમાં યોગ્યતા વિકસેલી હતી. આ ભેદની અપેક્ષાએ દર્શાવ્યો છે. ને તેથી ગુરુપૂજનાદિ અલગ પ્રકારનું કહ્યું છે. તેથી પણ જણાય છે કે ચરમાવર્તમાં તદ્ધતુ જ હોય.
તથા, આગળ ૧૯મી ગાથામાં ગરમાવર્તમાં પ્રાયઃ ચોથું જ ( તદ્ધતુ જ) હોય એમ સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાયઃ શબ્દથી વિષ-ગરનું ગ્રહણ નથી એ આગળ જોઈશું. એટલે ચરમાવર્તમાં વિષ-ગર તો સંભવતા જ નથી.