________________
४०८
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ५ यत्र द्वेषावकाशः स्यात् । स्वर्गादिसुखाभिन्नत्वेन प्रतीयमाने तु तत्र तेषां राग एव । वस्तुतो भिन्नस्य तस्य प्रतीतावपि स्वेष्टविघातशङ्कया तत्र द्वेषो न स्यादिति द्रष्टव्यम् ।। ४ ।।
मुक्तौ च मुक्त्युपाये च मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव न्याय्यं गुर्वादिपूजनम् ।। ५।। મુલત્તો ચેતિ સ્પષ્ટ: || ||
શંકા : કાળક્રમે સહજ અલ્પમલત્વ થવાના કારણે પ્રગટેલો મુક્તિઅદ્વેષ પ્રધાનપૂર્વસેવારૂપ છે, એના કરતાં પુરુષાર્થથી વિકસાવેલા આ મુક્તિઅષમાં એવો શું ફરક છે કે એ પૂર્વસેવારૂપ બનતો નથી ?
સમાધાન : મોક્ષ અંગેના પાંચ સમવાયીકારણમાં જે ભાગ જે કારણે ભજવવાનો હોય, એ ભાગ એ કારણથી ભજવાયેલો હોય તો જ મોક્ષને અનુકૂળ બને છે, અન્યથા નહીં. જેમ કે વિષય-કષાયોની મંદતા પુરુષાર્થથી સાધવાની હોય છે. તો જ એ મોક્ષમાર્ગ પર જીવને આગળ વધારી શકે છે. એમ તો એકેન્દ્રિય જીવોને વિષય-કષાય ખૂબ જ મંદ-અવ્યક્ત થઇ ગયેલા હોય છે. પણ એ મંદતા, એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયથી ચૈતન્ય અતિઅતિ આવરાઈ ગયું હોવાના કારણે થયેલી હોવાથી કર્મકૃત હોય છે, જીવના પુરુષાર્થકૃત નહીં. માટે મોક્ષના પરિપ્રેક્ષ્યમાં એનું કશું મહત્ત્વ રહેતું નથી. એમ યુગલિયાઓને પણ વિષય-કષાયની ઘણી મંદતા હોય છે, પણ એ ક્ષેત્રકૃત કે કાળકૃત હોવાથી મોક્ષને અનુકૂળ હોતી નથી.
શંકા: અચરમાવર્તવર્તી જીવ નવમા સૈવેયકમાં જવા માટે વિષય-કષાયની જે મંદતા કરે છે, એ તો પુરુષાર્થકૃત જ હોય છે ને !
સમાધાન : પુરુષાર્થ પણ ક્રમશઃ યથોચિત જોઈએ. એટલે સમ્યક્વોચિત પુરુષાર્થથી સમ્યક્ત પામ્યા પછી ચારિત્રોચિત વિષય-કષાયની મંદતા પુરુષાર્થકૃત હોય તો મોક્ષને અનુકૂળ બને છે, એ પૂર્વે નહીં. અથવા પાંચ સમવાયિકારણોમાં કાળ પછી કર્મ ને કર્મ પછી પુરુષાર્થ આ ક્રમ છે. એટલે કાળ જીવને ચરમાવર્તમાં પ્રવેશાવે (એનો જ અર્થ કે સહજઅલ્પમલત્વ કરીને મુક્તિઅદ્વેષ પ્રગટાવે) એ પછીનો પુરુષાર્થ જ મોક્ષને અનુકૂળ બને છે, એ પૂર્વેનો નહીં. અચરમાવર્તવર્તી જીવનો વિષય-કષાયને મોળા પાડવાનો પુરુષાર્થ એ પૂર્વેનો છે, માટે એ પુરુષાર્થજન્ય મંદતા મોક્ષને અનુકૂળ બનતી નથી.
એટલે નક્કી થયું કે વિષય-કષાયની મંદતા ઉચિત પુરુષાર્થજન્ય હોય તો જ મોક્ષને અનુકૂળ, એ સિવાય કર્મ-ક્ષેત્રાદિજન્ય હોય તો નહીં. એમ મુક્તિઅદ્વેષ કાળજન્ય હોય તો જ મોક્ષને અનુકૂળ છે, એ સિવાય નહીં. એટલે, અચરમાવર્તવર્તી જીવોએ પુરુષાર્થથી સાધેલો મુક્તિઅદ્વેષ મોક્ષને અનુકૂળ બનતો નથી, અર્થાત્ યોગની પૂર્વસેવારૂપ બનતો નથી, ને તેથી જ એ મુક્તિના ઉપાયોનું મિલન અટકાવી શકતો નથી. ll૪ો (“મુક્તિઅદ્વેષ ન હોય તો સંયમપાલનાદિથી મુક્તિઉપાયનું મન થાય છે? વગેરે રૂપે નિષેધમુખે મુક્તિ અષનું પ્રાધાન્ય જણાવ્યું, હવે વિધિમુખે એ પ્રાધાન્ય જણાવવા કહે છે )
ગાથાર્થ : જે જીવને મુક્તિ પર, મુક્તિના ઉપાય પર અને મુક્તિમાર્ગ પર પ્રસ્થિત થયેલા યોગીઓ ઉપર દ્વેષ નથી, તે જીવોનું ગુર્વાદિપૂજન જ ન્યાય હોય છે.
ટીકાર્ય : ગાથાનો અર્થ સ્પષ્ટ છે.