________________
४१८
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ९ બાવીશમી ગાથામાં “મુક્તિઅદ્વેષ હોય તો ફળાપેક્ષા બાધ્ય હોય છે, અને તેથી બુદ્ધિ માર્ગાનુસારી હોય છે' એમ કહેવાના છે. તથા બાધ્યફલાપેક્ષા સદનુષ્ઠાનનો રાગ કરાવે છે જે તદ્ધતુઅનુષ્ઠાનનું કારણ છે. ચરમાવર્તિમાં મુક્તિઅદ્વેષ તો છે જ. માટે પણ વિષ-ગર ન જ હોય.
રોહિણી તપ વગેરેમાં સૌભાગ્યાદિની ફળાકાંક્ષા હોવા છતાં વિષ-ગરનો નિષેધ કર્યો છે. મુક્તિઅદ્વેષને ધર્માનુષ્ઠાનનો પ્રાણ કહેલ છે. ચરમાવર્તમાં આ પ્રાણ વિદ્યમાન જ હોવાથી અનુષ્ઠાન મિથ્યા થઈ જ ન શકે, પછી વિષ-ગરની સંભાવના જ ક્યાં ?
ચરમાવર્ત પ્રવેશમાત્રથી સિદ્ધિની આસન્નતા કહી છે. ને તેથી ધારાલગ્ન શુભભાવ-પ્રમોદ વગેરે કહ્યા છે, પછી વિષ-ગર પ્રાયોગ્ય અશુભભાવની તો ગંધ માત્ર પણ ક્યાં ?
એ જ રીતે ચરમાવર્તમાં પ્રસન્નચિત્તતા- ક્રિયાનુરાગ વગેરે જણાવેલા છે એ પણ તદ્ધતુ અનુષ્ઠાનને જ જણાવે છે.
વળી કર્તાભેદે અનુષ્ઠાનભેદના સંદર્ભમાં યોગબિન્દુ (૧૩૨)માં જણાવ્યું છે કે અચરમાવર્ત કરતાં ચરમાવર્તમાં કર્તા જીવ નિયમા= અવશ્ય જુદો જ હોય છે. એટલે અનુષ્ઠાન પણ અચરમાવર્ત કરતાં અવશ્ય ભિન્ન હોવાથી વિષ-ગર ન જ હોય. વળી ત્યાં ૧૯૩ મી ગાથામાં જણાવ્યું છે કે ચરમાવર્તમાં સહજ અલ્પમલત્વના કારણે પ્રાયઃ ચતુર્થ અનુષ્ઠાન હોય છે. સહજ- અલ્પમલત્વ તો કાળબળે થતું હોવાથી ચરમાવર્તમાં બધાને હોય જ. ને તેથી વિષ-ગર ન જ હોય. એમ ૧૫રમી ગાથામાં અનુષ્ઠાન અન્યથા= વિષ-ગર રૂપ ન હોવામાં કારણ સહજ અલ્પમલત્વ કહ્યું છે. આ કારણ તો ચરાવર્ત પ્રવેશથી જ હાજર હોવાથી ચરમાવર્તમાં ક્યારેય વિષ-ગર ન થાય એમ જણાય જ છે.
શંકા ? આ બધી વાત સાચી.. છતાં, વિષયાભિલાષા - અનુષ્ઠાન - ઇષ્ટપ્રાપ્તિ – દુર્ગતિગમન. આ બધું સરખું હોવા છતાં, અચરમાવર્તવર્તીના અનુષ્ઠાનથી મલન થાય અને ચરમાવર્તવર્તી એવા બ્રહ્મદત્તચક્રવર્તી વગેરેના એવા અનુષ્ઠાનથી મલન ન થાય ને તેથી વિષાન્નતૃપ્તિસાદશ્ય વગેરે ન હોવાના કારણે વિષ-ગર રૂપ ન હોય.. આ બધું કેવી રીતે માનવું?
સમાધાન : આ જ તો કર્તાની વિશિષ્ટતા છે. આશય એ છે કે પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ માનસિક તુમુલ યુદ્ધ માંડ્યું ને ઠેઠ સાતમી નરક પ્રાયોગ્ય કર્મો બાંધ્યા. પણ જો કોઈ ક્ષાયિક સમ્યક્તી વાસ્તવિક યુદ્ધ ખેલે. જનસંહાર કરે.. તો પણ એ વખતે દેવપ્રાયોગ્ય જ કર્મબંધ કરે.. ભલે ને કષાયપરિણતિ અને હિંસક પ્રવૃત્તિ હોય, શ્રેણિક મહારાજા સિત્તેર વર્ષની ઉંમરે પરણ્યા... એ માટે કેવો પ્રપંચ કર્યો ! આ કામવાસનાની કેવી માત્રા કહેવાય ? અને છતાં કર્મબંધ દેવપ્રાયોગ્ય. અરે ? અંતિમ સમયે નરકગમન પ્રાયોગ્ય ક્રૂર લેશ્યા આવી. બીજા જીવો તો આવા વખતે નરકમાયોગ્ય જ કર્મબંધ કરે. પણ શ્રેણિકરાજાને તો દેવપ્રાયોગ્ય જ. આ બધો કર્તાના વૈશિસ્યનો પ્રભાવ છે ! અંદર ક્ષાયિકસમ્યક્ત ઝળહળે છે ને ! પછી અન્યને જે નરકપ્રાયોગ્ય કર્મબંધ કરાવે એવા પ્રવૃત્તિ અને પરિણામ હોવા છતાં બંધ દેવપ્રાયોગ્ય જ. એમ, ચરમાવર્તવર્તીજીવને અંદર મુક્તિઅદ્વેષ ઝળહળે છે ને ! પછી વિષયાભિલાષા, અનુષ્ઠાન વગેરે સમાન હોવા છતાં મલન ન જ થાય ને તેથી વિષ-ગર ન જ થાય. જો આવો કોઈ ફેર ન માનવાનો હોય તો કર્તાનું વૈશિસ્ય શું? અંદર એક વિશેષ યોગ્યતા નિર્માણ થઈ છે એનો પ્રભાવ શું?
ગ્રન્થોના વિવિધ અધિકારોનું અનુસંધાન કરતાં જાણવા મળતાં કેટલાંક વૈશિસ્ય.