________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४१९ (૧) એક જ નિગોદમાં એક જ શરીરમાં ઉત્પન્ન થયેલા બે સમઆયુષ્ક નિગોદજીવો કે જે બેના જ્ઞાનાવરણીય વગેરે કમો પણ લગભગ સમાન જેવા છે, છતાં, જો એક વ્યવહાર રાશિવાળો છે ને બીજો અવ્યવહારરાશિવાળો છે. તો પ્રથમને પ્રતિઆવર્ત મળદ્વાસ ચાલુ હશે, બીજાને નહીં..
(૨) જેવી પ્રવૃત્તિ-પરિણતિ હોવાથી અચરમાવર્તવર્તી જીવને ૭૦ કો.કો. સાગરોપમ મોહનીયનો સ્થિતિબંધ થાય છે. બરાબર બહારથી એવી જ પ્રવૃત્તિ-પરિણતિ જણાતી હોવા છતાં અપુનર્બન્ધકને એ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. એમ અચરમાવર્તવર્તીને વિષ-ગર થાય છે, અપુનર્બન્ધકને નહીં, પ્રાયઃ તદ્ધ થાય છે.
(૩) ગ્રન્થિભેદ પૂર્વે જ્યાં અધિકસ્થિતિબંધ થતો હતો એવી પ્રવૃત્તિ-પરિણતિ થવા છતાં ભિન્ન ગ્રન્થિક જીવને મિથ્યાત્વે પણ એવો અધિક સ્થિતિબંધ થતો નથી. ગ્રન્થિભેદકાલીન અંતઃકો.કો.થી વધારે થતો નથી. (बंधेण ण वोलइ कयाचिद्)
(૪) યુદ્ધાદિ પ્રવૃત્તિકાળે અન્ય જીવ નરકપ્રાયોગ્ય બાંધે ત્યારે પણ ક્ષાયિકસમ્યક્તી દેવપ્રાયોગ્ય જ બાંધે.
પૂર્વપક્ષ ઃ (૧) ચરમાવર્ત પ્રવેશની સાથે જ અલ્પમલત્વ અને મુક્તિઅદ્વેષ પ્રગટી જાય છે. તથા (૨) પ્રગટેલો મુક્તિઅદ્વૈષ પછી ખસી જાય ને પાછો મુક્તિદ્વેષ આવી જાય.. આવું બનતું નથી. આ બે કલ્પનાના આધારે તમે આ બધી વાતો જણાવો છો. પણ મૂળમાં આ બે કલ્પના જ યોગ્ય જણાતી નથી. તે આ રીતે - તમારી કલ્પના પ્રમાણે વ્યવહારરાશિ પ્રવેશથી સહજ મળનો હ્રાસ શરૂ થાય છે. એ શરૂ થયા પછી અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચવાનો કાળ જુદા જુદા જીવો માટે અલગ અલગ જ હોય છે એ સૂચવે છે કે તે તે જીવનું તથાભવ્યત્વ આમાં ભાગ ભજવે છે. એટલે કોઈક જીવનું તથાભવ્યત્વ એવું હોય કે ચરમાવર્ત શરૂ થઈ જવા છતાં હજુ અલ્પમલત્વ થયું ન હોવાથી મુક્તિઅદ્વેષ પ્રગટ્યો ન પણ હોય... ને તેથી મુક્તિદ્વેષ વર્તતો હોવાથી અનુષ્ઠાન વિષ-ગર પણ સંભવે...
ઉત્તર પક્ષ: જો આવું હોય તો ચરમાવર્ત કાળનો ઉલ્લેખ કેમ કર્યો ?
પૂર્વપક્ષ: એ તો મુક્તિઅદ્વેષ વહેલામાં વહેલો ચરમાવર્તપ્રવેશ થાય એટલું જ જણાવવા માટે. જેમ સમ્યક્ત માટે દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત કહેવાય છે એમ.
ઉત્તર પક્ષઃ સમ્યક્તપ્રાપ્તિ જુદા જુદા જીવોને ભિન્નભિન્ન કાળે જે થાય છે એમાં તો તેઓએ ભિન્ન-ભિન્ન કાળે કરેલો પુરુષાર્થ કારણ છે. પણ અલ્પમલત્વ ભૂમિકા કાળસાધ્ય છે ને કાળસાધ્ય હોવાથી તે તે કાળે સર્વજીવોને પ્રાપ્ત થઇ જ જાય એમ માનવું જ પડે છે. અર્થાત્ ચરમાવર્ત પ્રવેશે અલ્પમલત્વ ને મુક્તિઅદ્વેષ પ્રગટી જ જાય. આ વાત સૂક્ષ્મતાથી વિચારવી, કારણ કે એ કાળે જો એ ન પ્રગટે, તો પછી શાનાથી પ્રગટે ? આશય એ છે કે આ ભૂમિકાની પૂર્વકાળમાં મુક્તિદ્વેષ વિદ્યમાન હોવાથી પુરુષાર્થનું તો કોઈ શુભ પરિણામ શક્ય જ ન હોવાના કારણે પુરુષાર્થથી એ પ્રગટી શકતી નથી. તે તે જીવની ભવિતવ્યતા જ તે તે કાળે જીવની અલ્પમલત્વ ભૂમિકા પ્રગટાવી દે એમ પણ કહી શકાતું નથી, કારણ કે તો તો, જેમ ભવિતવ્યતા તે તે કાળે તે તે જીવને વ્યવહારરાશિમાં જે લાવી દે છે, એ માટે એ પૂર્વે (અવ્યવહારરાશિકાળ દરમ્યાન) કાળક્રમે થતી કોઈ પ્રક્રિયા દર્શાવી નથી. એમ પ્રસ્તુતમાં પણ જો ભવિતવ્યતા જ અલ્પમલત્વ લાવતી હોત તો કાળક્રમે ક્રમિક મળદ્વાર જે કહ્યો છે તે ન જ કહ્યો હોત. એટલે ચરમાવર્ત પ્રવેશ થવા છતાં અલ્પમલત્વભૂમિકા જો ન આવે, તો પછી એ શાનાથી આવશે ? એ પ્રશ્ન ઊભો જ રહે છે.
પૂર્વપક્ષ તેમ છતાં, અલ્પમલત્વ થયા પછી ફરીથી મલ વધી જાય, પાછો મુક્તિદ્વેષ પ્રગટે ને તેથી પછી ચરમાવર્તમાં પણ અનુષ્ઠાન વિષ-ગર થઈ શકે ને !